બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Politics / Big blow to opposition unity on Karnataka stage: These veteran leaders did not come despite invitation

પ્રથમ ગ્રાસે મક્ષિકા / કર્ણાટકના મંચ પર વિપક્ષી એકતાને મોટો ઝટકો: આમંત્રણ છતાં ન આવ્યા આ દિગ્ગજ નેતાઓ

Priyakant

Last Updated: 04:14 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shaking Opposition Unity In Karnataka News: કોંગ્રેસ સરકારનાં શપથવિધિ સમારોહને એકતા બતાવવાના પ્લેટફોર્મ તરીકે પણ જોવામાં આવી રહ્યો હતો, જોકે કેટલાક નેતાને આમંત્રણ આપ્યું તેમ છતાં તે ન આવ્યા

  • કર્ણાટક શપથવિધિના મંચ પર વિપક્ષી એકતાને મોટો ઝટકો
  • સમારોહમાં વિપક્ષના કેટલાક નેતાઓને આમંત્રણ આપ્યું છતાં ન આવ્યા 
  • કોંગ્રેસ દ્વારા અનેક નેતાઓને આમંત્રણ જ ન અપાયું

કર્ણાટકને આખરે આજે તેના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મળી ગયા. જોકે હવે કર્ણાટક શપથવિધિના મંચ પર વિપક્ષી એકતાને મોટો ઝટકો લાગ્યો હોવાની સ્થિતિ બની છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટકના 30મા મુખ્યમંત્રી તરીકે તો ડીકે શિવકુમારે નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સિવાય સિદ્ધારમૈયા કેબિનેટમાં આઠથી વધુ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આ નવી સરકારના શપથ સમારોહમાં કયા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો અને કયા નેતાઓ હાજર નહોતા રહ્યા. 

કર્ણાટકમાં આજે કોંગ્રેસ સરકારનાં શપથવિધિ સમારોહને એકતા બતાવવાના પ્લેટફોર્મ તરીકે પણ જોવામાં આવી રહ્યો હતો. તેનું કારણ એ હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિપક્ષી એકતા દાખવવી જરૂરી છે. પરંતુ શપથવિધિ સમારોહમાં વિપક્ષના કેટલાક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ સાથે કેટલાકને આમંત્રણ આપ્યું તેમ છતાં તે આવ્યા નહોતા. 

જાણો કયા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા 
કર્ણાટકમાં નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, મક્કલ નીધી મૈયમના વડા કમલ હસન, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન વગેરે હાજર રહ્યા હતા. આ સાથ બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સમારોહમાં જોવા મળ્યા હતા. જોકે સોનિયા ગાંધી આ સમારોહમાં હાજર રહ્યા ન હતા. 

આ લોકો આમંત્રણ આપ્યું તેમ છતાં પણ ન આવ્યા 
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતે વિપક્ષના અનેક નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. જોકે આમંત્રણ બાદ પણ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, સીપીઆઈના મહામંત્રી ડો. ડી રાજા, સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરી આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. 

આ નેતાઓને નહોતું અપાયું આમંત્રણ 
આ તરફ ઘણા એવા નેતાઓ હતા જેમને બિલકુલ બોલાવવામાં આવ્યા ન હતા. તેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, તેલંગાણાના સીએમ કેસીઆર, કેરળના સીએમ પી વિજયન, આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી, ઓડિશાના સીએમ ઉપરાંત બીએસપી ચીફ માયાવતી અને બીજેડી ચીફ નવીન પટનાયકનો સમાવેશ થાય છે. 

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને આમંત્રણ ન આપવા બદલ શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) એ પણ કોંગ્રેસની ટીકા કરી હતી. એલડીએફના સંયોજક ઇપી જયરાજને કહ્યું હતું કે, કોંગ્રેસનું આ પગલું સાબિત કરે છે કે તે દેશની બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક શક્તિઓને ભાજપ વિરુદ્ધ એકસાથે લાવવાના મિશનને પૂર્ણ કરી શકી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ