બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Bhupesh Badhel's appeal to Home Minister, 'Put a ban on 'Adipurush' who defiled the image of Lord Ram'

નિવેદન / 'પ્રભુ રામની છબી ખરાબ કરનાર 'આદિપુરુષ' પર મૂકો પ્રતિબંધ', ભૂપેશ બધેલની ગૃહમંત્રીને અપીલ

Priyakant

Last Updated: 02:34 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah News: CMએ ટ્વિટમાં લખ્યું, હું તેમને રામાયણ અને રામની છબીને કલંકિત કરતી ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધની જાહેરાત કરવા વિનંતી કરું છું

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢ પહોંચ્યા 
  • CMએ ટ્વિટ કરી કહ્યું 'આદિપુરુષ' પર મૂકો પ્રતિબંધ
  • શાહના આગમનને લઈ તમામ રસ્તાઓ પર પોલીસ જવાનો તૈનાત 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાયપુરથી નીકળીને ભિલાઈના જયંતિ સ્ટેડિયમ પહોંચ્યા. વિગતો મુજબ અહીંથી તેઓ સીધા ઉષા બાર્લેના ઘરે જશે. આ તરફ અમિત શાહની મુલાકાતને લઈ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે, રામના નાનિહાલમાં તેમનું સ્વાગત છે. હું તેમને રામાયણ અને રામની છબીને કલંકિત કરતી ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધની જાહેરાત કરવા વિનંતી કરું છું. 

ફિલ્મ આદિપુરુષને લઈ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન આજે અમિત શાહ છત્તીસગઢ પહોંચ્યા છે. જ્યાં ભિલાઈ પાવર હાઉસ ખાતે અમિત શાહને કાળા ઝંડા બતાવવાનો પ્રયાસ કરનારા એનએસયુઆઈના સેંકડો કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. શાહના રક્ષણ હેઠળ સમગ્ર શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. દરેક જગ્યાએ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

અમિત શાહ દુર્ગમાં 1 કલાક 40 મિનિટ રોકાશે
આ પહેલા રાયપુર એરપોર્ટ પર પૂર્વ સીએમ રમણ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે અરુણ સો, રામવિચાર નેતામ, બ્રિજમોહન અગ્રવાલ, અજય ચંદ્રાકર, રાજેશ મુનાત સહિત ભાજપના ઘણા નેતાઓ હાજર હતા. અમિત શાહ દુર્ગમાં 1 કલાક 40 મિનિટ રોકાશે. આ દરમિયાન પદ્મશ્રી ભિલાઈના સેક્ટર 1માં ઉષા બાર્લેના ઘરે જશે. આ પછી રવિશંકર સ્ટેડિયમમાં દુર્ગ પહોંચશે અને બપોરે 3 વાગ્યા સુધી જનસભાને સંબોધિત કરશે. આ પછી બપોરે 3.15 કલાકે બાલાઘાટ હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશ જવા રવાના થશે.

ફિલ્મ આદિપુરુષને લઈ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો 
છેલ્લા ઘણા સમયથી પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' ચર્ચામાં હતી. લાંબી રાહ જોયા બાદ આ ફિલ્મ 16 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કર્યુ. 'આદિપુરુષ'એ શરૂઆતના દિવસે 100 કરોડથી વધુની કમાણી કરી હતી. આ સાથે 'આદિપુરુષ' હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મની યાદીમાં સામેલ થઈ ગઈ છે. 'આદિપુરુષ'ની શરૂઆત સારી હતી, પરંતુ ધીમે ધીમે તેના ક્લેક્શનમાં ઘટાડો થવા લાગ્યો છે

500 કરોડના બજેટની ફિલ્મ
રિપોર્ટ્સ અનુસાર, ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' બનાવવામાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મે પહેલા બે દિવસમાં ધમાકેદાર કમાણી કરી હતી. પરંતુ 'આદિપુરુષ'ની સામગ્રી અને સંવાદની ચારેબાજુ ટીકા થવા લાગી. ઘણી જગ્યાએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. હવે આ વિવાદોને કારણે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો આમ જ ચાલ્યું તો ફિલ્મ માટે બીજું અઠવાડિયું ઘણું મુશ્કેલ બની જશે. ઉલ્લેખનીય છે કે , ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ 'આદિપુરુષ'માં પ્રભાસે  ભગવાન રામની ભૂમિકા ભજવી છે. કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળી હતી. જ્યારે સૈફ અલી ખાને રાવણનો રોલ કર્યો છે.

તમામ રસ્તાઓ પર પોલીસ જવાનો તૈનાત 
પદ્મશ્રી ઉષા બાર્લેના ઘર તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે દુર્ગ પોલીસે 500 થી વધુ જવાનોને ફરજ પર મુક્યા છે. હાલમાં તેમના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. આ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ટીઆઈ અને અન્ય મોટા અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. તેમના રહેઠાણને રંગવાની સાથે આસપાસની સફાઈ પણ કરવામાં આવી છે.
 
ઉષા બાર્લે સાથેની મુલાકાતનું રાજકીય મહત્વ
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, તેઓ ભાજપની ટિકિટ પર અહિવારા વિધાનસભા અથવા પાટણ વિધાનસભા બેઠક પરથી ઉષા બરલે ચૂંટણી લડી શકે છે. પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમની રજૂઆતથી ખૂબ પ્રભાવિત થયા હતા. બાદમાં એવી ચર્ચા હતી કે, તેઓ આગામી દિવસોમાં ભાજપમાં પ્રવેશ કરી શકે છે.

ટ્રાફિક પોલીસે રૂટ અને પાર્કિંગ પ્લાન તૈયાર કર્યો
ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો આવે તેવી શક્યતા છે. દુર્ગ ટ્રાફિક પોલીસે પાર્કિંગ પ્લાન તૈયાર કર્યો છે. આ સાથે વિવિધ રૂટ પરથી આવતા વાહનો માટે રૂટ ચાર્ટ પણ નક્કી કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલ રૂટ ચાર્ટ મુજબ, રાજનાંદગાંવ અને બાલોદ તરફથી આવતા વાહનોને પુલગાંવ ચોક-પોટિયા ચોક-મહારાજા ચોક-સોની ફર્નિચર-મિની સ્ટેડિયમ પદ્મનાભપુરની સામે પાર્ક કરવામાં આવશે અને સ્થળ તરફ આગળ વધશે.

પાટણ અને ઉટાઈ તરફથી આવતા વાહનોને એમડી ચોક, જેલ તિરાહા, પોલીસ લાઈન અને કન્યા કોલેજ ખાતે પાર્ક કરવામાં આવશે. નહેરુનગર તરફથી આવતા વાહનોને વાય શેપ બ્રિજથી સાયન્સ કોલેજ, માલવિયા નગર ચોક, બોયઝ હોસ્ટેલ, ખાલસા પબ્લિક સ્કૂલ ખાતે પાર્ક કરવામાં આવશે. તેવી જ રીતે ધામડા બાજુથી આવતા વાહનોને ગ્રીન ચોક, રેલ્વે સ્ટેશન, માલવીયા નગર, પોલીટેકનીક કોલેજ ખાતે પાર્ક કરવામાં આવશે. પટેલ ચોક તરફથી આવતા વાહનોને ખટાઈ તિરાહા, જેઆરડી સ્કૂલ પાસે પાર્ક કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ