બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Bhupendra government can give relief to parents of private school students, find out what
Last Updated: 08:00 PM, 14 October 2021
ADVERTISEMENT
રાજ્યમાં ખાનગી શાળાઓને લઈને એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે.જેમાં ખાનગી સ્કૂલોની ફીમાં રાહત મળી શકે છે. રાજ્યના શિક્ષણ વિભાગે ફી માળખાની કામગીરી હાથમાં લીધી છે.ત્યારે, વાલીઓને રાહત મળે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.
પહેલું સત્ર પૂર્ણ -ફી અંગે અવઢવ
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના કાળમાં શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વર્ગને મોટો ફટકો પડ્યો છે. શિક્ષણ કથળી ગયું. શાળાઓ બંધ અને વિધાર્થીઓએ ઓન લાઈન શિક્ષણ પ્રાપ્ત કરવું પડ્યું.છેલ્લા દોઢા વર્ષથી શાળાનું પતંગન નાં જોઈ શકેલા બાળકો હવે શિક્ષણ કાર્ય ચૂકશ નિયમપાલન સાથે થતા રાહત અનુભવી રહ્યા છે. આ વચ્ચે,રાજ્યના શિક્ષણ વિભાગે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની ફી ને લઈને કામગીરી હાથ ધરી છે. એક માહિતી પ્રમાણે,ખાનગી શાળાઓમાં ભણતા બાળકો માટે રાજ્ય સરકાર,ફી માં રાહત આપી શકે છે. છેલ્લા દોઢ વર્ષથી બાળકોના કેટલાય વાલીઓના ધંધા -રોજગાર ઠપ થઇ ગયા છે તો કેટલાય બાળકોએ વાલીમાથી કોઈ એક માતા કે પિતા ગુમાવ્યા છે. આવા સંજોગોમાં વિવિધ વાલી મંડળોએ ફીમાં મોટી રાહત આપવા માંગણીઓ પણ વારંવાર કરી છે. વાલી મંડળની માગણીઓ દરમિયાન જ ગુજરાતમાં સત્તા પરિવર્તન થતા,હવે વાલીઓને પણ કઈક નક્કર પગલાં ભરાશે અને ફીમાં મોટી રાહત મળવાના અણસાર આવવા લાગ્યા છે.
રાજ્ય સરકારે ખાનગી શાળાઓના ફીના માળખાની કામગીરી હાથ ધરી છે.અને વાલીઓને ફીમાં રાહત મળે તેવા અણસાર છે. જો કે, નવા શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર પૂર્ણ થવા ના આરે છે ત્યારે, હવે ધોરણ 1 થી 5 નાં વર્ગો દિવાળી વેકેશન બાદ જ શરુ થયા તેવા સંજોગો છે. આ દરમિયાન રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દિવાળી પહેલા જ ખાનગી શાળાઓની ફી નું માળખું જાહેર કરી આપે તો તેમાં નવાઈ નહિ રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.