બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch city, a gang has been caught stealing wallets and money from passengers in a rickshaw

ક્રાઈમ / રિક્ષામાં બેસતા પહેલા ચેતજો! નહીં તો પાકીટ થઈ જશે ગાયબ, ભરૂચમાં 3ની ધરપકડ

Dinesh

Last Updated: 08:10 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharuch crime news: ભરૂચ પોલીસે 89 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ મુસાફરોના પાકીટ અને રોકડા રૂપિયા કાઢી લેતા હતા

ભરૂચ શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી પર્સ અને પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈ છે. ભરૂચ પોલીસે 89 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ મુસાફરોના પાકીટ અને રોકડા રૂપિયા કાઢી લેતા હતા. 

આ ટોળકી રોજ શહેરમાં આવી તેમની રીક્ષામાં બેસતા મુસાફરોને નિશાન બનાવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાં ડિવિઝન પોલીસ વિસ્તારના રેલ્વે સ્ટેશન સર્કલથી ફ્રૂટ માર્કેટની સામે રોટરી કલબ સુધીમાં જૂના તવરા ગામના યુવાનને રિક્ષામાં બેસાડી રિક્ષા ચાલક સહિત તેના બે સાગરીતોએ ગત તારીખ 3 એપ્રિલના રોજ ખિસ્સામાંથી 15 હજાર રોકડા કાઢી લઈ ફરાર થયા હતા. જ્યારે ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી એસટી ડેપો સુધીમાં દંપતીને બેસાડી તેઓના રોકડા 2 હજાર અને દસ્તાવેજોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી.

વાંચવા જેવું: ભાજપ નેતાએ કરી રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવાની માંગ, દિલ્હી સુધી વાત પહોંચી

પોલીસે કુલ 89 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો
આ બંને ગુનાઓ અંગે ભરુચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગુનાની ગંભીરતા જોઈ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈએ સ્ટાફના માણસોને આ ટોળકીને ઝડપી પાડવા સૂચના આપી હતી. એ ડીવીઝન સર્વેલન્સનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટની ઘટનાને અંજામ આપતા ઇસમો સ્ટેશન રોડ પર સુપર માર્કેટ સામે રોડ ઉપર રીક્ષા નંબર GJ 16 W 0192 લઈ ઉભેલા છે. પોલીસે વોચ ગોઠવી કોસંબાની સોસાયટીમાં રહેતો કાદર અબ્દુલ શેખ, અમીન હનીફ નાનાબાવા તેમજ ઇમરાન યાકુબ પટેલને પકડી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી ઓટો રીક્ષા, 3 મોબાઈલ ફોન તેમજ રોકડા 18 હજાર સહિત કુલ 89 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ