બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar District BJP General Secretary Praveen Singh Jadeja has written a letter to Rupala and PM Modi

જામનગર / ભાજપ નેતાએ કરી રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવાની માંગ, દિલ્હી સુધી વાત પહોંચી

Dinesh

Last Updated: 07:47 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lok sabha elections 2024: જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ રૂપાલા અને PM મોદીને પત્ર લખ્યો છે. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવા વિનંતી કરી છે

ગુજરાતના રાજકારણમાં હાલ કોઈ ચર્ચામાં હોય તો એ છે રુપાલા અને રાજપૂતો. રુપાલા ચૂંટણી લડવા માટે અડીખમ છે તો રાજપૂતો રુપાલાને હટાવવા મક્કમ છે. આ લડાઈ હવે થંભવાના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા.. ત્યારે પરષોત્તમ રૂપાલાના વિવાદને લઈ જામનગર જિલ્લા ભાજપ મહામંત્રીએ મૌન તોડ્યું છે અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા વિનંતી કરી છે.

 

પ્રવીણસિંહ જાડેજાએ રૂપાલા અને PM મોદીને પત્ર લખ્યો
જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ રૂપાલા અને PM મોદીને પત્ર લખ્યો છે. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવા વિનંતી કરી છે.  ક્ષત્રિય સમાજની અસ્મિતા અને દેશમાં શાંતિ જળવાઈ રહે તેવો નિર્ણય લેવા વિનંતી કરી છે. 

 પત્રમાં શું લખ્યુ ?
તેમણે પત્રમાં લખ્યું કે, રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિવેક ભાન ભૂલીને “રાજા રજવાડાઓ એ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહારો કર્યા" તેવું પોતાના પ્રવચનમાં બોલ્યા જેને કારણે રાજા રજવાડાઓના પરિવાર તથા સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાય અને તેમના માન સન્માનને ખૂબ મોટી ઠેસ પહોંચી જેથી રૂપાલા પ્રત્યે સમગ્ર ક્ષત્રિય સમાજમાં અતિ તીવ્ર રોષની લાગણી વ્યાપેલ છે. રૂપાલા પણ પોતાની ભૂલ સ્વીકારીને સમગ્ર ક્ષત્રિય સમાજની ત્રણ વખત માફી માંગેલ તેમજ પક્ષના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ ક્ષત્રીય સમાજની માફી માંગી છતાં ક્ષત્રિય સમાજનો રોષ તસુભાર પણ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલા સાહેબને લોકસભાની આ ચૂંટણીના ઉમેદવાર તરીકેની પાર્ટીની ટિકિટ રદ થાય અને આ ચૂંટણીમાં રૂપાલાને અન્ય કોઈપણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કરવામાં ન આવે...

વિગતે પત્ર વાંચવા અહીં ક્લિક કરો.

વાંચવા જેવું: Why ne kaho Bye / સ્વસ્તિક કરો અને પછી જુઓ તેના ફાયદા

પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ વિરોધ યથાવત
રાજપૂત સમાજની રૂપાલા સામે નારાજગી યથાવત જોવા મળી રહી છે. નારાજગીમાં રાજકારણ ભળ્યું છે. ભાજપ-કોંગ્રેસના એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ કરે છે. ક્ષત્રિય સમાજ અંગે ભાજપ-કોંગ્રેસના આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યાં છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શમી રહ્યો નથી, ત્યારે  સવાલ એ છે કે વિવાદનો અંત કેવી રીતે આવશે? વિવાદ પૂરો કરવામાં મહત્વની ભૂમિકા કોણ ભજવશે? આરોપ-પ્રત્યારોપની જગ્યાએ વિવાદ પૂરો કરવા અંગે વાત કેમ નહીં?

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ