ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / Bharat Biotech uses 'calf serum' to make Covaxin? Experts call it 'standard practice'
ADVERTISEMENT
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે કોવેક્સિનમાં ગાયના વાછડાનું લોહી મિક્સ કરેલું છે. આ અફવા ફેલાતા સરકારને ખુલાસો આપવા આગળ આવવું પડ્યું છે. આ દાવાને ફગાવી દેતા કેન્દ્ર સરકારે કહ્યું આ કેસમા કોઈ તથ્ય નથી અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં થાય છે
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે નવજાત વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં તથા વિકસીત કરવા માટે કરવામાં આવે છે.
દુનિયાભરમાં વીરો સેલ્સની ગ્રોથ માટે અલગ અલગ પ્રકારના ગૌવંશ તથા બીજા પ્રાણીઓના સીરમનો ઉપયોગ કરાય છે. આ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. પરંતુ તેનો ઉપયોગ શરુઆતના તબક્કામાં જ થાય છે. વેક્સિનના ઉત્પાદનમાં છેલ્લા તબક્કામાં તેનો કોઈ ઉપયોગ થતો નથી. આ રીતે તેને વેક્સિનનો હિસ્સો ન ગણી શકાય.
ADVERTISEMENT
પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં પણ વાછડાના સીરમનો ઉપયોગ થાય છે
ADVERTISEMENT
મંત્રાલયે કહ્યું કે દાયકાઓથી વાછડાના સીરમનો ઉપયોગ પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં કરવામાં આવતો હોય છે. મંત્રાલયે કહ્યું કે વીરો સેલ્સને ડેવલપ કર્યા બાદ ઘણી વાર પાણી અને કેમિકલ્સથી ધોવામાં આવે છે. આ પ્રોસેસને બફર પણ કહેવાય છે. ત્યાર બાદ આ વેરો સેલ્સને વાયરલ ગ્રોથ માટે કોરોના વાયરસ સાથે સંક્રમિત કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ