ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / bhai dooj 2023 started to celebrate bhai dooj ki puranik kathayen

ભાઈબીજ 2023 / કેમ મનાવાય છે ભાઈબીજનો તહેવાર? ઈતિહાસમાં યમરાજ સાથે શું છે નાતો? પાપોની માફી માંગશો તો મળશે ક્ષમા

Published By: Vikram Mehta

Last Updated: 09:17 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનની જેમ ભાઈબીજના દિવસે પણ બહેનો ભાઈના દીર્ઘાયુ માટે કામના કરે છે. ભાઈબીજના દિવસે બહેનો ભાઈના કપાળ પર તિલક કરે છે અને મિઠાઈ ખવડાવીને તેમને નારિયેળ આપે છે.

ADVERTISEMENT

  • દિવાળીના 3 દિવસ પછી ભાઈબીજ ઊજવવામાં આવે છે
  • ભાઈબીજના દિવસે બહેનો ભાઈના દીર્ઘાયુ માટે કામના કરે છે
  • જાણો ભાઈબીજ માટે કઈ કથા પ્રચલિત છે

દિવાળીના 3 દિવસ પછી ભાઈબીજ ઊજવવામાં આવે છે. આ વર્ષે 15 નવેમ્બરના રોજ ભાઈબીજ છે. રક્ષાબંધનની જેમ ભાઈબીજના દિવસે પણ બહેનો ભાઈના દીર્ઘાયુ માટે કામના કરે છે. ભાઈબીજના દિવસે બહેનો ભાઈના કપાળ પર તિલક કરે છે અને મિઠાઈ ખવડાવીને તેમને નારિયેળ આપે છે. 

તમામ જગ્યાએ ભાઈબીજ માટેની અલગ અલગ માન્યતાઓ પ્રવર્તી રહી છે. ઉત્તર ભારતમાં બહેનો ભાઈઓને તિલક અને અક્ષત લગાવીને નારિયેળ ભેટમાં આપે છે. પૂર્વીય ભારતમાં બહેનો શંખનાદ પછી તિલક લગાવીને ભેટ આપે છે. આ દિવસે બહેનો ભાઈઓના દીર્ઘાયુ માટે વ્રત કરે છે અને ભોજન કરાવ્યા પછી વ્રત ખોલે છે. 

ભાઈબીજ શા માટે ઊજવવામાં આવે છે?
ભાઈબીજના દિવસે ભાઈને તિલક કર્યા પછી ભોજન કરાવવાની ધાર્મિક માન્યતા છે. કહેવામાં આવે છે કે, બહેનો આ દિવસે શ્રદ્ધા અને આદરપૂર્વક તિલક તથા ભોજન કરાવે છે. જે ભાઈઓ બહેનના આતિથ્યનો સ્વીકાર કરે છે, તેમની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને યમરાજનો ભય રહેતો નથી. આ દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરે તો અકાળ મૃત્યુનું જોખમ દૂર થાય છે. ઉપરાંત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. 

ભાઈબીજની પૌરાણિક કથા
સ્કંદપુરાણ અનુસાર ભગવાન સૂર્ય અને તેમના પત્ની સંજ્ઞાને બે સંતાન (યમરાજ-દીકરો, યમુના-દીકરી) હતા. યમરાજ પાપીઓને દંડ આપતા હતા. યમુના મનથી પવિત્ર હતા અને તે લોકોને દુખી જોઈ શકતા નહોતા, આ કારણોસર તે ગોલોકમાં રહેતા હતા. એક દિવસ યમુનાએ તેના ભાઈ યમરાજને ગોલોકમાં ભોજન માટે આમંત્રણ આપ્યું, તો બહેનના ઘરે જતા પહેલા યમરાજે નરકવાસીઓને મુક્ત કરી દીધા હતા. 

બીજી કથા અનુસાર ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરને હરાવ્યા પછી તેમની બહેન સુભદ્રાને મળવા માટે ગયા હતા. ત્યારથી આ દિવસને ભાઈબીજ તરીકે ઊજવવામાં આવે છે. માનવામાં આવે છે કે, સુભદ્રાની જેમ ભાઈના માથા પર તિલક લગાવીને સત્કાર કરવાથી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ ગાઢ થાય છે. આ દિવસે ભાઈ અને બહેને યમુનામાં સ્નાન કરવાની માન્યતા છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક પાપોની માફી માંગવામાં આવે તો યમરાજ ક્ષમા કરી દે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

bhai dooj bhai dooj 2023 bhai dooj puranik katha celebrate bhai dooj ભાઈબીજ ભાઈબીજ કથા યમુના અને યમરાજ bhai dooj 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ