ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / between corona risk the president of the bcci said that ipl matches are not cancel

IPL 2020 / કોરોનાના જોખમ વચ્ચે IPLનું શું થશે? BCCIના પ્રમુખે કહ્યું કે...

Published By: Intern

Last Updated: 03:27 PM, 6 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં પણ કોરોના વાયરસ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે, શું આ રોગચાળા વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020નું આયોજન કરવામાં આવશે? BCCIએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે, IPL 2020 ચાલુ રહેશે અને કોરોના વાયરસ સંબંધિત તમામ જરૂરી પગલા લેવામાં આવશે.

ADVERTISEMENT

  • ગાંગુલીએ  IPL સામે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું 
  • IPL2020 ચાલુ રહેશે-BCCIના પ્રમુખ 
  • કોરોના વાયરસ સંબંધિત તમામ જરૂરી પગલા લેવામાં આવશે
BCCI પ્રમુખ: સૌરવ ગાંગુલી

BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે, IPL ટૂર્નામેન્ટની મેચ રમાશે. 29 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં આરોગ્ય અને કોરોાના વાયરસ ફેલાતા અટકાવવા માટે બોર્ડ દરેક જરૂરી પગલા લેવા તૈયાર છે. તેમને પૂછવામાં આવ્યું કે, બોર્ડ કોરોના વાયરસ સામે કેવી રીતે કાર્યવાહી કરવા તૈયાર છે અને શું  IPLનું આયોજન કરવામાં આવશે? બોર્ડ અધ્યક્ષે કહ્યું, "IPLચાલુ છે."

આરોગ્ય મંત્રાલય દ્વારા મળેલી સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોરોના વાયરસના 31 કેસોની ખાતરી થઈ છે. ઇ.એસ.પી.એન.ના રિપોર્ટમાં BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, બોર્ડ સરકારની માર્ગદર્શિકાના પગલે કોરોના વાયરસના સંબંધમાં દરેક જરૂરી પગલા લેવા તૈયાર છે.

આ સંદર્ભમાં તમામ હિસ્સેદારો, ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી, એરલાઇન્સ, ટીમ હોટલ, બ્રોડકાસ્ટિંગ ક્રૂ અને આ લીગ સાથે સંકળાયેલ તમામ લોકોને જરૂરી સાવચેતી રાખવા સરકારના સૂચનોનું પાલન કરવાનું કહેવામાં આવશે.

બોર્ડે એમ પણ કહ્યું છે કે, ખેલાડીઓને ચાહકો સાથે હાથ ન મલાવવાનું કહેવામાં આવશે અને કોઈ પણ  જે ડિવાઇસ તેમનું ના હોય તેવી તસવીરો પર ક્લિક ન કરવાનું કહેવામાં આવશે. અત્યાર સુધીમાં, કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં 3,300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

તેના વધતા જતા જોખમને લીધે ઘણી રમતગમતની ઈવેન્ટ રદ કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ઇવેન્ટ વિશે પણ આ જ સવાલ ઉભા થઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Corona Virus IPL2020 Saurav Ganguli આઈપીએલ2020 કોરોના વાયરસ બીસીસીઆઇ સૌરવ ગાંગુલી IPL 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ