બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બંગાળમાં 'હાઈવોલ્ટેજ ડ્રામા': TMC એ વીડિયો જાહેર કરી લગાવ્યા ગંભીર આક્ષેપ, ચૂંટણી પંચે પુરાવા સાથે આપ્યો જવાબ
Last Updated: 11:01 PM, 30 April 2026
પશ્ચિમ બંગાળમાં મતગણતરીના ગણતરીના કલાકો પહેલા સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ટીએમસીએ સીસીટીવી ફૂટેજ શેર કરીને આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ ભાજપની મદદ કરી રહ્યું છે અને મશીનો સાથે છેડછાડ થઈ રહી છે. જોકે, ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દેતા સ્પષ્ટતા કરી છે કે વીડિયોમાં દેખાતી પ્રવૃત્તિ પોસ્ટલ બેલેટના વર્ગીકરણની હતી, જેની જાણ તમામ પક્ષોને અગાઉથી કરવામાં આવી હતી. એક્ઝિટ પોલ્સમાં ભાજપને બહુમતી મળવાના અનુમાન બાદ મમતા બેનર્જીએ કાર્યકરોને 24 કલાક સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા અપીલ કરી છે.
ADVERTISEMENT
❗️ALARMING❗️
— All India Trinamool Congress (@AITCofficial) April 30, 2026
This is the murder of democracy in broad daylight.
CCTV footage has exposed how @BJP4India, in active collusion with the @ECISVEEP, is opening ballot boxes without the presence of any relevant party stakeholders. This is gross electoral fraud being committed openly… pic.twitter.com/aSe36kGKPI
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટીએમસીના વરિષ્ઠ નેતાઓ શશિ પાંજા અને કુણાલ ઘોષે કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમની બહાર ધરણા શરૂ કર્યા. ટીએમસીનો મુખ્ય આરોપ છે કે જ્યારે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો ત્યારે તેમને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી ન હતી. પાર્ટીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે ત્યાં કોઈ અધિકૃત એજન્ટ હાજર નહોતા ત્યારે અંદર કોણ હતું અને તેઓ શું કરી રહ્યા હતા? મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સખાવત મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ પહોંચી ગયા હતા, જ્યાં ભવાનીપુર વિધાનસભાના બેલેટ બોક્સ રાખવામાં આવ્યા છે. તેમણે પોતાના કાર્યકરોને ચેતવણી આપી છે કે મશીનોની અદલાબદલી કરવાની સાઝિશ રચાઈ રહી છે, તેથી તેમણે રક્ષણ માટે ચોવીસો કલાક તૈનાત રહેવું પડશે.
ADVERTISEMENT
ECI officials say - "With reference to video being circulated on social media handles :
— ANI (@ANI) April 30, 2026
1. There are 7 AC strong rooms inside the Kgudiram Anushilan Kendra.
2. They all have been duly closed and sealed in the presence of Candidates/Election agents and General Observer after… https://t.co/9TFRtcCVf0
ટીએમસીના આ આક્રમક વલણ સામે ચૂંટણી પંચે તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. પંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમામ 7 EVM સ્ટ્રોંગ રૂમ સંપૂર્ણપણે સીલ અને સુરક્ષિત છે. પંચે ખુલાસો કર્યો કે જે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે, તેમાં દેખાતી ગતિવિધિ EVM સાથે જોડાયેલી નથી, પરંતુ તે પોસ્ટલ બેલેટના સેગ્રીગેશન (વર્ગીકરણ) ની પ્રક્રિયા હતી. આ પ્રક્રિયા નિયમ મુજબ સાંજે 4 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી અને તેની જાણ તમામ રાજકીય પક્ષોને ઇમેઇલ અને રિટર્નિંગ ઓફિસર (RO) મારફતે અગાઉથી જ આપી દેવામાં આવી હતી. પંચે ઉમેર્યું કે વીડિયોમાં સાંજે 5:55 નો સમય દેખાય છે, જે સૂચવે છે કે તે સત્તાવાર કામકાજ દરમિયાનનો જ વીડિયો છે.
ADVERTISEMENT
#WATCH | Kolkata | TMC leader Shashi Panja says, "...Who are the ones inside the strong room?... One cannot go inside the strong room...We should have information about what is happening inside the strong room...Something fishy is going on...There are loopholes in the system..." https://t.co/9TFRtcCVf0 pic.twitter.com/Hn7qXPf1K3
— ANI (@ANI) April 30, 2026
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીના આ વિરોધને હારના ડર તરીકે ગણાવ્યો છે. ભાજપના નેતા સમીક ભટ્ટાચાર્યએ દાવો કર્યો છે કે શશિ પાંજા પોતાની બેઠક હારી રહ્યા છે, તેથી તેઓ આવા નાટકો કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ટીએમસી સરકારના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભાજપે ઉચ્ચ મતદાનને 'પેરિબર્તન' એટલે કે પરિવર્તનનો સંકેત ગણાવ્યો છે. રાજ્યમાં 23 અને 29 એપ્રિલના રોજ યોજાયેલા બે તબક્કાના મતદાનમાં 90 ટકાથી વધુ મતદાન નોંધાયું છે, જેણે તમામ રાજકીય સમીકરણોને વધુ જટિલ બનાવી દીધા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રિકેટ / વૈભવ સૂર્યવંશીની સૌથી મોટી કમજોરી શું છે? આ દિગ્ગજના જવાબથી તમે રહી જશો દંગ
આ સમગ્ર વિવાદની પાછળ એક્ઝિટ પોલ્સના આંકડાઓ પણ જવાબદાર માનવામાં આવે છે. 'ટુડેઝ ચાણક્ય' સહિત પાંચ મોટા સર્વેમાં ભાજપને 192 થી વધુ બેઠકો મળવાનું અનુમાન છે, જે બહુમતીના 147 ના આંકડાથી ઘણું વધારે છે. મમતા બેનર્જીએ આ અનુમાનોને 'ભાજપનું મીડિયા અભિયાન' ગણાવી ફગાવી દીધા છે અને દાવો કર્યો છે કે તેમની પાર્ટી 226 થી વધુ બેઠકો જીતશે. બંગાળની જનતા અને સમગ્ર દેશ હવે 4 મે ના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે નક્કી કરશે કે બંગાળમાં મમતાનો જાદુ ચાલશે કે કેસરીયો લહેરાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.