બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / વૈભવ સૂર્યવંશીની સૌથી મોટી કમજોરી શું છે? આ દિગ્ગજના જવાબથી તમે રહી જશો દંગ

ક્રિકેટ / વૈભવ સૂર્યવંશીની સૌથી મોટી કમજોરી શું છે? આ દિગ્ગજના જવાબથી તમે રહી જશો દંગ

Ajitsinh Jadeja

Last Updated: 09:26 PM, 30 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vaibhav Sooryavanshi : વૈભવ સૂર્યવંશીની સૌથી મોટી કમજોરી વિશે પૂછવામાં આવતા વેસ્ટ ઈન્ડિઝના એક દિગ્ગજ ક્રિકેટરે ચોકાવનારો જવાબ આપ્યો છે.

વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં 1,000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ 15 વર્ષીય ખેલાડીએ પોતાની આક્રમક બેટિંગથી વિશ્વભરમાં સનસનાટી મચાવી છે. તેણે જોશ હેઝલવુડ, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ બોલરોના બોલ પર છગ્ગા ફટકાર્યા છે. હાલમાં દરેક બોલર જાણવા માંગે છે વૈભવની કમજોરી શું છે અને તેને કેવી રીતે આઉટ કરી શકાય? વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર ઇયાન બિશપે આ પ્રશ્નનો આશ્ચર્યજનક જવાબ આપ્યો છે.

વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026 માં અત્યાર સુધીમાં 400 રન બનાવ્યા છે. તે આ સિઝનમાં ઓરેન્જ કેપ જીતવાના દાવેદારોમાંનો એક છે. તેણે આ સિઝનમાં બે અર્ધશતક ઉપરાંત 36 બોલમાં સદી પણ ફટકારી છે.

વૈભવ સૂર્યવંશીની કમજોરી શું છે?

વૈભવ સૂર્યવંશીની સૌથી મોટી કમજોરી વિશે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર ઇયાન બિશપે કહ્યું કે ગુડ લેંથથી થોડા પાછળ ટપ્પા ખાતા બોલએ તેને પરેશાન કર્યો છે, પરંતુ એકવાર તે સેટ થઈ જાય તો તે આવા બોલને મેદાનની બહાર મોકલી શકે છે.

તેમણે કહ્યું, "ટેકનિકલી રીતે તેનું બેટ સ્વિંગ ખૂબ અનોખુ છે, તે બેઝબોલ સ્ટાઇલમાં બેટને સ્વિંગ કરે છે. તેની કમજોરી શું છે તે કહેવું મુશ્કેલ છે. બેક-ઓફ-એ-લેન્થ ડિલિવરીએ તેને પરેશાન કર્યો છે, પરંતુ તમે આ બોલિંગથી તેને ઝડપથી આઉટ ન કરી શકો તો વૈભવ બાઉન્ડ્રી બહાર મોકલી શકે છે. મને નથી લાગતું કે વૈભવમાં હજુ સુધી આવી કોઈ કમજોરી છે."

VTV DIGITAL

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / માત્ર રિયાન પરાગ જ નહીં, LIVE મેચમાં આ મોટા ક્રિકેટર્સ કરી ચુક્યા છે સ્મોકિંગ

ભગવાને તેને AI ચિપ લગાવી આપી છે

તાજેતરમાં એક પાકિસ્તાની નિષ્ણાતે વૈભવ સૂર્યવંશી પર આરોપ લગાવ્યો કે તેના બેટમાં AI ચિપ ફીટ કરી આવે છે જેથી તે વધુ શક્તિથી શોટ રમી શકે. આ દાવાની સોશિયલ મીડિયા પર વ્યાપકપણે મજાક ઉડાવવામાં આવી હતી. વૈભવ સૂર્યવંશીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભગવાને તેના બેટમાં પહેલાથી જ AI ચિપ લગાવી દીધી છે, જેનો તેઓ સારો ઉપયોગ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 vaibhav Suryavanshi Ian Bishop
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ