બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માખણની જેમ પીગળી જશે પેટ-શરીરની ચરબી, કેલેરી બર્ન કરવામાં આ કસરત છે સૌથી બેસ્ટ

હેલ્થ / માખણની જેમ પીગળી જશે પેટ-શરીરની ચરબી, કેલેરી બર્ન કરવામાં આ કસરત છે સૌથી બેસ્ટ

Nirav Kumar

Last Updated: 12:19 AM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઘટાડવા માટે માત્ર ડાયટ જ મહત્વનું નથી તેની સાથે કસરત પણ જોડવામાં આવે તો તે વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. ચાલો એવી કસરત વિષે જાણીએ જેને તમે જીમમાં ગયા વગર પણ કરી શકો છો.

અત્યારની ફાસ્ટ લાઇફસ્ટાઇલ અને ડેસ્ક જોબ્સને કારણે વજન વધવું એક કોમન સમસ્યા બની ગઈ છે. ઘણા લોકોને ફિટ રહેવું હોય છે પણ તેમની પાસે જીમ જવા માટે સમય નથી હોતો. એવામાં ફિટનેસ એક્સપર્ટ માને છે કે માત્ર આહાર દ્વારા વજન ઘટાડવું મુશ્કેલ છે. વજન ઘટાડવા કસરત સાથે જોડવું પણ જરૂરી છે. જેમાં અમુક વર્કઆઉટ્સ ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે કઈ કસરતો સૌથી વધુ કેલરી બર્ન કરે છે.

  • માઉન્ટેન કલાઈમ્બર્સ

પેટની ચરબી ઘટાડવા માટે આ શાનદાર કસરત છે. તે કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગને જોડે છે. તે કરીને તમે પ્રતિ મિનિટ આશરે 10 થી 12 કેલરી બર્ન કરી શકો છો.

  • જમ્પિંગ જેક્સ

આ કાર્ડિયો કસરત તરત જ મેટાબોલિઝ્મને વેગ આપે છે. તમે તેને ગમે ત્યાં સરળતાથી કરી શકો છો. જ્યારે તેને મધ્યમ તીવ્રતા પર કરવામાં આવે છે ત્યારે તે પ્રતિ મિનિટ આશરે 8 થી 12 કેલરી બર્ન કરે છે.

VTV DIGITAL
  • સ્વિમિંગ

સાંધાનો દુખાવો અટકાવવા અને વજન ઘટાડવા માટે સ્વિમિંગ બેસ્ટ છે. પાણીનું રજિસ્ટેંન્સ માટે વધુ શક્તિની જરૂર પડે છે. તરવાથી પ્રતિ મિનિટ 10 થી 13 કેલરી બર્ન થઈ શકે છે.

  • રનિંગ

દોડવું એ એક્સ્ટ્રા ચરબી ઉતારવા માટે એક જૂની રીત છે. અમુક ચોક્કસ સ્પીડ઼ે દોડવાથી શરીરની ચરબી ઝડપથી ઘડે છે. દોડવાથી તમે પ્રતિ મિનિટ 11 થી 16 કેલરી બર્ન કરી શકો છો.

  • હાઈ નીઝ

હાઈ નીઝ કોર અને પગ પર કામ કરે છે. તેને ઝડપથી કરવાથી મેટાબોલિઝ્મમાં વધારો થાય છે. આ કસરત તીવ્ર રીતે કરવામાં આવે તો પ્રતિ મિનિટ આશરે 12 થી 15 કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

  • સાયકલિંગ

સાયકલિંગ વજન ઘટાડવાની એક મજેદાર રીત છે. દરરોજ 30 મિનિટ સાયકલિંગ તમને ફિટ રહેવામાં મદદ કરી શકે છે. ફાસ્ટ સ્પીડે સાયકલિંગ કરવાથી પ્રતિ મિનિટ આશરે 12 થી 16 કેલરી બર્ન થઇ શકે છે.

વધુ વાંચો: મહિનામાં 5 કિલો વજન ઘટી જશે, રોજ કરો ખાલી આટલું કામ, ઝડપથી ચરબી ઓગળશે

  • બર્પીઝ

બર્પીઝને ફૂલ બોડી કસરત માનવામાં આવે છે. તે તમારા હૃદયના ધબકારા વધારીને કેલરી બર્ન કરે છે આ સાથે તમારા સ્નાયુઓને ટોન કરે છે. તે પ્રતિ મિનિટ લગભગ 10 થી 15 કેલરી બર્ન કરે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Exercises Weight Loss Jumping Jacks
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ