ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Beggar found in possession of over Rs 2.58 lakh in J-K's Rajouri!

મહામારી / વૃદ્ધ ભીખારીની ઝૂંપડીમાંથી મળ્યા એટલા રુપિયા કે અધિકારીઓને ગણતા લાગ્યાં 3 કલાક

Published By: Hiralal

Last Updated: 07:37 PM, 2 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતી વૃદ્ધ ભીખારી પાસેથી 2.58 લાખની રોકડ મળી આવતા અધિકારીઓ તો આભા બની ગયા હતા.

ADVERTISEMENT

  • જમ્મુ કાશ્મીરના રાજોરીની ઘટના
  • વૃદ્ધા પાસેથી મળી 2.58 લાખની રોકડ 
  • અધિકારીઓને રુપિયા ગણતા લાગ્યાં 3 કલાક 

રાજોરીમાં 70 વર્ષીય વૃદ્ધ મહિલા તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતી હતી અને ભીખ માંગીને નિર્વાહ કરતી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રસ્તા પરની ઝૂંપડીઓ હટાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જે અનુસાર વહિવટી તંત્રની એક ટીમ વૃદ્ધાની ઝૂંપડી હટાવવા માટે પહોંચી ત્યારે  નોટોની થોકડીઓ નજરમાં આવતા અધિકારીઓને ભારે નવાઈ લાગી હતી.

ત્યાર બાદ અધિકારીઓ દ્વારા નોટની ગણતરી કરવામાં આવી અને કુલ રુ.2.58 લાખની રકમ મળી. 100 કરતા પણ વધારે કવરમાં રાખવામાં આવેલી 10,20,50 અને 100 ની નોટો અને સિક્કાઓની ગણતરી કરતા અધિકારીઓને ત્રણ કલાકનો સમય લાગી ગયો. 

રાજોરીના ઉપ જિલ્લા નોશહરના વોર્ડ નંબરમાં નવમાં રહેતી અને ભીખ માંગીને જીવન નિર્વાહ કરનાર આ વૃદ્ધ મહિલાને સ્થાનિકો મદદ કરતા હતા. લોકો વૃદ્ધાને અવારનવાર ખાવાનું તથા કપડા આપતા રહેતા હતા. મહિલાની ભાષા પણ લોકોની સમજમાં આવતી નહોતી પણ લોકોને આ મહિલાને દયા આવતી અને તેને ખાવાનું આપતા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

A 65-year-old beggar Beggar જમ્મુ કાશ્મીરમાં વૃધ્ધ ભીખારી Corona virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ