બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / B.ed degree holders to not lose their jobs, Supreme Court's Decision

નિર્ણય / પ્રાથમિક શાળાના શિક્ષકોની નોકરી જશે કે બચી જશે? સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

Vidhata

Last Updated: 03:19 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

11 ઓગસ્ટ 2023થી સુપ્રીમ કોર્ટના આદેશની પહેલા પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત B.Ed ડિગ્રી ધારકોની નોકરી યથાવત રહેશે. તેમનાં પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય. કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે ઓગસ્ટ 2023નો તેનો આદેશ આખા દેશમાં લાગૂ થશે.

પ્રાથમિક શાળાના શિક્ષકો તરીકે નિયુક્ત B.Ed ડિગ્રી ધારકોએ તેમની નોકરી ગુમાવવી પડશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઓગસ્ટ 2023ના તેના નિર્ણયમાં શિક્ષકોની સંભવિત અરજીઓ અને સેવાઓનો સમાવેશ થશે, જે મામલામાં જાહેરખબરની સૂચનામાં B.Ed નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા તમામ ઉમેદવારોની નોકરી જળવાઈ રહેશે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ સમગ્ર દેશ માટે છે.

કોર્ટે 11 ઓગસ્ટ, 2023ના તેના નિર્ણયની સ્પષ્ટતા કરતા કહ્યું કે આ નિર્ણય પહેલા કરવામાં આવેલી ભરતી પર કોઈ અસર પડશે નહીં. સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટ, 2023ના રોજ પોતાના નિર્ણયમાં પ્રાથમિક શિક્ષકના પદ માટે B.Ed ડિગ્રી ધરાવતા યુવાનોને અયોગ્ય જાહેર કર્યા હતા. હવે કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે જે B.Ed ડિગ્રી ધરાવનારાઓને પ્રાથમિક શિક્ષક તરીકે આ નિર્ણય પહેલા નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમનાં પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય અને તેમની નોકરી અકબંધ રહેશે. 

સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે એ ઉમેદવાર જે કોઈપણ અદાલત દ્વારા લાદવામાં આવેલ ગેરલાયકાત વિના નિમણૂંક કરવામાં આવ્યા હતા અને નિયમિત નિમણૂકમાં હતા, જ્યાં જાહેરાતમાં લાયકાત તરીકે બી.એડ.નો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ નિર્ણયને કારણે તેમની સેવાઓને કોઈ અસર થશે નહીં.

સમગ્ર દેશમાં લાગુ થશે આ આદેશ 

આ આદેશ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ડિવિઝન બેંચે મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા દાખલ કરાયેલી સ્પષ્ટતા અરજીની સુનાવણી દરમિયાન આપ્યો. વરિષ્ઠ એડવોકેટ વિકાસ સિંહ દ્વારા સ્પષ્ટતાની વિનંતી પર, ડિવિઝન બેન્ચે મૌખિક રીતે ટિપ્પણી કરી કે તેનો આદેશ માત્ર મધ્ય પ્રદેશ રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર દેશને લાગુ પડશે.

વધુ વાંચો: સોશ્યલ મીડિયા સ્ટાર છે આ ટ્રક ડ્રાઈવર, આનંદ મહિન્દ્રાના પણ બન્યા તેના ફેન, શેર કર્યો વીડિયો

NCTE 2018નું નોટિફિકેશન કર્યું હતું રદ્દ

સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2023ના આદેશમાં NCTEની 2018ના એ નોટિફિકેશનને રદ્દ કરી દીધું હતું, જેમાં B.Ed ડિગ્રી ધરાવતા યુવાનોને પ્રાથમિક શિક્ષકો માટે લાયક ગણવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે B.Ed ડિગ્રી ધરાવતા યુવાનો પ્રાથમિક શિક્ષક બનવા માટે લાયક નથી. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રાથમિક શિક્ષકના પદ માટે BTC અને D.El.Ed ઉમેદવારો લાયક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ