ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / anand mahindra shares video of social media star truck driver rajesh rawani

Video / સોશ્યલ મીડિયા સ્ટાર છે આ ટ્રક ડ્રાઈવર, આનંદ મહિન્દ્રાના પણ બન્યા તેના ફેન, શેર કર્યો વીડિયો

Published By: Arohi

Last Updated: 12:53 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand Mahindra Shares Video Of Rajesh Rawani: દેશના મોટા બિઝનેસમેનમાંથી એક આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર એક ટ્રક ડ્રાઈવરનો વીડિયો શેર કર્યો છે અને તેને પોતાનો મંડે મોટિવેશન ગણાવ્યો છે.

ADVERTISEMENT

આજકાલ એક વ્યક્તિ ખૂબ જ ચર્ચામાં છે. જે એક ટ્રક ડ્રાઈવર છે પરંતુ તેને ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો એવો ઉપયોગ કર્યો છે કે તેને હવે દેશની સાથે દુનિયાના લોકો પણ ઓળખવા લાગ્યા છે. 

આ ટ્રક ડ્રાઈવરનું નામ રાજેશ રવાની છે પરંતુ લોકો તેને રાજેશ ટ્રક ડ્રાઈવરના નામથી પણ ઓળખે છે. રાજેશ એક ટ્રક ડ્રાઈવરથી સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે તેમને ટ્રક ચલાવવાનું નથી છોડ્યું. જ્યારે તે સોશિયલ મીડિયાથી લાખો રૂપિયા કમાઈ લે છે. 

આનંદ મહિંદ્રા થયા ટ્રક ડ્રાઈવરના ફેન 
બિઝનેસમેન આનંદ મહિંદ્રા પણ આ ટ્રક ડ્રાઈવરના ફેન થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કર્યું છે જેમાં તમે રાજેશ ટ્રક ડ્રાઈવરને ટ્રકના અંદર જ ભોજન બનાવતા અને ખાતા જોઈ શકો છો. 

મંડે મોટિવેશન 
આનંદ મહિંદ્રાએ આ ટ્રક ડ્રાઈવરને પોતાનો મંડે મોટિવેશન ગણાવ્યો છે. તેમણે વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે. "રાજેશ રવાની જે 25 વર્ષથી પણ વધારે સમયથી ટ્રક ચલાવી રહ્યા છે. તેમણે પોતાના કામ સાથે ટ્રાવેલ અને ફૂડ વ્લોગિંગને જોડ્યું અને હવે યુટ્યુબ પર 1.5 મિલિયન એટલે કે 15 લાખ ફોલોઅર્સની સાથે તે એક સેલિબ્રિટી છે."

વધુ વાંચો: વાહ! સિંગલ લોકો માટે માર્કેટમાં આવી ગઇ છે જોરદાર સ્કૂટી, video જોનારા ચોંકી ઉઠ્યા

આનંદ મહિંદ્રાએ આગળ લખ્યું, "તેમણે પોતાની કમાણીથી એક નવું ઘર ખરીદ્યું છે. તેમણે એ સાબિત કરી દીધુ છે કે તમારી ઉંમર ગમે તેટલી હોય તમારી નોકરી ગમેતેટલી સામાન્ય હોય, નવી ટેક્નીકને અપનાવીને પોતાને નવું રૂપ આપવામાં ક્યારેય મોડુ નથી થતું."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anand Mahindra Rajesh Rawani viral video આનંદ મહિન્દ્રા વાયરલ વીડિયો anand mahindra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ