બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / રોહિતનું શું થયું? ફાઈનલ ટેસ્ટમાંથી ડ્રોપના સમાચાર બાદ BCCIની સાઈટ ક્રેશ, ચાહકોને ચિંતા
Last Updated: 09:08 PM, 2 January 2025
ટીમ ઈન્ડીયામાં હિટમેન તરીકે જાણીતા રોહિત શર્મા લોકોમાં પણ એટલો જ લાડલો છે. રોહિતને કંઈ પણ થાય તે જાણવામાં લોકોને ખૂબ રસ રહેતો હોય છે અને તેના નાનાથી માંડીને મોટા સમાચાર પર લોકોની નજર રહેતી હોય છે. આવો દાખલો ફરી એક વાર જોવા મળ્યો છે. ગુરુવારે સિડનીમાં રમાનારી ફાઈનલ ટેસ્ટ માટે રોહિતને ડ્રોપ કરવાના જેવા સમાચાર જાહેર થયાં કે તરત લોકો રઘવાયા થયા હતા અને ધડાધડ બીસીસીઆઈની સાઈટ પર જવા લાગ્યાં હતા અને સાચા સમાચાર જાણવા માગતા હતા આને કારણે બીસીસીઆઈની સાઈટ ક્રેશ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
BCCI website has been down since yesterday morning. Sure, technical issues happen but should they last this long? BCCI is the richest cricket board and can hire the best tech. But do they care? After all, the website is mostly used by domestic cricket followers
— Mohsin Kamal (@64MohsinKamal) January 2, 2025
સિડની ટેસ્ટમાંથી રોહિતની બાદબાકી
ADVERTISEMENT
શુક્રવારે સિડનીમાં રમાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાના કેપ્ટન બદલાયાં છે. બીસીસીઆઈએ રોહિત શર્માને બદલે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્માએ હેડ કોચ ગૌતમ ગંભીરને પાંચમી ટેસ્ટ ન રમવાના નિર્ણય વિશે જણાવી દીધું છે. ગંભીરે પણ નિર્ણયમાં હામી ભરી દીધી હતી. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આ છેલ્લી મેચ જીતવી ભારત માટે ખૂબ જરુરી છે જો હાર થઈ તો ટીમ પર ડબલ્યુટીસીમાંથી બહાર થઈ જવાનો પણ ખતરો છે.
રોહિત અને ગંભીર વચ્ચે ખાઈ
ADVERTISEMENT
સિડની ટેસ્ટ પહેલાં રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે અણબનાવના પણ સમાચાર સામે આવ્યાં હતા. પ્રેક્ટિસ મેચ દરમિયાન રોહિત અને ગંભીર સામસામા મળ્યાં હતા છતાં પણ એકબીજા સાથે વાત કરી નહોતી, તેમની વચ્ચે વિવાદ સ્પસ્ટપણે જણાઈ આવતો હતો.
ભારત માટે કરો યા મરોની સ્થિતિ
ADVERTISEMENT
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટમાંથી 2માં ઓસ્ટ્રેલિયાની, 1માં ભારતની અને 1 ડ્રો થઈ છે, અને હવે છેલ્લી મેચ જીતવી ભારત માટે ખૂબ જરુરી છે. જો ભારત જીતે તો બન્ને ટીમ 2-2ની બરાબરી પર આવી શકે છે હારની સ્થિતિમાં ભારતને બેવડો ફટકો પડશે કારણ કે હાર તો થશે જ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાંથી પણ બહાર ફેંકાઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.