બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / bcci receives 2000 applications for team indias coaching staff

ક્રિકેટ / ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફ માટે BCCI ને મળી 2000 અરજી

Krupa

Last Updated: 10:42 AM, 2 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમના હાલના કોચ રવિ શાસ્ત્રી અને એના સહયોગીઓને અરજી કરવાની જરૂર પડી નથી. એમને ઇન્ટરવ્યૂમાં સીધો પ્રવેશ મળશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફ માટે 2000 થી વધારે અરજી પ્રાપ્ત થઇ છે. જો કે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે એમાં મોટા નામ સામેલ નથી. ટીમના હાલના કોચ રવિ શાસ્ત્રી અને એમના સહયોગિઓને અરજી કરવાની જરૂર પડી નથી. એમને ઇન્ટરવ્યૂમાં સીધો પ્રવેશ મળશે. વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ હાલ કોચિંગ સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો હતો, પરંતુ એમના કાર્યકાળને 45 દિવસ માટે વધારી દેવામાં આવ્યો છે. 

બોર્ડે 16 જુલાઇએ ટીમને સપોર્ટ સ્ટાફ માટે અરજી મંગાવી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઇ હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘણા ઉમેદવારોએ પોતાના એજન્ટના માધ્યમથી અરજી મોકલી છે. બીસીસીઆઇને તમામ અરજીઓનું મૂલ્યાંકન કરવામાં વધારે સમય લાગે એવી શક્યતા છે. ઇન્ટરવ્યૂ શક્ય છે 14 અને 15 ઑગસ્ટે લેવામાં આવશે. 

મુખ્ય કોચના પદ માટે અરજીકર્તામાં ઓસ્ટ્રેલિયાના ટૉમ મૂડી સામેલ છે, જે 2005માં ચેપલથી હારી ગયા હતા. ન્યૂઝીલેન્ડના માઇક હેસને પણ અરજી કરી છે, જે છ વર્ષ સુધી ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ રહ્યા. ભારતીય દાવેદારોમાં પૂર્વ ટીમ મેનેજર લાલચંદ રાજપૂત અને ભારતના પૂર્વ ઓલરાઉન્ડર રોબિન સિંહ સામેલ છે. શ્રીલંકાના દિગ્ગજ મહેલા જયવર્ધને આ ભૂમિકા માટે ઇચ્છુક જણાવ્યા હતા, પરંતુ એમને અરજી મોકલી નહીં. 

ભારતના પૂર્વ ક્રિકેટર પ્રવીણ આમરે અને વેંકટેશ પ્રસાદે પણ ક્રમશ: બેટિંગ કોચ અનો બોલિંગ કોચ પદ માટે અરજી કરી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના જોન્ટી રોડ્સ ફીલ્ડિંગ બનવાના દાવેદારોમાં સામેલ છે. નોંધનીય છે કે પ્રશાસકોની કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની સમિતિએ ભારતની પુરુષ ક્રિકેટ ટીમને કોચ પસંદ કરવાની જવાબદારી સોંપી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket Ravi Shastri Team India બીસીસીઆઇ રવિ શાસ્ત્રી Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ