બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI annual contract list Big blow to Ishan Kishan and Shreyas Iyer BCCI drops them from central contract, see full list

BIG NEWS / ઈશાન-અય્યરને આકરી સજા, BCCI એન્યુઅલ કોન્ટ્રાક્ટની બહાર, જાડેજા નંબર વન પર રિટેન

Pravin Joshi

Last Updated: 06:30 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તો બીજી તરફ  આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વત કવેરપ્પાને ઝડપી બોલિંગ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે.

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદી

A+ ગ્રેડ

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ A

આર અશ્વિન, મો. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

ગ્રેડ B

સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

ગ્રેડ C

રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર.

તમને જણાવી દઈએ કે BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરી છે. A+ શ્રેણીને રૂ. 7 કરોડ, Aને રૂ. 5, Bને રૂ. 3 અને સૌથી ઓછી C શ્રેણીને વાર્ષિક રૂ. 1 કરોડ મળે છે. આ તમામ કેટેગરીમાં ખેલાડીઓને સામેલ કરવાના કેટલાક નિયમો છે. A+ માં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે (ટેસ્ટ, ODI અને T20).

વધુ વાંચો : ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન! સારવાર માટે લંડન પહોંચ્યો KL રાહુલ, બૂમરાહને લઈને આવી અપડેટ

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ખેલાડીઓને આ રીતે પૈસા મળે છે

  • ગ્રેડ A+ - વાર્ષિક રૂ. 7 કરોડ
  • ગ્રેડ A - વાર્ષિક રૂ. 5 કરોડ
  • ગ્રેડ B - વાર્ષિક રૂ. 3 કરોડ
  • ગ્રેડ C - વાર્ષિક રૂ. 1 કરોડ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ