બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

IPL-8માં રાણા કપૂરની દીકરી રાખી કપૂરનો ફોટો તેની સુંદરતાને કારણે ખૂબ જ વાયરલ થયો હતો. તે મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરી રહી હતી. એ સમયે તેનો ફોટો જોઈને લોકોને થયું કોણ છે આટલી સુંદર દેખાતી આ યુવતી અને એ સમયે આઈપીએલમાં તે કોઈ અભિનેત્રીઓને ટક્કર મારે એવી દેખાતી હતી અને પછી હજારો લોકોએ તેને મેરેજ પ્રપોઝલ મોકલ્યા હતા. પછી તેણે કહ્યું હતું કે હું મેરિડ છું.
ADVERTISEMENT

એ સમયે તે મિસ્ટ્રી ગર્લના નામે ફેમસ થઈ ગઈ હતી. જોકે, પછી તેને ઓળખી લેવામાં આવી હતી. એકવાર ફરી તે અન્ય કારણથી ચર્ચામાં છે. મની લોન્ડ્રિંગ મામલે તે ઈડી ટીમના રડાર પર પણ છે. હાલમાં રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે અને તે 11 માર્ચ સુધી ઇડી કસ્ટડીમાં રહેશે.
ADVERTISEMENT


ADVERTISEMENT
ઇડીની ટીમ રાણા કપૂરની પત્ની અને ત્રણેય દીકરીઓની પણ પૂછપરછ કરી રહી છે. રાણા કપૂરની પત્નીનું નામ બિંદુ કપૂર છે અને દીકરીઓનાં નામ રાખી કપૂર ટંડન, રોશની કપૂર અને રાધા કપૂર છે. ઇડીને શંકા છે કે લાંચની રકમ અનેક શેલ કંપનીઓ દ્વારા રાણા કપૂરને મોકલવામાં આવી હતી અને તેની પાસે અનેક શેલ કંપનીઓ છે.

ADVERTISEMENT

રાખી કપૂર ટંડને વ્હોર્ટન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. એક રિપોર્ટ મુજબ, તે ફાઈનાન્શિયલ સર્વિસિઝ હોલ્ડિંગ કંપની RAAS કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) છે. તેણે ગોલ્ડમેન સૈક્સ અને જેપી મોર્ગન સાથે રોકાણ બેન્કિંગમાં પણ કામ કર્યું છે. તે ખૂબ જ ગ્લેમરસ લાઈફ જીવે છે.
ADVERTISEMENT


આઈપીએલ દરમિયાન વાયરલ થયા બાદ તેને લગ્નના ઘણા પ્રસ્તાવો મળ્યા હતા. બાદમાં તેણે પતિ અલ્કેશ ટંડન સાથે એક ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તે પહેલાથી લગ્ન કરી ચૂકી છે.


રાખી કપૂર ટંડન એક બિઝનેસ વૂમન પણ છે. રાખીએ દિલ્હીના તાજ પેલેસ હોટલમાં 2013માં અલ્કેશ ટંડન સાથે લગ્ન કર્યા છે. અલ્કેશ સ્ટીલ કિંગ લક્ષ્મીનિવાસ મિત્તલના જમાઈ અમિત ભાટિયાના કઝિન છે. તેમનું દુબઈમાં પણ બિઝનેસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.