બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Bangladesh out of the semi-final race! Mahmudullah's century robbed South Africa of a historic win

World Cup 2023 / BAN vs SA: બાંગ્લાદેશ વર્લ્ડ કપની સેમી ફાઇનલથી બહાર! સાઉથ આફ્રિકાનો 149 રને વિજય, ડી-કોક, ક્લાસેનની તોફાની ઈનિંગ

Pravin Joshi

Last Updated: 10:36 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં મંગળવારે એક ખૂબ જ નીરસ મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 383 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી.

  • દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 149 રને હરાવ્યું
  • દક્ષિણ આફ્રિકાની ટીમે 383 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
  • બાંગ્લાદેશની આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી


ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં મંગળવારે એક ખૂબ જ નીરસ મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 383 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી. આ હાર સાથે બાંગ્લાદેશી ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ રીતે આફ્રિકાની ટીમે 149 રનના માર્જિનથી મેચ જીતી લીધી હતી. તમને જણાવી દઈએ કે 383 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ શરૂઆતથી જ સંઘર્ષ કરતી જોવા મળી હતી.તેણે 31 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ 81 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. આ પછી મહમુદુલ્લાએ ઇનિંગ સંભાળી અને નસુમ અહેમદ સાથે 41 રનની ભાગીદારી કરી.

દક્ષિણ આફ્રિકાએ મંગળવારે 24 ઓક્ટોબરે ICC ODI વર્લ્ડ કપમાં વધુ એક શાનદાર જીત મેળવી. બાંગ્લાદેશ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, ટીમે ક્વિન્ટન ડી કોકની 174 રનની શાનદાર ઇનિંગ અને હેનરી ક્લાસેનના 90 રનના કારણે 5 વિકેટે 382 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મહમુદુલ્લાએ બાંગ્લાદેશ માટે ચોક્કસપણે સદી ફટકારી હતી પરંતુ તેનાથી મેચના પરિણામ પર કોઈ ફરક પડ્યો ન હતો. બાંગ્લાદેશ 46.3 ઓવરમાં 233 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 149 રનની મોટી જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને ધકેલી દીધું હતું.

મહમુદુલ્લાહે સદી ફટકારી 

જે બાદ મહમુદુલ્લાહે મુસ્તફિઝુર રહેમાન સાથે 9મી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરીને ટીમને વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી મોટી હારમાંથી બચાવી હતી. પરંતુ મહમુદુલ્લાહ પણ ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. આ પછી આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે મહમુદુલ્લાહે 111 બોલમાં 111 રનની તોફાની સદીની ઇનિંગ રમી હતી. લિટન દાસે 22 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બાંગ્લાદેશી બેટ્સમેન 20ના આંકડાને સ્પર્શી શક્યો નથી. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી અને કાગીસો રબાડાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે લિઝાર્ડ વિલિયમ્સ અને કેશવ મહારાજે 1-1 વિકેટ લીધી હતી.

આ વર્લ્ડ કપના ટોપ 3 મોટા સ્કોર માત્ર આફ્રિકાના નામે

  • 428/5 વિ શ્રીલંકા, દિલ્હી
  • 399/7 વિ ઈંગ્લેન્ડ, મુંબઈ
  • 382/5 વિ બાંગ્લાદેશ, મુંબઈ


દક્ષિણ આફ્રિકા વિ બાંગ્લાદેશ હેડ ટુ હેડ

બંને દેશો વચ્ચે 34 ODI મેચ રમાઈ છે. જેમાંથી આફ્રિકાની ટીમ 18 વખત જીતી છે જ્યારે બાંગ્લાદેશ 6 વખત હારી છે. વર્લ્ડ કપમાં બંને ટીમો 4 વખત સામસામે આવી ચુકી છે. જેમાં આફ્રિકન ટીમ બે વખત અને બાંગ્લાદેશ બે વખત જીતી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ