બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / હિંસક વિરોધ વચ્ચે સમગ્ર બાંગ્લાદેશમાં કર્ફ્યુ, PM શેખ હસીનાનો નિર્ણય, અત્યાર સુધીમાં 105 લોકોના મોત
Last Updated: 09:30 AM, 20 July 2024
બાંગ્લાદેશમાં આરક્ષણને લઈને ચાલી રહેલો વિરોધ હવે સંપૂર્ણપણે હિંસક બની ગયો છે. પ્રદર્શનકારીઓ દ્વારા મોટા પાયે આગચંપી, પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ બની છે. બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી આ આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન મુખ્યત્વે સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં છે.
ADVERTISEMENT
BREAKING: Bangladesh has imposed a curfew in the wake of massive protests by the university students that has shaken the pillars of the Bangladeshi government led by PM Sheikh Hasina. #BREAKING #Bangladesh #StudentsUnderAttack pic.twitter.com/XeZSXJIwbq
— Target Reporter (@Target_Reporter) July 19, 2024
પરિસ્થિતિ વધુ ખરાબ બની એ માટે શુક્રવારે એટલે કે ગઈકાલે સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. એવામાં હોસ્પિટલના અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં લગભગ 105 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
⚠️🛑⚠️ The ongoing protests in #Bangladesh against the government have escalated significantly, resulting in substantial violence and fatalities. So what is happening in 🇧🇩?
— Saikiran Kannan | 赛基兰坎南 (@saikirankannan) July 20, 2024
⚡Background
The protests began in early July 2024, primarily driven by students and supported by… pic.twitter.com/1NEB6BErZM
વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા ચાલી રહેલો આ વિરોધ શાસક સરકાર માટે એક મોટા સંકટ તરીકે ઉભરી આવ્યો છે. આ વિરોધ શેખ હસીના માટે તેમના 15 વર્ષના કાર્યકાળમાં મોટો પડકાર બની ગયો છે. શેખ હસીનાના જણાવ્યું હતું કે, "સરકારે કર્ફ્યુ લાદવાનો અને હિંસા રોકવામાં મદદ કરવા સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે." સાથે જ એમ પણ કહ્યું કે અ કર્ફ્યુ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.
હવે પ્રશ્ન એ થાય કે આ વિરોધ કેમ છે તો વર્તમાન આરક્ષણ પ્રણાલી હેઠળ, બાંગ્લાદેશમાં 56 ટકા સરકારી નોકરીઓ આરક્ષિત છે, જેમાંથી 30 ટકા 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે, 10 ટકા પછાત વહીવટી જિલ્લાઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા વંશીય લઘુમતી જૂથો માટે અને 1 ટકા અપંગ વ્યક્તિઓ માટે આરક્ષિત છે.
અહીંના વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી અનામતની વિરુદ્ધ છે. આંકડાઓ અનુસાર, દેશમાં દર વર્ષે 3 હજાર સરકારી નોકરીઓ બહાર પડે છે જેના માટે અરજી કરનારા લોકોની સંખ્યા લગભગ 4 લાખ છે. જેમાં 30 ટકા અનામત તેમને જાય છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.