બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / માઈક્રોસોફ્ટની સર્વિસ ફરી અપ ટુ ડેટ! વૈશ્વિક મુશ્કેલી પર CEO સત્ય નડેલાનું આવ્યું પહેલું રીએક્શન
Last Updated: 11:15 PM, 19 July 2024
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને કારણે વિશ્વભરમાં અનેક સેવાઓ પ્રભાવિત થઇ છે. ફ્લાઈટ બુકિંગ અને ચેક-ઈન નથી થઇ રહ્યુ. બેન્કિંગ અને ટીવી ટેલિકાસ્ટને પણ અસર પહોચી છે. માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું "કાલે ક્રાઉડસ્ટ્રાઇકએ એક અપડેટ કર્યુ જેણે વૈશ્વિક સ્તર પર આઇટી સીસ્ટમને પ્રભાવિત કરવાનું શરુ કરી દીધુ હતું. અમે તેનાથી વાકેફ છીએ. ગ્રાહકોને તેમની સિસ્ટમને સુરક્ષિત રૂપમાં ઓનલાઇન પાછી લાવવા માટે ટેકનિકલ માર્ગદર્શન અને સપોર્ટ માટે ક્રાઉડસ્ટ્રાઈક અને સમગ્ર ઈન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરી રહ્યા છીએ. માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે તેની 365 એપ્સ અને સેવાઓના આઉટેજનું મૂળ કારણ ઠીક કરી દેવાયું છે, પરંતુ સાયબર સિક્યુરિટી લેપ્સની અસર કેટલાક ગ્રાહકો પર પડી રહી છે.
ADVERTISEMENT
મિટિગેશન એક્સન પુર્ણ, બધી સર્વિસ કામ કરી રહી છે
ADVERTISEMENT
માઇક્રોસોફ્ટ 365એ ઓફિશિયલ એક્સ હૈડલ પર કહ્યુ કે, અમે અમારી મિટિગેશન એક્શન પુરી કરી લીધી છે અને અમારી ટેલીમેટ્રીથી જાણવા મળ્યુ કે પહેલા પ્રભવિત બધી માઇક્રોસોફ્ટ 365 એપ અને સેવાઓ ઠીક થઇ ગઇ છે. સાયબર સિક્યોરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઈકે જણાવ્યું હતું કે જે મુદ્દો મોટો વિક્ષેપ પેદા કરે છે તે કોઈ સુરક્ષા ઘટના કે સાયબર એટેક નથી.
After an extended period of monitoring, we've determined that the issue is mitigated, and all previously impacted Microsoft 365 apps and service have recovered. For more information, see MO821132 within the admin center.
— Microsoft 365 Status (@MSFT365Status) July 19, 2024
સાયબર એક્સપર્ટ હિમાંશુ પાઠકે માઈક્રોસોફ્ટ આઉટેજ પર જણાવ્યું હતું કે, "સમસ્યા માઈક્રોસોફ્ટ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે સંબંધિત નથી. જે સંસ્થાઓ તેમના નેટવર્ક પર ક્લાઉડસ્ટ્રાઈક ફાલ્કન એજન્ટનો ઉપયોગ કરી રહી હતી તે આનાથી પ્રભાવિત થઈ છે. ક્રાઉડસ્ટ્રાઇકમાં લેટેસ્ટમાં એક ખામીયુક્ત ફાઇલ છે જેના કારણે CloudStrike ખરાબ રીતે ક્રેશ થયું છે."
સાયબર એક્સપર્ટ સંજય કૌશિકે માઈક્રોસોફ્ટની ખામી પર કહ્યું, ક્રાઉડસ્ટ્રાઈક જે મૂળભૂત રીતે સુરક્ષા પ્રદાતા છે, કંઈક અપડેટ કરી રહયુ હતું જે ખોટું થઇ ગયુ અને તેના કારણે વિન્ડોઝનો ઉપયોગ કરતી સિસ્ટમ્સ પર બ્લુ સ્ક્રીન આવી ગઈ. લિનક્સ અને મેક વપરાશકર્તાઓ પર આના કારણે કોઇ અસર પડી નથી. બધી સિસ્ટમ ડાઉન થઇ છે. જે સમગ્ર વિશ્વમાં માત્ર ફ્લાઇટ સેવાઓને જ નહીં પરંતુ યુએસમાં 911 સેવાઓને પણ અસર કરે છે.
વૈશ્વિક માઇક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજને કારણે ભારતીય એરપોર્ટ પર ફ્લાઇટોના શિડ્યુલને અસર પહોચી છે. હૈદરાબાદ એરપોર્ટ પરથી 30 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. સત્તાવાળાઓએ ઘણી આંતરરાષ્ટ્રીય ઉડાન તેમજ રાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. ઘણા એરપોર્ટની સાથે સ્પાઈસ જેટ અને આકાશ સાથે કેટલાક એરપોર્ટ પર અસર થઇ છે.
નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, "મેં પ્રભાવિત મુસાફરો માટે વધારાની બેઠકો, પાણી અને ભોજન આપવા માટે એરપોર્ટ સત્તાવાળાઓ અને એરલાઇન્સને નિર્દેશ આપ્યો છે. અમે તમારી ચિંતાઓને સમજીએ છીએ અને તમારી સલામત અને ઝડપી મુસાફરીની ખાતરી કરીશું.
જ્યારે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું, "આ અભૂતપૂર્વ અને વૈશ્વિક આક્રોશ છે, મેં છેલ્લા 30 વર્ષમાં આવો આક્રોશ ક્યારેય જોયો નથી." જ્યારે આરબીઆઇએ કહ્યુ કુલ મળીને રિઝર્વ બેંકના ડોમેનમાં ભારતીય નાણાકીય ક્ષેત્ર વૈશ્વિક આઉટેજથી અછૂત છે. ભારતીય બેંકો સલામત છે. માત્ર નાના વિક્ષેપો આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.