ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / banaskantha father committed suicide while proselytizing the family

ધર્માંતરણ / યુવતીને પ્રેમજાળમાં ફસાવી માંગ્યા 25 લાખ, માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાનો આપઘાતનો પ્રયાસ

Published By: Dhruv

Last Updated: 11:58 AM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજુ તો તાજેતરમાં જ ગુજરાતમાં ખેડા તાલુકાના અડાસર ગામે મસમોટું ધર્માંતરણનું રેકેટ ઝડપાયું હતું. ત્યારે એકવાર ફરી રાજ્યના બનાસકાંઠામાંથી ધર્મપરિવર્તનની ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

  • બનાસકાંઠામાં ફરીવાર ધર્મપરિવર્તનની ઘટના સામે આવી
  • લવ જેહાદમાં યુવતીને ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યાનો આક્ષેપ
  • રૂપિયાની માંગણી કરતા પિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

બનાસકાંઠાના ડીસાના માલગઢમાં એક પરિવારનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેથી પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા ઘરના મોભી વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે લવ જેહાદમાં યુવતીને ફસાવી પરિવારનું ધર્મ પરિવર્તન કરાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

લવ જેહાદમાં યુવતીને ફસાવી પરિવારનું ધર્મ પરિવર્તન કરાવ્યાનો આક્ષેપ

સમગ્ર ઘટના કંઇક એવી છે કે, ઘટના કંઈક આવી છે, વિધર્મી યુવકે માલગઢની એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. વિધર્મી યુવકે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી તમામ લોકોને અલગ રહેવા લઈ ગયો હતો. યુવતીના માતા અને ભાઈનું બ્રેઇનવોશ કરીને તેમના જ ઘરે તે નમાજ પઢવા લાગ્યો હતો. જ્યારે પરિવારે યુવકને નમાજ પઢવાનું ના કહેતા તેને ધર્મ અંગીકાર કરવાની વાત કરી.

યુવતીને પ્રેમજાળમાં ફસાવી પિતા પાસેથી કરી હતી રૂ. 25 લાખની માંગ

માલગઢની યુવતીને પ્રેમજાળમાં ફસાવી આ યુવકે યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કરાવ્યું. જેથી ધર્મ પરિવર્તન કરાવતા યુવતીના માતા અને પુત્ર ઘરમાં જ નમાજ પઢવા લાગ્યા.  બાદમાં યુવતીના તેના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન કરી ત્રણેયને અલગ રહેવા માટે પિતા પાસે રૂ. 25 લાખની માંગણી કરી હતી. આથી, યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ પોલીસ મથકે ધર્મ પરિવર્તન કરાવનારા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.

પરિવારમાં આ રીતે ધર્મ પરિવર્તનની ઘટનાને જોતા પિતાને ખૂબ દુ:ખ લાગી આવ્યું હતું અને તેઓની લાગણી ઘવાતા પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ધર્મ પરિવર્તન કરાવનારા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.

સળગતા સવાલ

  • લવ જેહાદનો કાયદો બન્યા બાદ પણ કેમ ધર્મપરિવર્તની ઘટના સામે આવે છે?
  • શું વિધર્મીઓને લવ જેહાદના કાયદાનો ભય નથી?
  • વિધર્મીઓ હજુ કેટલી દીકરીઓનું ધર્મ પરિવર્તન કરાવશે?
  • પોલીસ વિભાગ વિધર્મી પર દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરતું?
  • આવું જ રહ્યું તો બહેન દીકરીઓ વિધર્મીથી કેવી રીતે બચશે?

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha conversion of religion proselytizing ધર્મ પરિવર્તન ધર્માંતરણ બનાસકાંઠા માલગઢ conversion of religion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ