બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banas Dairy took yet another decision in the interest of cattle rearers

Good News / આ જિલ્લાના લાખો પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, દૂધના ખરીદભાવમાં 30નો વધારો, એક વર્ષમાં ચોથી વાર મળી મોટી ભેટ

Dinesh

Last Updated: 04:48 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં વધુ એક મોટો નિર્ણય લીધો; દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.૩૦નો વધારો કર્યો, 16 ડિસેમ્બરથી મળશે ભાવનો વધારો

  • બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો
  • દૂધના પ્રતિ કિલો ફેટ પર રૂપિયા 30નો વધારો કરાયો
  • 16 ડિસેમ્બરથી પશુપાલકોને મળશે ભાવનો વધારો


બનાસ ડેરી દ્વારા ચાલુ વર્ષમાં સતત ચોથી વાર દૂધનાં ખરીદ ભાવમાં વધારો કર્યો છે. બનાસ ડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૩૦ નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને 16 ડિસેમ્બરથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે.
 


બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો
બનાસ ડેરીએના ભાવ વધારાથી લાખો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. બનાસ ડેરી દ્વારા સારા ભાવ આપવામાં આવતા બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ દિન પ્રતિદિન વધી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે "પહેલાના સમયમાં શિયાળાની અંદર જેમ જેમ દૂધની આવકમાં વધારો થતો, ત્યારે દૂધના ભાવમાં ઘટાડો જોવા મળતો હતો, પરંતુ હવે શિયાળો હોય કે અન્ય કોઈપણ ઋતુ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં સતત વધારો કરવામાં આવે છે. તેમને જણાવી દઈએ કે, અગાઉ પ્રતિ કિલો ફેટ પર રૂપિયા 760 ચૂકવાતા હતા અને નવા ભાવ વધારાથી હવે પશુપાલકોને રૂપિયા 790 ચૂકવાશે.

ગાંધીનગર જિલ્લા દૂધ સંઘે પણ ભાવ વધારો કર્યો હતો
ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકોના હિતમાં 9 ડિસેમ્બરે નિર્ણય લીધો હતો. ગાંધીનગર દૂધ સંધે દૂધના કિલો ફેટમાં ભાવમાં વધોરો કર્યો હતો. પ્રતિ કિલો ફેટે 35 રૂપિયાનો વધોરો કર્યો હતો. દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિેલ્લા દૂધ સંધની મોટી ભેટ મળી હતી. જે 11 ડિસેમ્બરથી પશુપાલકોને ભાવ વધારો ચુકવવામાં શરૂ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અનેક પશુપાલકો છે, આ ભાવ વધારાથી તેમનામાં ખુશી જોવા મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ