બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / સુરતના સમાચાર / bail granted to aap state president gopal italiya

છુટકારો / સુરતમાં ભાજપ કાર્યાલય બહાર બબાલ કેસમાં ઈટાલિયા સહિત 16ના જામીન મંજૂર, પોલીસે નોંધ્યો હતો રાયોટિંગનો ગુનો

Mayur

Last Updated: 01:30 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ભાજપ કાર્યાલય ખાતે બબાલ પ્રકરણમાં સંડોવાયેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિત અન્ય ૧૬ લોકોનો આ કેસમાં જામીન પર છૂટકરો થયો છે. રાયોટિંગ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરતમાં ભાજપ કાર્યાલય બહાર બબાલ કેસમાં ઈટાલિયા સહિત 16ના જામીન મંજૂર, પોલીસે નોંધ્યો હતો રાયોટિંગનો ગુનો

 

  • આપ અને ભાજપના આગેવાનો-કાર્યકરો વચ્ચે થઈ હતી બબાલ 
  • આપના કોર્પોરેટરો સાથે ધક્કામુક્કીની રાવ 
  • ઉધના પોલીસે  ફરીયાદી બની રાયોટિંગ હેઠળ નોંધ્યો હતો ગુનો 

સુરતમાં  ભાજપ કાર્યાલય બહારઆપ અને ભાજપના આગેવાનો-કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. અ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિત ૧૬ લોકોની જમીન અરજી પર આજે મંજુરીની મહોર લગાવવામાં આવી છે. આ તમમાં આપના અગેવાનો પર ઉધના પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો  નોંધવામાં આવ્યો હતો.

ઇટાલિયા સહીત 16 લોકોના જામીન મંજુર

સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ધારણા પર બેઠા હતા આ વેળાએ પોલીસે બળજબરી કરી હોવાની રાવ ઉઠી હતી. જે મામલે આપના આગેવાનો વિરોધ કરવા  ભાજપ કાર્યાલય ખાતે ગયા હતા. આ તકે કાર્યાલય બહાર આપના આગેવાનો અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે ને પગલે પોલીસે દોડી  જઈ ગોપાલ ઇટાલિયા મહામંત્રી મથુરભાઈ  સહિતના 16 લોકોની ધરપકડ કરી હતી. ઉધના પોલીસે  ફરીયાદી બની રાયોટિંગ હેઠળ ગુનો નોંધી કાર્યવહી કરી હતી. આ મામલામાં સંડોવાયેલ AAPના પ્રદેશ પ્રમુખ ઇટાલિયા સહીત 16 લોકોના જામીન મંજુર કરાયા  છે. 


રાયોટિંગ હેઠળ ગુનો નોંધાયો હતો 
અંગે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મહામંત્રી સહિત આપના આગેવાનો સુરતમાં  ભાજપ કાર્યાલયમાં ગયા હતા. વિરોધ દરમીયાન આપના આગેવાનો અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે ને પગલે પોલીસે દોડી  જઈ ગોપાલ ઇટાલિયા મહામંત્રી મથુરભાઈ  સહિતના 16 લોકોની ધરપકડ કરી હતી. ઉધના પોલીસે  ફરીયાદી બની રાયોટિંગ હેઠળ ગુનો નોંધી કાર્યવહી કરી હતી. આ મામલામાં સંડોવાયેલ AAPના પ્રદેશ પ્રમુખ ઇટાલિયા સહીત 16 લોકોના જામીન મંજુર કરાયા  છે. 


શું હતો સમગ્ર મામલો ?

સુરત પાલિકા કચરી ખાતે આપનાં  નગરસેવકો વિરોધ પ્રદર્શન કરતા હતા તે દરમિયાન પોલીસે ઘસી જઈ તમાંમને બહાર કાઢ્યા હતા. કોર્પોરેટરો સાથે ધક્કામુક્કી કરી મહીલાંઓ સાથે અણછાજતું વર્તન કર્યું  હતું.  જે ને લઈને આમ આદમી પાર્ટીના અગેવાનોમાં આક્રોશનો જવાળા ભભૂક્યો હતો. આ મામલે વિરોધ કરવા ગોપાલ ઈટાલીયા, મહામંત્રી સહિત આપના આગેવાનો ભાજપ કાર્યલય ખાતે ગયા હતા જ્યાં મામલો બીચકતા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાને માર મારવામાં આવ્યો હતો અને પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર ટપલીદાવની રાવ ઉઠી હતી.


 

સંકળાયેલા મુદ્દાઓ

Gujrati news VTV News bail gujrat samachar gopal italiya bail
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ