બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bahuchar mata temple becharji Development vtv special report
ADVERTISEMENT
જિલ્લા મથક મહેસાણાથી બેચરાજીનું અંતર માત્ર 40 કિલોમીટર છે. પરંતુ થોડાક વર્ષો પહેલા આ અંતર કાપવામાં ફાંફા પડી જતા હતા અને એક કલાકનો સમય લાગતો હતો. પણ અમારા જાત નિરીક્ષણમાં જોયું કે અંતર માત્ર 34 મિનિટમાં કપાઈ ગયું. સૌથી પહેલા અમે મા બહુચરના મંદિરમાં પહોંચ્યા.મા બહુચરનું આ મંદિર થોડા વર્ષો પહેલા જ 10 કરોડના ખર્ચે તૈયાર થયું છે. હજુ થોડું કામ બાકી છે.
પરંતુ બેચરાજીનો વિકાસ કેટલો થયો છે ?
ADVERTISEMENT
જો મોટું શહેર હોય તો કોર્પોરેશન, નાનું શહેર હોય તો નગરપાલિકા અને નાનું ગામ હોય તો ગ્રામ પંચાયત. સામાન્ય વહીવટના સ્તંભો થકી જ વિકાસ નવી ઉંચાઈઓ આંબતો હોય છે. ત્યારે અમે બેચરાજી પંચાયતમાં પહોંચ્યા. જ્યાં મુલાકાત ગામના સરપંચ દેવાંગ પંડ્યા સાથે થઈ. આ એ જ યુવા સરપંચ છે કે જેના કારણે બેચરાજી આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.
એક સમયે બેચરાજી તેના ખારા પાણી માટે વગોવાયેલું હતું. બેચરાજીના લોકો નજીકના ગામ ચાંદણકીનું પાણી પીતા હતા. પરંતુ આજે બેચરાજી આજે ઘણું બદલાયું છે.
ADVERTISEMENT

બેચરાજી મંદિરના વિકાસ અને ગામના સરપંચ પાસેથી બેચરાજીના બદલાવ વિશે જાણકારી મેળવ્યા બાદ. અમારી યાત્રા આગળ વધી. અને અમે એક મોલ પર પહોંચ્યા. જિંહા મોલ પણ. બેચરાજીમાં નાના દુકાનદારોના પહેલા જ્યાં માંડ ધંધા રોજગાર ચાલતા હતા. તે જ બેચરાજીમાં આજે મોટા મોટા મોલ અસ્તિત્વમાં આવી ગયા છે.
ADVERTISEMENT
અમદાવાદ, મહેસાણા જેવી મોટી સીટી તે ઓળખ બન્યા બેચરાજી ગામની
જે મોલ તમે અમદાવાદ, મહેસાણા જેવી મોટી સીટીમાં નિહાળો છે તે એક પછાત ગણાતા બેચરાજીમાં હાલ કાર્યરત થયા છે. અમે કેટલાક છૂટક અને નાના વેપારીઓને પણ મળ્યા.
ADVERTISEMENT
88888
ADVERTISEMENT
બેચરાજીમાં રહેતા લોકોનું જીવન ધોરણ બદલાયું
બેચરાજીમાં રહેતા લોકોનું જીવન ધોરણ પહેલા સામાન્ય હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. સ્થાનિક લોકો સિવાય બહારના પણ અનેક લોકો આ શહેરમાં આવીને વસ્યા છે. તેના કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી છે. બેચરાજીમાં અમદાવાદ જેવા ફ્લેટની કલ્પના પણ કરી શકાતી ન હતી. ત્યાં આજે 3 હજારથી વધુ નવા ફ્લેટ તૈયાર થઈ રહ્યા છે.
ઈન્ડસ્ટ્રીયલ હબ બન્યું
તો બેચરાજી ઈન્ડસ્ટ્રીયલ હબ બનવાને કારણે હેવી વિહિકલ ઝોન બની ગયું છે. તેમ કહીએ તો ખોટું નથી. કારણ કે બેચરાજીના રોડ-રસ્તા પર તમને એક-બે નહીં પણ અનેક મોટી ટ્રકો દોડતી જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT