બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / badrinath dham kapat uttarakhand opened today for devotees

ધાર્મિક યાત્રા / વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હવે ચારેય ધામની યાત્રા કરી શકશે ભક્તો

Dhruv

Last Updated: 09:14 AM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ માટે રવિવારના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના કપાટ ખોલી દેવાયા છે.

  • રવિવારથી ભક્તો માટે ખોલી દેવાયા બદ્રીનાથ ધામના કપાટ
  • એક દિવસમાં માત્ર 15,000 ભક્તો જ ભગવાનના દર્શન કરી શકશે
  • https://registrationandtouristcare.uk.gov.in પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકાશે

ચાર ધામમાંનું એક ધામ એટલે બદ્રીનાથ ધામ કે જેના દરવાજા રવિવારે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 3જી મેના રોજ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારે ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની સંખ્યા પણ નક્કી કરી દીધી છે. એક દિવસમાં માત્ર 15,000 ભક્તો જ ભગવાન બદ્રીનાથના દર્શન કરી શકશે. ત્યારે રવિવારના રોજ સાંજના 6:15 કલાકે ધાર્મિક વિધિ, મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની ધૂન સાથે ભક્તો માટે બદ્રીનાથ ધામના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, બદ્રીનાથ ધામમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હાજર છે.

ધામ ખોલવા માટે આદિ શંકરાચાર્યના સિંહાસન અને ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીની મૂર્તિને તેલ કળશ (ગાડૂધડા) યાત્રાની સાથે જોશીમઠના નૃસિંહ મંદિરથી પોતાના આગલા પડાવ યોગ-ધ્યાન બદ્રી મંદિર પાંડુકેશ્વર પહોંચાડી દેવાઇ હતી.

જાણો કેટલાં ભક્તો બદ્રીનાથ ધામના દર્શન કરી શકશે?

ચાર ધામ યાત્રા (Chardham Yatra 2022) માં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે તેવું અનુમાન છે. એક દિવસમાં માત્ર 15 હજાર ભક્તો જ દર્શન કરી શકશે. દર્શન માટે પ્રવાસન વિભાગની વેબસાઇટ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ હતી.

સવારથી જ ભક્તો હાજર રહ્યાં હતા

જણાવી દઈએ કે, રાજ્ય સરકારે પહેલેથી જ નક્કી કર્યું હતું કે એક દિવસમાં માત્ર 12 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ અને 15 હજાર શ્રદ્ધાળુઓ બદ્રીનાથના દર્શન કરી શકશે. બદ્રીનાથ ધામમાં આજ સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જાણો કેવી રીતે કરાવી શકશો રજિસ્ટ્રેશન?

પર્યટન વિભાગ દ્વારા સંચાલિત પોર્ટલ https://registrationandtouristcare.uk.gov.in પર જઇને ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર દ્વારા મુસાફરોને રહેવા, ખાવા-પીવાની સુવિધા તેમજ પાર્કિંગની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, તમને જણાવી દઇએ કે, ભક્તોને આગમન પહેલાં રાજ્યના પોર્ટલ પર નોંધણી કરવાની વિશેષ સૂચના આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ