બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Bad news for India: Modi student mourns death of Indian student in Russia-Ukraine war

BIG NEWS / રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, મોદી સરકારે વ્યક્ત કર્યો શોક

Hiralal

Last Updated: 03:49 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત માટે માઠા સમાચાર આવ્યાં છે. યુક્રેન અને રશિયાના હુમલામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.

  • યુક્રેનમાંથી આવ્યાં માઠા સમાચાર
  • રશિયાના હુમલામાં પહેલા ભારતીયનું મોત
  • યુક્રેનના ખરકીવમાં રશિયાના તોપમારામાં થયું મોત

ભારત માટે માઠા સમાચાર આવ્યાં છે.યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પહેલા ભારતીયનો ભોગ લેવાયો છે. ભારત સરકાર હાલમાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાના કામમાં વ્યસ્ત છે બરાબર તેવે સમયે ભારતના પહેલા નાગરિકે યુદ્ધમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુક્રેનના ખારકીવ શહેરમાં રશિયાના તોપમારામાં કર્ણાટકના ચેલાગિરી જિલ્લાના વતન અને નવીન એસ.જી નામના વિદ્યાર્થીનું મોત થયું છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ આ ઘટનાની પુષ્ટિ કરતું શોકજનક ટ્વિટ કર્યું છે.  ભારતીય વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે ખુબ દુખની વાત છે કે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે યુક્રેનના ખરકીવમાં રશિયાના તોપમારામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મંત્રાલય મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. 

મૃતૃક વિદ્યાર્થી કર્ણાટકના ચેલાગિરી જિલ્લાનો વતની, ખારકિવમાં મેડિકલનું ભણતો હતો  

મૃતક વિદ્યાર્થીનું નામ નવીન એસ.જી છે જે કર્ણાટકના ચેલાગિરી જિલ્લાના વતની હતો. નવીન યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં રહીને મેડિકલ યુનિવર્સિટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ખારકીવમાં હાલમાં રશિયાનો ભીષણ તોપમારો ચાલી રહ્યો છે. રશિયા કોઈ પણ ભોગે ખારકીવ પર કબજો કરવાની ફિરાકમાં છે એટલે અહીં અંધાધૂંધ તોપમારો કરવામાં આવી રહ્યો છે અને હાલમાં ત્યાં બીજા ઘણા ભારતીયો ફસાયા છે. મહત્વનું છે કે ગઈ કાલથી રશિયા-યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ થયા બાદ આજ સવારથી રશિયાએ યુક્રેન શહેરમાં હુમલાની ગતિવિધિ તેજ કરી દીધી છે. જેના પગલે યુક્રેનના મોટા શહેરોમાં ભારે બોમ્બમારો શરૂ કરી દીધો હતો.

ભારતીય વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતોના સંપર્કમાં

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ વધુમાં માહિતી આપી છે કે ભારતીય વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતોના સંપર્કમાં છે. હાલમાં ખારકીવ અને અન્ય શહેરોમાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાથી ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને જવા માટે સલામત માર્ગ આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

કીવ શહેર ખાલી કરવા ભારતીયોને આદેશ 

રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ છે, ઉપરાંત ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત સ્વદેશ પહોંચાડવાના ઓપરેશન ગંગામાં પણ ઝડપી કામ હાથ ધર્યું છે. જે અંતર્ગત હવે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક અડવાઈઝ આપી દીધી છે. જેમાં તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક ધોરણ યુક્રેનની રાજધાની કીવને ખાલી કરી દે. ભારતીય નાગરિકોએ આજના દિવસમાં કીવને ખાલી કરવું પડશે અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા આદેશ આપી દેવામાં આવ્યા છે.
યુક્રેનમાં હજી ઘણાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાયાં 

ઉલ્લેખની છે કે, રશિયાએ જે રીતે યુક્રેન પર આક્રમણ કર્યું છે, તેને લઈને યુક્રેનમાં ભારે સંકટની ઘટી આવી પડી છે. જેમાં કેટલાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાયા છે. બીજી તરફ ભારતીય નાગરિકોને સહીસલામત પાછા લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ સતત કાર્યરત છે.

પોલેન્ડમાં ગૃહાંગ પટેલે મદદ જાહેર કરી

ગૃહાંગ પટેલે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી માહિતી આપી હતી કે,   પોલેન્ડની સરહદે તેનાથી બનતી તમામ મદદ કરશે. ગૃહાંગ પટેલે પોતાના મોબાઈલ નંબર +48729663296 પણ જાહેર કર્યા છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, કોઈપણ ભારતીયોને મદદની જરુર હોય તો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. તેણે જણાવ્યું હતું કે, તે ભારતીયોને રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી આપશે જે કોઈપણ વિદ્યાર્થીને જરૂર હોય તો પોલેન્ડમાં અમારો સંપર્ક કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ