બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / back pain causes in women know these tips

હેલ્થ ટિપ્સ / 5 કારણોથી થાય છે સતત કમરનો દુખાવો, મહિલાઓએ ખાસ જાણવા જેવા કારણો

Bijal Vyas

Last Updated: 02:20 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિસર્ચ અનુસાર આ સમસ્યા પુરૂષો કરતા વધુ મહિલાઓમાં જોવા મળે છે અને આ સમસ્યા તેમને કોઈપણ ઉંમરે થઈ શકે છે.

  • મહિલાઓમાં કમરના દુખાવાની સમસ્યા વધુ જોવા મળે છે
  • નિયમિત રીતે કસરત કરવી જોઇએ
  • જે લોકોનું વજન વધારે હોય તેમણે વજન ઘટાડવુ જોઇએ

Back pain causes:કમર દુખાવા અથવા પીઠના દુખાવાની સમસ્યાથી લોકો ઘણીવાર પરેશાન રહે છે કારણ કે આ સમસ્યા એકદમ સામાન્ય છે. કમરનો દુખાવો અથવા પીઠના દુખાવાની સમસ્યા મોટે ભાગે 40 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે. પરંતુ એક રિસર્ચ અનુસાર આ સમસ્યા પુરૂષો કરતા વધુ મહિલાઓમાં જોવા મળે છે અને આ સમસ્યા તેમને કોઈપણ ઉંમરે થઈ શકે છે. બદલાતી લાઇફસ્ટાઇલ અને અનિયમિત ખાનપાનના કારણે ઘણી મહિલાઓ કમરના દુખાવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે.

મહિલાઓમાં આ સમસ્યા પીરિયડ્સ અને ગર્ભાવસ્થા દરમિયાન સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય મહિલાઓમાં કમરના દુખાવાની સમસ્યા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. કમરના દુખાવાની સમસ્યાથી બચવા માટે મોટાભાગની મહિલાઓ તમામ પ્રકારની દવાઓનું સેવન કરે છે, પરંતુ તેમ છતાં તેમને આ સમસ્યામાંથી સંપૂર્ણ રાહત મળતી નથી. એવું નથી કે મહિલાઓને કમરનો દુખાવો થતો નથી. યુવાન સ્ત્રીઓમાં પીઠનો દુખાવો સ્નાયુઓમાં મચકોડ, આંચકો, હર્નિએટેડ અથવા ડીજનરેટેડ ડિસ્ક અથવા સાયટિકા જેવી સમસ્યાઓને કારણે થઈ શકે છે. આ સમસ્યા અંગે ડોક્ટરનું માનવુ છે કે, 'મહિલાઓમાં કમરના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, એન્ડોમેટ્રિઓસિસ, ડિસમેનોરિયા એટલે કે પીડાદાયક પીરિયડ્સ અને ગર્ભાવસ્થા વગેરે.' તો આવો આ કારણોને વિગતવાર સમજીએ.

પ્રેગ્નેન્સીમાં કબજીયાતની સમસ્યા રહેતી હોય તો આ એક વસ્તુનું કરો સેવન, જાણો  અન્ય ફાયદાઓ વિશે | drinking coconut water during pregnancy has many health  benefits

1. પ્રેગ્નેન્સી
પ્રેગ્નેન્સીમાં મહિલાઓને સતત કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. પ્રેગ્નેન્સીમાં કમર દુખાવાની સમસ્યા સૌથી વધારે દુખાવો કમરથી નીચે અને ટેબલોનની પાસે થાય છે. પ્રેગ્નેન્સીના 5માં મહિનામાં કમરમાં થનારા દુખાવો વધે જાય છે અને તેના કારણે મહિલાઓને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

2. ઓસ્ટિઓપોરોસિસ
40 વર્ષની ઉંમરની મહિલાઓ એસ્ટ્રોજનની ઉણપના કારણે પ્રી-મેનોપોઝ સમયગાળાનો અનુભવ કરે છે. જેના કારણથી તેમના હાડકા પર અસર કરે છે. ત્યાં વધતી ઊંમકના કારણે પીઠમાં દુખાવાના અનેક કારણ હોય છે, જેમ કે સ્પોન્ડિલાઇટિઝ, સ્પાઇનલ સ્ટેનોસિસ અને ડિજેનેરેટિવ ડિસ્ક વગેરે...મહિલા જ્યારે 40 વર્ષની ઉંમર સુધી પહોંચે છે. તો તેને પ્રી-મેનોરોઝલ અવસ્થાનો સામનો કરવો પડી શકે છે અને તેના એસ્ટ્રોજન લેવલને પણે ઘટાડે છે. જેના કારણે મહિલાઓને હાડકાં કમજોર થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

3. જાડાપણુ 
કમરના દુખાવાનું એક કારણ જાડાપણુ પણ છે. મહિલાઓએ સાચી જીવનશૈલી અપનાવીને પોતાને સ્વસ્થ્ય રાખવી જોઇએ. તેઓએ બેસતી વખતે ટટ્ટાર બેસવુ જોઇએ, તે સાથે રોજ કસરત કરવી જોઇએ. જો તમે કોઇ રીતે વિટામીન ડી અને કેલ્શિયમ લઇ રહ્યાં છો તો પહેલા ડોક્ટરની સલાહ જરુરથી લો. 

4. મેનોપોઝ 
વધતી ઉંમર એક એવો ફેરફાર છે જે દરેક મનુષ્યમાં જોવા મળે છે. તેવી જ રીતે સ્ત્રીને દર 10 વર્ષે શારીરિક ફેરફારોનો સામનો કરવો પડે છે, જેના પરિણામે તે તેના શરીરને બાળકને જન્મ આપવા સક્ષમ બનાવે છે. જ્યારે સ્ત્રી મેનોપોઝના તબક્કામાં પહોંચે છે, ત્યારે તેને કમરનો દુખાવો થવા લાગે છે.

હેલ્થ ટિપ્સ: 40ની ઉંમર બાદ આ 5 કારણોના લીધે થાય છે કમરમાં દુખાવો, મહિલાઓએ  તો ખાસ રાખવું જોઈએ ધ્યાન/ back pain causes in women know these tips

5. સુસ્ત લાઇફસ્ટાઇલ 
બેઠાડુ લાઇફસ્ટાઇલ પણ કમરના દુખાવાનું કારણ છે. આવું એટલા માટે થાય છે કારણ કે 40 વર્ષની ઉંમરે મહિલાઓ કસરત કરતી નથી. જેના કારણે તેમની લાઇફસ્ટાઇલ પણ બગડવા લાગે છે. આના કારણે તેમની સ્થૂળતા વધવા લાગે છે, પેટની સમસ્યા પણ શરૂ થાય છે જેના કારણે હોર્મોનલ ચેન્જ, સ્ટ્રેસની સમસ્યા, ઊંઘ ન આવવી, વિટામીન ડી ની ઉણપ વગેરેમાં ફેરફાર થાય છે. તેનાથી પીઠનો દુખાવો પણ થાય છે.

કમરના દુખાવાની સમસ્યાથી બચવા માટે અપનાવો આ રીત

  • એક્સરસાઇઝ આ કારકોમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એરોબિક્સ, ફ્લેગ્ઝિબિલિટી એક્સરસાઇઝ, બેલેન્સિંગ જેવી એક્સરસાઇઝ દરેક પ્રકારની એક્સરસાઇઝ પીઠના દુખાવા જેવી સમસ્યાઓને દૂર કરવામાં અને નીચલા પીઠના દુખાવાને રોકવામાં મદદ કરે છે. તાજેતરના સંશોધનોએ દર્શાવ્યું છે કે જે સ્ત્રીઓ અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 થી 5 વખત કસરત કરે છે તેમાં કમરનો દુખાવો થવાનું જોખમ સૌથી ઓછું હોય છે.
  • મહિલાઓએ પોતાના પોશ્ચર પર પણ ધ્યાન આપવુ જોઇએ, અને કરોડરજ્જુને સીધો રાખવુ જોઇએ. 
  • નિયમિત રીતે કસરતત કરતી વખતે વિટામીન ડી અને કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જોઇએ. પરંતુ પહેલા ડોક્ટરની સલાહ લેવી. 
  • જે મહિલાઓનુ વજન વધારે હોય તેમણે વજન ઘટાડવુ જોઇએ. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ