ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / baby found after 5 days turkey earthquake was found after 54 days

તુર્કીયે ભૂકંપ / આખરે 54 દિવસ બાદ વિખૂટા પડેલ બાળકનું માતા સાથે પુન: મિલન, ભૂકંપમાં 128 કલાક સુધી રહ્યું હતું કાટમાળમાં દટાયેલું

Published By: Bijal Vyas

Last Updated: 02:12 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન મંત્રીના સલાહકાર ગેરાશચેંકોએ બાળકીના માતાની ઓળખ બાદ પોસ્ટ શેર કરી કહ્યું કે, આપને આ બાળકની તસ્વીર યાદ હશે, જેણે તુર્કીમાં ભૂકંપ બાદ કાટમાળમાંથી 128 કલાક દટાયેલ રહ્યું હતું.

ADVERTISEMENT

  • તુર્કીમાં ભૂકંપ બાદ કાટમાળમાંથી 128 કલાક દટાયેલ રહ્યું હતું
  • 54 દિવસ બાદ ડીએનએ પરીક્ષણ બાદ હવે ફરીથી તેઓ એક થઈ ગયા
  • આ ભૂંકપમાં તુર્કીમાં 50,000થી વધારે લોકોના મોત થઈ ગયા

ગત મહિને તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપ બાદ કાટમાળ નીચે દટાયાના લગભગ 128 કલાક બાદ બચાવવામાં આવેલી ચમત્કારિક બાળકે સોશિયલ મીડિયા પર લાખો લોકોનું દિલ જીતી લીધું હતું. જો કે આ તમામની વચ્ચે તેની માતાનું મોત થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું. પણ 54 દિવસ બાદ હવે ખબર પડી છે કે, આ માસૂમ બાળકની માતા જીવતી છે. ડીએનએ રિપોર્ટથી તેની અસલી માતાની પુષ્ટિ થઈ ચુકી છે કે આ તે જ બાળકની માતા છે  જે ભૂંકપ બચી ગયો છે જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહ્યુ છે. 

યુક્રેનના અંગત મામલામાં  મંત્રીના સલાહકાર એન્ટોન ગેરાશચેંકોએ બાળકીના માતાની સામે આવવાને લઈને એક પોસ્ટ શેર કરી કહ્યું કે, આપને આ બાળકની તસ્વીર યાદ હશે, જેણે તુર્કીમાં ભૂકંપ બાદ કાટમાળમાંથી 128 કલાક દટાયેલ રહ્યું હતું. એવું કહેવાતું હતું કે, આ બાળકની માતાનું મોત થઈ ગયું છે, પણ હવે ખબર પડી છે કે, તેની માતા જીવીત છે. તેની સારવાર એક અલગ હોસ્પિટલમાં કરવામાં આવી છે. 54 દિવસ બાદ ડીએનએ પરીક્ષણ બાદ હવે ફરીથી તેઓ એક થઈ ગયા છે.

એક યુઝર્સે તેને ચમત્કાર ગણાવતા કહ્યું કે, અદ્ભૂત સમાચાર. મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે, બંને બચી ગયા અને એકબીજાને પાછા મળી ગયા. આને શેર કરવા બદલ ધન્યવાદ. એક અન્ય યુઝર્સે લખ્યું કે, કહાની દુ:ખદ છે. પણ સુંદર અંત. આભારી છું કે, બાળકને તેની માતા મળી ગઈ. અન્ય એકે લખ્યું કે, કેટલી સારી સ્ટોરી છે. મા અને બાળક ફરી એક સાથે. આશા છે કે, માતા પોતાના બાળકની દેખરેખ કરવા માટે પુરતુ છે અને પોતાના જીવનના બાકીના ભાગનો આનંદ લઈ શકશે.

ઉલ્લેખનિય છે કે, તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. 11 પ્રાંતોમાં આવેલા આ ભૂંકપમાં તુર્કીમાં 50,000થી વધારે લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે સીરિયામાં 7,000થી વધારે લોકોનો જીવ ગયો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

128 કલાક 54 Earthquake Turkey earthquake ડીએનએ તુર્કી બાળક ભૂકંપ વિનાશકારી ભૂકંપ international news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ