બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ayurveda tips to make bowel movement better article

કબજિયાતના ઉપાય / ટોઇલેટમાં 10 મિનિટથી વધારે બેસવું પડતું હોય તો આજે જ થઈ જજો સાવધાન! જાણી લો ઉપાય, નહીંતર પાછળથી પસ્તાવવાનો આવશે વારો

Bijal Vyas

Last Updated: 11:14 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકો ટોઇલેટ પર લાંબો સમય લે છે. તેઓ 20-30 મિનિટ આરામથી બેસીને બહાર આવે છે અને તેમ છતાં તેમનું પેટ સાફ નથી થતું, તો જાણો કબજિયાતના ઉકેલ વિશે...

  • ટોયલેટ પોશ્ચરમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે
  • ટોયલેટમાં 5-10 મિનિટથી વધારે સમય ના વિતાવો
  • સવારે ઊઠીને સૌથી પહેલાં હુંફાળું પાણી પીવો

કબજિયાતના ઉપાયઃ શું તમે પણ તમારા ફોન સાથે ટોઇલેટ જવાનું પસંદ કરો છો? અત્યારના સમયે મોટાભાગના લોકોની આ આદત છે. તેઓ દરેક ટોઇલેટમાં અડધો કલાક વિતાવતા હોવાથી, તે ફોન સાથે રાખવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી ટોઇલેટમાં બેસીને પણ તેમનું પેટ યોગ્ય રીતે સાફ થતું નથી અને તેના કારણે તેમને અન્ય બીમારીઓ ઘેરી લે છે.

જો તમે લાંબા સમય સુધી ટોયલેટમાં બેસો છો, તો તેનો અર્થ એ છે કે તમારી બાઉલ મૂવમેન્ટ સારી નથી. ક્રોનિક કબજિયાત, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, પાઇલ્સ જેવી ગંભીર બીમારીઓ તેનું કારણ બની શકે છે. મોટાભાગના લોકો તેની અવગણના કરે છે, પરંતુ તે ખરેખર એક સમસ્યા છે જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ. લાંબા સમય સુધી ટોયલેટમાં કેમ ન બેસવુ જોઇએ, સાથે આયુર્વેદની મદદથી કબજિયાતથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો, આવો તેનુ કારણ અને ઉપાય વિશે જાણીએ...

બાઉલ મૂવમેન્ટ કેમ જરુરી?
બાઉલ મૂવમેન્ટ્સ એટલે કે આંતરડાની ગતિવિધી જે તમારા શરીર દ્વારા કચરો બહાર કાઢે છે. તમારા પેટમાં ખરાબ બેક્ટેરિયા, ચરબી, ફાઇબર, ખોરાકનો કચરો લાળ અને વધારાનું મીઠું દૂર કરવામાં મદદ કરે છે. જો તમે લાંબા સમય સુધી ટોયલેટ જઈ શકતા નથી, તો તે આંતરડાને અસર કરી શકે છે. જેના કારણે ક્યારેક શરીરના અન્ય અંગોને પણ નુકસાન થઈ શકે છે. આ કારણે શૌચક્રિયા ખૂબ જ જરૂરી છે.

કબજિયાત માટેનો સર્વશ્રેષ્ઠ ઈલાજ, આ ઉપાય કરતાં જ રોજ સવારે પેટ થઈ જશે એકદમ  સાફ | Foods To Clean The Stomach In The Morning

ટોયલેટમાં 5-10 મિનિટથી વધારે સમય ના વિતાવો
ડોક્ટરના મતે, "તમને ટોયલેટ જવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. વિના ડિસ્કમ્ફર્ટ માત્ર 5-10 મિનિટથી વધુ સમય ટોયલેટમાં વિતાવવો કોઇ સમસ્યા હોઇ શકે છે."

લાંબા સમય સુધી ટોયલેટમાં સમય વિતાવવાનું નુકસાન
જો તમે 10 મિનિટથી વધુ સમય સુધી ટોઇલેટ પર બેઠા હોય તો તેનો અર્થ એ છે કે તમારી આંતરડાની ગતિ સારી નથી. એટલું જ નહીં, લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારી રેક્ટલ વેન્સમાં લોહી એકઠું થવા લાગે છે. જ્યારે તમે જોર કરો છો, ત્યારે તે એનલમાં નસોના સંચયને કારણે પાઇલ્સની સમસ્યા થઇ શકે છે.

કબજિયાતને દૂર કરવા માટે શું કરવું ?
જો તમને કબજિયાત હોય અથવા તમે ટોયલેટમાં ઘણો સમય વિતાવતા હોય તો તેનો અર્થ છે કે તમારું શરીર હજુ સુધી ટોયલેટ જવા માટે તૈયાર નથી. તમે આ ટિપ્સ અજમાવો અને

કબજિયાતની સમસ્યા દૂર કરો-

હૂંફાળુ પાણી પીઓ
પૂરતું પાણી પીઓ અને સવારે ઊઠીને સૌથી પહેલાં હુંફાળું પાણી પીવો. આ તમને પેટ સાફ કરવામાં સારી રીતે મદદ કરશે.

ફ્રૂટ્સ, નટ્સ અને ગ્રીન વેજિટેબલ્સનું સેવન કરો
ફાઈબરથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. આ સ્ટૂલને પસાર થવામાં મદદ કરે છે. આ આંતરડાની ગતિને ઉત્તેજિત કરે છે, જેનાથી તમને કબજિયાતનો અનુભવ થતો નથી. તમારા આહારમાં ફળો, બદામ-બીજ, લીલા શાકભાજી અને આખા અનાજ જેવી વસ્તુઓનું સેવન કરો. તમારા આહારમાં ઘી જેવા હેલ્દી ફેટને પણ સામેલ કરો.

ફક્ત 20 દિવસમાં ઘટાડો વજન! આ ડાયેટ ચાર્ટ કરો ફોલો, જાણો સવારથી સાંજ સુધીમાં  શું ખાવું | lose weight in 20 days weight loss diet chart

ઇરિટેટિંગ ફૂડ્સ ખાવાથી બચો
આપણે કબજિયાતનો અનુભવ ત્યારે કરીએ છીએ જ્યારે જ્યારે આપણે આંતરડાને અનુકુળ ના હોય તેવી ખાદ્ય વસ્તુઓ ખાઈએ છીએ. ચા, કોફી અને સોડા જેવા કેફીનયુક્ત પીણાંનો વપરાશ ઓછો કરો. ચરબીયુક્ત અને તળેલા ખોરાક ખાવાનું ટાળો. મસાલેદાર ખોરાક અને આલ્કોહોલિક પીણાં લેવાથી બચવુ જોઈએ.

ફિઝિકલ એક્ટિવિટી કરો
જો તમે શારીરિક પ્રવૃત્તિ ન કરો તો પણ તે સમસ્યાનું કારણ બની શકે છે. ચાલવું, દોડવું અને તરવું જેવી પ્રવૃત્તિઓ તમારી ગતિને પ્રોત્સાહન આપે છે. તે સ્ટૂલ પસાર કરવામાં મદદ કરે છે. તમારે તમારા સમયમાંથી 20-30 મિનિટ કાઢીને આ પ્રવૃત્તિઓ કરવી જોઈએ.

આ ઉપરાંત ટોયલેટ પોશ્ચરમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. તમારા પગનો એંગલને બદલવાથી તમારા કોલોનના એંગલમાં પણ અસર થાય છે. આ ઉપરાંત તમે તમારા માટે ટોયલેટ ફૂટસ્ટૂલ પણ રાખી શકો છો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ