બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / At Kundal village of Barwala taluka, there are Samadhi sites at two different places of Fulbaima and Rambaima on the banks of the rushing river.

દેવ દર્શન / ગુજરાતની એક એવી અમર કહાની જેમાં ભાઈના વિરહમાં બે બહેનોનો જમીનમાં સમાઈ ગયા, અખંડ દીવો હજુ પણ હાજરાહજૂર

Dinesh

Last Updated: 07:16 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Botad News: બરવાળા તાલુકાના કુંડળ ગામે ઉતાવળી નદીના કાંઠે ફુલબાઈમા અને રામબાઈમા ના બે અલગ અલગ સ્થળે સમાધી સ્થાન આવેલા છે. રોજ હજારોની સંખ્યામાં તમામ સમાજના લોકો બંને માતાજીના દર્શને આવે છે

  • ભાઈના વિરહમાં બહેનોનો પ્રાણ ત્યાગ 
  • કોણ છે રામબાઈમા અને ફુલબાઈમા
  • કેમ બંને બહેનો માતાજી તરીકે પૂજાય છે

આપણા દેશમાં અનેક ધાર્મિક ઐતિહાસિક ઘટનાઓ બની છે, અનેક ઐતિહાસિક પ્રસંગો છે જે હજુ લોક મુખે ચર્ચાય છે અને આવા પ્રસંગો અમર છે ત્યારે પોતાનાં ભાઈના વિરહમાં બે બહેનો પોતાના પ્રાણનો ત્યાગ કરી માતાજી તરીકે પુજાય છે અને હાલ લાખો લોકોના દુખ દુર કરે છે, તે રામબાઈમા અને ફુલબાઈ મા ની અમર કહાણી વાત છે. તો કોણ છે રામબાઈમા અને ફુલબાઈમા અને કેમ તેઓ માતાજી તરીકે પૂજાય છે

ફુલબાઈમા અને રામબાઈના સમાધી સ્થળ
બરવાળા તાલુકાના કુંડળ ગામે ઉતાવળી નદીના કાંઠે ફુલબાઈમા અને રામબાઈમા ના બે અલગ અલગ સ્થળે સમાધી સ્થાન આવેલા છે. રોજ હજારોની સંખ્યામાં તમામ સમાજના લોકો બંને માતાજીના દર્શને આવે છે. બંને માતાજી ઉપર ભાવિકોને દ્રઢ વિશ્વાસ છે એટલે જ બંને માતાજીના મંદિરે માથું ટેકવતા લોકોના તમામ દુખ દુર થાય છે. લોક વાયકા મુજબ વર્ષો પહેલા બરવાળાના કુંડળ ગામ નજીક બેલા ગામે આલાભાઈ અને તેમની બહેનો રામબાઈમા અને ફુલબાઈમા રહેતા હતા. બંને બહેનોના ભાઈ આલાભાઈ રોજ પશુઓ ચરાવવા જતા હતા. નિત્યક્રમ મુજબ પશુઓ ચરાવવા ગયેલા ભાઈ સાંજ પડ્યા બાદ પણ ઘરે પરત ન ફરતા, સવારમાં તેમની બહેનો રામબાઈમા અને ફુલબાઈમા તેમના ભાઈ આલાભાઈ ને શોધવા માટે કુંડળ ગામે આવ્યા હતા. 

ત્રણેય ભાઈ બહેનો પુજાય છે
કુંડળ ગામે માત્રાબાપુએ ભાઈના માઠાં સમાચાર આપતા રામબાઈમા માત્રાબાપુની ડેલીએજ જમીનમાં સમાય ગયા અને ઉતાવળી નદિના કાંઠે પાણીના આરે ભાઈની વાટ જોતા ફુલબાઈમા ને કોઈએ વાત કરી કે માત્રાબાપુની ડેલીએ એક ચારણની દિકરીએ પોતાના પ્રાણ આપી જમીનમાં સમાય ગયા છે એટલે ફુલબાઈમા ને ખબર પડી કે તે રામબાઈ જ હોય એટલે જે સ્થળે ફુલબાઈમા ઉભા હતા તેજ સ્થળે તે ઢળી પડ્યા અને તેણે પણ પોતાના દેહનો ત્યાગ કરી દિધો હતો. બંને બહેનોની ગામલોકોએ સમાધી સ્થાન બનાવી અને કુંડળ ગામના સીમાડે આલાભાઈ કે જેઓ આલામામા તરીકે ઓળખાય છે જેનું પણ સમાધી સ્થાન બનાવ્યુ અને ત્યારથી ત્રણેય ભાઈ બહેનો પુજાય છે.

અખંડ દીવો ઝળહળતો જ રહે છે
ગામના લોકો બંને બહેનો અને આલીયામામાની સમાધી સ્થાને દર્શને જતા અને સમય વિતતા નાના મોટા પરચાઓ થતા, લોકો બંને બહેનોને માતાજી તરીકે પુજવા લાગ્યા અને કુંડળ ગામ સહિત આજુબાજુના ગામના લોકો માતાજી ઉપર શ્રધ્ધા રાખી વાર તહેવારે માતાજીને લાપસી નૈવેદ ધરાવવા લાગ્યા હતા. વર્ષો વીતી ગયા છતાં હાલ આ બંને બહેનો જે ફુલબાઈમા અને રામબાઈમા નો ઈતિહાસ અમર છે અને લોકો માતાજીના સમાધી સ્થાને આવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ઘણા કુદરતી વાવાઝોડા આવે, વૃક્ષોના પાન ખરવા લાગે મકાનોના છાપરા ઉડવા લાગે તેવા સમયે માતાજીનો અખંડ દીવો ઝળહળતો જ રહે છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું નાનકડું ગામ કુંડળ ઈતિહાસના પાને બહુ મોટું નામ ધરાવતું ગામ છે. ભાઈના વિરહ મા પોતાના પ્રાણ ત્યજી દેનારી બંને બહેનો ફુલબાઈમા અને રામબાઈમા આજે માતાજી તરીકે પૂજાય છે. બરવાળા ગામના ખોજા પરિવારના સંતાનની આરોગ્યને લગતી સમસ્યા દૂર થાય તે માટે  પરિવારે માતાજીમાં શ્રદ્ધા રાખી અને માતાજીએ પરિવારને આશીર્વાદ આપ્યા ત્યારથી ખોજા પરિવાર માતાજીને કુળદેવી માને છે અને દર ગુરુવારે નિયમિત માતાના ચરણોમાં શીશ ઝુકાવે છે.

વાંચવા જેવું: રી ગુજરાતમાં વરસાદના રાઉન્ડની આગાહી, ત્રણ દિવસ ધમધોકાર, ખેડૂતો માટે હવામાન વિભાગે કરી માઠી આગાહી

ખોજા પરિવાર પણ માતાજીને કુળદેવી માને છે 
ગામ ઉપર સંકટઆવે ત્યારે માતાજી સંકટ દૂર કરે છે કુંડળ ગામ ફરતે ઉતાવળી નદીના પાણીઆવ્યા હતા અને તે સમયે નવરાત્રી હતી ત્યારે ફુલબાઈમાના સમાધી સ્થાનેથી ગરબો આકાશ માર્ગે ઉપાડ્યો અને સામે દિશામાં આવેલા રામબાઈમા ના સમાધી સ્થાને જઈને આખુ ગામ ફરતો ગરબો રમતો અને ગામનું રક્ષણ કરી માતાજીએ પરચો આપ્યો હતો. કુંડળ ગામમાં કોઈપણ સમાજમાં દિકરીના લગ્ન બાદ જાનને વળાવતાં પહેલા બને માતાજીના દર્શન કરવાની પ્રથા ચાલીઆવે છે. સમસ્ત ગામ માતાજીને લાપસીના નિવેદ ધરાવે છે અને આખું ગામ નાતજાતના ભેદભાવ વગર સાથે મળી માતાજીની પ્રસાદી લે છે તેમજ વાર તહેવારે અને નવરાત્રી દરમ્યાન માતાજીના ઉત્સવ ઉજવાય છે 

નાનકડા ગામ કુંડળનુ ઈતિહાસના પાને બહુ મોટું નામ
કુંડળ ગામે આવેલા ફુલબાઈમા અને રામબાઈમાએ હાલના કળિયુગમાં અનેક પરચા આપી અનેક દુખીયાના દુખ દુર કર્યા છે.કુંડળ ગામ અને આજુબાજુના શહેરોના પરીવારોને માતાજી ઉપર ખૂબ જ શ્રધ્ધા છે અને તેમને અનેક પરચાનો અનુભવ થયો છે. બરવાળા તાલુકાના કુંડળ ગામે ફુલબાઈમા અને રામબાઈમાની ભાઈ બહેનની અમર કહાની છે, પોતાના ભાઈના વિરહમા પોતાના પ્રાણ ત્યજી દેનારી બંને બહેનો હાલ માતાજી સ્વરુપે પુજાય છે. દુર દુર થી લોકો લોકો પોતાની માનતા પૂરી કરવા આવે છે કહેવાય છે કે માતાજીના શરણે ગમેતેવા દુખીયો માણસ માથું ઝુકાવી શ્રધ્ધાથી માતાજીને પાર્થના કરે એટલે માતાજી તેના દુખ દુર કરે છે ત્યારે મોટી સંખ્યામાં અઢારે સમાજના લોકો કુંડળ આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. વર્ષોના વર્ષો વિતી ગયા હોય તો પણ ઈતિહાસ ગવાહી પૂરે છે ત્યારે આવોજ ઈતિહાસ કુંડળ ગામે ભાઈ બહેનની અમર કહાનીનો છે અને આજે પણ તે અમર છે ત્યારે જ કહેવાય છે કે શ્રધ્ધા હોય તો પુરાવાની જરૂર નથી હોતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ