બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The Meteorological Department has predicted that the state may receive rain from January 8 to 10

માઠા સમાચાર / ગુજરાતના ખેડૂતોના માથે છવાયા સંકટના વાદળ, રાજ્યમાં ફરી 3 દિવસ મેઘરાજા ત્રાટકશે, આ તારીખો ચિંતાજનક

Dinesh

Last Updated: 11:58 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update: હવામાન વિભાગે ફરીવાર ખેડૂતો માટે માઠી આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું કે, આગામી તારીખ 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં ફરીથી વરસાદ વરસી શકે છે. જોકે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.

  • ગુજરાતમાં ફરી કમોસમી માવઠું બનશે મુસીબત
  • તા. 8થી 10 જાન્યુઆરી વરસાદની શક્યતા
  • સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ

Gujarat Weather Update: ગુજરાતના ખેડૂતોના માથે ફરીથી સંકટના વાદળ છવાઇ ગયા હોય તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે હવામાન વિભાગની વરસાદને લઇ વધુ એક આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'આગામી તારીખ 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે.' જેના લીધે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.

જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

રાજ્યમાં વરસાદ અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે વરસી શકે છે. 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે. 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તમને જણાવી દઈએ કે, આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. 

ફરી વરસાદને લઈને એલર્ટ, ક્યારે અને ક્યાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે  કરી મોટી આગાહી / UP Rain: Heavy rain alert for three days in North India,  when will it rain in

હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 'સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. સાથો સાથ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. વધુમાં કે, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ