બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Asia's richest man Mukesh Ambani's company Reliance Consumer has acquired another company

બિઝનેસ / પહેલાં કોલ્ડ ડ્રિંક, હવે 'પાન પસંદ' ટૉફી..., મુકેશ અંબાણીએ ખરીદી 82 વર્ષ જૂની કંપની! કેટલાં કરોડમાં ડીલ ફાઇનલ

Pravin Joshi

Last Updated: 04:58 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ કન્ઝ્યુમરે બીજી કંપની હસ્તગત કરી છે. આ કંપની મેંગો મૂડ, કોફી બ્રેક, ટુટી ફ્રુટી, પાન પસાંદ ટોફ્રીનું ઉત્પાદન કરે છે.

  • રિલાયન્સ કન્ઝ્યુમરે 'પાન પસંદ' ટોફી બનાવતી કંપની ખરીદી
  • આ કંપની કોફી બ્રેક અને પાન પસંદ ટોફી સહિત અનેક ઉત્પાદનોનું વેચાણ કરે છે
  • પાન પસંદ બનાવતી કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ ડીલની માહિતી આપી 

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ કન્ઝ્યુમરે બીજી કંપની હસ્તગત કરી છે. આ કંપની કોફી બ્રેક અને પાન પસંદ ટોફી સહિત અનેક ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ 82 વર્ષ જૂની કંપની છેલ્લા કેટલાક સમયથી નાણાકીય સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી. આવી સ્થિતિમાં કંપનીએ રિલાયન્સ કન્ઝ્યુમર સાથે કરાર કર્યો છે. અગાઉ મુકેશ અંબાણીની કંપનીએ કોલ્ડ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ કંપની કેમ્પાને ખરીદી હતી. રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે રાવલગાંવ સુગર કંપનીનો કન્ફેક્શનરી બિઝનેસ ખરીદ્યો છે. તેને ખરીદવાનો સોદો રૂ. 27 કરોડમાં પૂર્ણ થયો છે. આ ડીલમાં મુકેશ અંબાણીની કંપની પાસે ટ્રેડમાર્ક, રેસિપી અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ આવી ગયા છે.

વિદેશમાં સંપત્તિ જમાવવા લાગ્યા મુકેશ અંબાણી, 6 મહિનામાં દુબઈમાં બીજી વાર ઘર  ખરીદ્યું, કિંમત ચોંકાવનારી | mukesh ambani smashes his own record to buy  most expensive ...

કંપનીની શરૂઆત 1933માં થઈ હતી

પાન પસંદ બનાવતી કંપનીએ શુક્રવારે એક્સચેન્જ ફાઇલિંગમાં આ ડીલની માહિતી આપી છે. આ કંપનીની સ્થાપના ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદ દ્વારા 1933માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં કરવામાં આવી હતી. 1942માં આ કંપનીએ રાવલગાંવ નામથી ટોફી બનાવવાનું શરૂ કર્યું. હાલમાં આ કંપની પાસે મેંગો મૂડ, કોફી બ્રેક, ટુટ્ટી ફ્રુટી, પાન પસંદ, ચોકો ક્રીમ અને સુપ્રીમ જેવી બ્રાન્ડ્સ છે.

Industry | VTV Gujarati

બજાર હિસ્સો ગુમાવ્યો 

રાવલગાંવ સુગર કંપનીએ હાલમાં સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં વધતી સ્પર્ધાને કારણે બજારહિસ્સો ગુમાવ્યો છે. તેમજ અસરકારક રીતે કામ કરવાની ક્ષમતા વિના કાચા માલ, ઉર્જા અને મજૂરીના ભાવમાં વધારાને કારણે કંપનીના નફાને અસર થઈ છે. કંપનીએ હજુ સુધી તેના ઉત્પાદનોની કિંમતમાં વધારો કર્યો નથી.

વધુ વાંચો : EPFO એક્શનથી લઈને રાજીનામાં સુધી... Paytm ને 24 કલાકમાં લાગ્યા ત્રણ મોટા ઝટકા

રિલાયન્સ કંપનીએ કેમ્પાને ખરીદી હતી

નોંધનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ કંપનીએ આ મહિનાની શરૂઆતમાં તેની કન્ઝ્યુમર પેકેજ્ડ ગૂડ્ઝ બ્રાન્ડ 'સ્વતંત્રતા' લોન્ચ કરી હતી. જ્યારે અગાઉ આ રિલાયન્સ કંપનીએ કેમ્પાને ખરીદી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ