બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ ફાઈનલની બે ટીમો નક્કી, ભારતની ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે ટકકર, આ દિવસે રમાશે મેચ

ક્રિકેટ / એશિયા કપ ફાઈનલની બે ટીમો નક્કી, ભારતની ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે ટકકર, આ દિવસે રમાશે મેચ

Last Updated: 08:33 AM, 7 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈભવ સૂર્યવંશીની સતત બીજી અડધી સદીની મદદથી ભારતે અંડર-19 એશિયા કપ વનડેની સેમિફાઈનલમાં 170 બોલ બાકી રહેતા શ્રીલંકાને સાત વિકેટે હરાવી દીધું.

ACC મેન્સ અંડર-19 એશિયા કપની ફાઈનલ માટે બંને ટીમો ફાઈનલ થઈ ગઈ છે. ભારતીય ટીમે સેમિફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. જો કે, એ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે જેઓ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા કારણ કે બાંગ્લાદેશે પ્રથમ સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને સતત બીજી વખત ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. બાંગ્લાદેશે છેલ્લી વખત એટલે કે વર્ષ 2023માં UAEને હરાવીને U19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. હવે તેનો પ્રયાસ સતત બીજી વખત આ ટાઈટલ કબજે કરવાનો રહેશે.

વૈભવ સૂર્યવંશીએ ફરી બતાવી પોતાની તાકાત

13 વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી સેમી ફાઈનલ મેચનો હીરો રહ્યો, જે સતત બીજી મેચમાં ચર્ચામાં રહ્યો. બીજી સેમીફાઈનલમાં તેની તોફાની ઇનિંગ્સના કારણે ભારતે 170 બોલ બાકી રહેતા શ્રીલંકાને સાત વિકેટથી હરાવી દીધું અને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ડાબોડી બેટ્સમેને માત્ર 36 બોલમાં 67 રનની તોફાની ઇનિંગ રમી.

PROMOTIONAL 13

સૂર્યવંશીએ શ્રીલંકા સામે માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જેમાં તેણે છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. તાજેતરમાં, વૈભવને રાજસ્થાન રોયલ્સે 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જેનાથી તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં જોડાનાર સૌથી યુવા ખેલાડી બની ગયો. ભારતીય બોલરોએ પ્રથમ 47 ઓવરમાં શ્રીલંકાને 173 રન પર રોકી દીધું અને ત્યાર પછી 3 વિકેટ ગુમાવીને માત્ર 23.2 ઓવરમાં 174 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો.

આ પણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયા LIVE મેચમાં બની અજીબ ઘટના, એડિલેડ ટેસ્ટ અધવચ્ચે જ અટકી, જુઓ વીડિયો

ભારત vs બાંગ્લાદેશ ફાઇનલ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ACC મેન્સ અંડર-19 એશિયા કપની ટાઈટલ મેચ 8 ડિસેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર ટાઇટલ મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. ફાઇનલમાં ભારતીય ટીમની નજર 9મી વખત ટાઇટલ પર કબજે કરવા પર હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Vs Bangladesh India U19 Asia Cup Final
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ