બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Ashok pillar imprinted on moon, ADM Ketaki Vyas suspended, now two board exams in one year, samachar supar fast news

2 મિનિટ 12 ખબર / ચંદ્ર પર અશોક સ્તંભની છાપ પડી, ADM કેતકી વ્યાસ સસ્પેન્ડ, હવે એક વર્ષમાં બોર્ડની બે પરીક્ષા

Dinesh

Last Updated: 11:37 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરાણ કરી દીધું છે, ચંદ્રયાનના લેન્ડીંગ બાદ પીએમ મોદીએ સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગથી ઈસરોને અભિનંદન આપ્યાં હતા.

23 ઓગસ્ટનો દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાશે. દેશ-દુનિયાની આશા-અપેક્ષા પૂરી પાડતાં ભારતના ચંદ્રયાન-3એ એક મોટો ઈતિહાસ રચ્યો છે. ઈસરો દ્વારા નિયત સમય સાંજના 6.04 વાગ્યે ચંદ્રયાન-3એ ચંદ્ર પર સહીસલામત ઉતર્યું હતું. ચંદ્રયાન-3 ચંદ્રના દૂર્ગમ ગણાતાં સાઉથ પોલ (દક્ષિણ ધ્રૂવ) પર ઉતર્યું છે અને સાઉથ પોલ પર સફળતાપૂર્વક અવકાશયાનને ઉતારનાર ભારત પહેલો દેશ બન્યો છે. ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડીંગના ભારતના બે સહિત દુનિયાના ટોટલ સાત મૂન મિશન ફેલ થયાં છે પરંતુ ભારતને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી છે અને તેથી ભારતની આ સિદ્ધિ જેવી તેવી નથી. દુનિયાના દેશો પણ જે રહસ્યમયી જગ્યાએ અવકાશયાન ઉતારી શક્યા નથી તે જગ્યાએ ભારતે ઉતારીને અવકાશમાં તેનો ઝંડો ફરકાવી દીધો છે. ચંદ્રયાનની આ મોટી સિદ્ધિ પર આજે આખા દેશને ગૌરવ છે.

chandrayaan 3 landing : chandrayaan successfully lands in moons surface

ભારતે ચંદ્ર પર તિરંગો લહેરાવી દીધો છે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરાણ કરી દીધું છે. પીએમ મોદી આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યાં હતા. ચંદ્રયાનના લેન્ડીંગ બાદ પીએમ મોદીએ સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગથી ઈસરોને અભિનંદન આપ્યાં હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ આ ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. આજે આખો દેશ, દરેક ભારતીય આ ક્ષણનો આનંદ માણી રહ્યો છે.હું આ સિદ્ધિ માટે ઈસરોને અને દેશના દરેક વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું. કારણ કે તેઓ વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે, આ ક્ષણ માટે. હું દેશના 140 કરોડ દેશવાસીઓને પણ આ ભાવનાત્મક ક્ષણ માટે અભિનંદન આપું છું. આપણા વૈજ્ઞાનિકોની મહેનતથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. આજથી ચંદ્રને લગતી દંતકથાઓ અને વાર્તાઓ બદલાશે અને નવી પેઢી માટે કહેવતો પણ બદલાશે. 

Chandamama ek tour ke…: PM Modi hails India's landing on Moon, joins from South Africa

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી બહાર આવ્યું છે. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. 40 દિવસની લાંબી મુસાફરી બાદ બુધવારે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. હવે આ લેન્ડરમાંથી રોવર પણ બહાર આવ્યું છે.  રોવર છ પૈડાવાળો રોબોટ છે. તે ચંદ્રની સપાટી પર ચાલશે. તેના પૈડાં પર અશોક સ્તંભની છાપ છે. જેમ જેમ રોવર ચંદ્રની સપાટી પર આગળ વધશે તેમ તેમ અશોક સ્તંભની છાપ છાપતી જશે. રોવરનું મિશન જીવન 1 ચંદ્ર દિવસ છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. 

Big news about Chandrayaan, footprint of Ashoka Pillar will be printed on lunar soil, rover came out of lander

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદ ઈસરોના મૂન મિશન ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટીની પહેલી તસવીરો મોકલી છે. ચંદ્રની સપાટી પર ધીરે ધીરે ઉતરતાં લેન્ડર વિક્રમે આ તસવીરો ઝડપી હતી. ચંદ્રયાને મોકલેલી તસવીરોમાં ચંદ્રને નજીકનો જોવાનો લ્હાવો મળે છે. તેમાં ચંદ્રની સપાટી પર નાના-નાના ખાડાંઓ જોવા મળે છે. ચંદ્રયાને ઈસરોને આ તસવીરો મોકલી આપી હતી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ અને ચંદ્ર પર ઉતરનાર દુનિયાનો ચોથો દેશ છે. આ પહેલા અમેરિકા, ચીન અને સોવિયત સંઘ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.

images from the Lander Horizontal Velocity Camera taken during the descent

ચંદ્રયાન 3ની માહિતી: ભારત દેશએ અંતરીક્ષમાં પોતાની સિદ્ધિનો ડંકો વગાડ્યો છે. ચંદ્રયાન-3ને સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કરી લીધું છે. 23 ઓગસ્ટ 2023નો દિવસ ભારત માટે ખાસ યાદગાર બની ગયો છે. લેન્ડર વિક્રમ આજે લેન્ડિંગ સાથે પોતાનું કામ શરૂ કર્યું છે. દેશના વૈજ્ઞાનિકો સહિત નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાનની સફળતા બાદ ઠેર ઠેર ઉજવણીનો માહોલ છવાયો છે. લોકોએ ગુલાલ ઉડાવી ઉજવણી કરી છે તેમજ ખોખરા યુથ ફેડરેશનએ ફટાકડા ફોડી આતશબાજી કરી છે 

Chandrayaan 3 After the success atmosphere of celebration everywhere

આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. જો કે, સમગ્ર મામલાને લઈ ADM કેતકી વ્યાસને સસ્પેન્ડ કરાઈ છે. અત્રે જણાવી દઈએ કે, આરોપી કેતકી વ્યાસ બિલોદરા જેલમાં કેદ છે. આણંદ કલેકટર કચેરીમાં સ્પાયકાંડને લઇને કાર્યવાહી ધમધમાટ ચાલી રહ્યો છે. સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીના સ્પાયકાંડમાં કેતકી વ્યાસ સંડોવાયેલ છે. સ્પાયકાંડની પૂછપરછમાં કરોડોની જમીન ઉપરાંતના વહીવટ બાબતના ખુલાસા થયા છે. કેતકી વ્યાસના કૌભાંડના પણ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યાં છે.

કચ્છના કરોડો રૂપિયાના ડ્રગ કેસમાં ફરી ગેંગસ્ટર લોરેન્સ બિસનોઈની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં 15 દિવસના રિમાન્ડ બાકી હોવાથી ફરી તેને રિમાન્ડ પર લેવામાં આવશે. જેને લઈને હવે ડ્રગ કેસમાં વધુ કનેક્શન બહાર આવે અને નવા ધડાકાભડાકા થાય તો નવાઈ નહિ!. જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે. 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે અગાઉ ધરપકડ કરાઈ હતી. તાજેતરમાં ગુજરાત ATSસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. 

Gangster Lawrence Bishnoi arrested in Kutch drugs case remand for 15 days

ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતમાં શિક્ષણ મંત્રાલય 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) રજૂ કરવા પર કામ કરી રહ્યું છે. જેથી હવે આગામી સમયમાં  ધોરણ 11 અને 12 માટે દર વર્ષે બે બોર્ડ પરીક્ષાઓ લેવાઇ શકે છે. ભારતમાં શિક્ષણ મંત્રાલય 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) રજૂ કરવા પર કામ કરી રહ્યું છે. આ ફ્રેમવર્ક ધોરણ X અને XII માટે દર વર્ષે બે બોર્ડ પરીક્ષાઓ લેવાનો પ્રસ્તાવ મૂકે છે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે વિદ્યાર્થીઓને સારો દેખાવ કરવા માટે પૂરતો સમય અને તક બંને મળશે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ ધોરણ 11 અને 12માં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે.

Now board exam will be twice a year: Central government's big announcement

ચંદ્રયાન-3 મિશન LIVE: ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર ઊતરીને વિશ્વમાં ભારતીયોનું માંથુ ગર્વથી ઊંચું કરી દીધું છે. આશરે 1 કલાકમાં વિક્રમ લેન્ડર પ્રજ્ઞાન રોવરથી અલગ થશે અને એકબીજાનાં ફોટોઝ ક્લિક કરીને મોકલશે. આ મૂન મિશન ન માત્ર ISRO પરંતુ તમામ ભારતીયો માટે ગર્વની વાત છે. ચંદ્રયાન-3 તો આપણાં માટે મોટી વાત છે જ પરંતુ ઈસરોએ તો લાઈન-અપ પણ તૈયાર કરીને રાખ્યાં છે. આ પ્રોજેક્ટ બાદ ઈસરો સૂર્ય, મંગળ અને શુક્ર સુધી પહોંચવાની તૈયારીમાં છે.

ચંદ્ર પર ભારતનો તિરંગો લહેરાઈ ચુક્યો છે. જે ખુશીના સમયની સૌ કોઈ ભારતવાસીઓ રાહ જોઈ રહ્યાં હતા તે સમય આવી ગયો છે. જેને લઈ સૌ દેશવાસી ખુશીથી ઉજવણી કરી રહ્યાં છે. બોલિવૂડના કેટલાક સિતારાઓ પણ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. સની દેઓલ, અજય દેવગન, અક્ષય કુમાર સહિત ઘણા બધા ફિલ્મ સ્ટારોએ સોશિયલ મીડિયાના મારફતે અભિનંદન પાઠવ્યા છે.ચંદ્રયાન 3ની સફળતા પૂર્વક લેન્ડિગ પછી અક્ષય કુમારે એક ટ્વીટ કરી લખ્યું છે કે, કરોડો દિલ ઈસરોને અભિનંદન પાઠવી રહ્યાં છે. તમારાથી અમને ગર્વ અનુભવીએ છીએ. ભારત ચંદ્ર પર છે. આપણે ચંદ્ર ઉપર છીએ. અક્ષય કુમાર સિવાય સની દેઓલને પણ ગદ્દર વાળી સ્ટાઈલમાં શુભકામનાઓ પાઠવી છે. 

Bollywood actors congratulated scientists on the success of Chandrayaan 3

ફિલ્મના ફેમસ એક્ટર પ્રકાશ રાજ તાજેતરમાં ચંદ્રયાન 3 અંગેના વિવાદિત નિવેદનને પગલે લોક રોષનો ભોગ બન્યા હતા. ટ્રોલ થયા બાદ તેમની સામે પોલીસ કેસ પણ નોંધાયો છે. ત્યારે હવે ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થયા બાદ ભારતે ઇતિહાસ રચી દીધો છે. ત્યારે આ મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે. પ્રકાશ રાજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઇસરોને અભિનંદન પણ પાઠવ્યા હતાં. આ ગૌરવવંતો અવસર પ્રાપ્ત કરનાર તમામ લોકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

Actor Prakash Raj reacts after the success of Chandrayaan 3

ભારતની ભૂમિ પર 5 ઓક્ટોબરથી વન ડે વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ક્રિકેટ મહાકુંભ માટે તમામ ટીમો ખૂબ જ ઉત્સાહિત છે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. જો તમે ક્રિકેટના ચાહક છો અને સ્ટેડિયમમાં જઈને મેચ જોવા ઈચ્છો છો તો ટિકિટ વેચાણ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.બીસીસીઆઈએ આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 માટે ટિકિટિંગ પ્લેટફોર્મ તરીકે BookMyShowની જાહેરાત કરી છે. ચાહકો 24 ઓગસ્ટથી ટિકિટ બુક કરાવી શકે છે. માસ્ટરકાર્ડ ધરાવતા ફેન્સને 24 કલાક પહેલા ટિકિટ બુક કરવાની સુવિધા મળશે.

BCCI announces BookMyShow as official ticketing platform for 2023 ODI World Cup

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ