બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / ashadha amavasya 2023 worship on this day helps removing shani dosh from kundali

માન્યતા / અમાસના દિવસે ઘરે બેઠાં કરો આ પૂજા, દૂર થશે શનિદોષ, તમામ કષ્ટોનું થશે નિવારણ!

Manisha Jogi

Last Updated: 11:06 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળીમાં પિતૃદોષ દૂર કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે પૂજા પાઠ કરવામાં આવે છે. કુંડળીમાં શનિદોષ હોય તો અમાસના દિવસે વિશેષ ઉપાય અને પૂજા કરવી જોઈએ.

  • હિંદુ ધર્મમાં અમાસનું ધાર્મિક મહત્ત્વ
  • દાન દક્ષિણાનું પણ વિશેષ મહત્ત્વ
  • આ ઉપાય કરવાથી તમામ સમસ્યાનું સમાધાન મળે છે

 હિંદુ ધર્મમાં અમાસનું ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે અને દાન દક્ષિણાનું પણ વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, કુંડળીમાં પિતૃદોષ દૂર કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે પૂજા પાઠ કરવામાં આવે છે. કુંડળીમાં શનિદોષ હોય તો અમાસના દિવસે વિશેષ ઉપાય અને પૂજા કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી તમામ સમસ્યાનું સમાધાન મળે છે. 

શનિમંત્રનો જાપ- અમાસના દિવસે શનિદેવ સાથે સંબંધિત મંત્રનો જાપ કરવાથી શનિદોષ દૂર થાય છે. તમે “ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः” મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રનો 108 વાર જાપ કરો. નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી શનિદોષમાં સુધારો થઈ શકે છે. 

શનિદેવ પૂજા- અમાસના દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદોષની અસર ઓછી થાય છે. આ કારણોસર શનિદેવની મૂર્તિ, શનિ મંડળ અથવા શનિના પ્રતિકની સામગ્રી રાખીને વિધિ વિધાન સાથે પૂજા કરો. પૂજા દરમિયાન શનિ ચાલીસા, શનિ અષ્ટોત્તર, શતનામાવલી અથવા શનિ સ્તોત્રનો પાઠ કરવો પણ લાભકારી માનવામાં આવે છે. 

દાન- શનિદોષથી મુક્તિ મેળવવા માટે દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. અમાસના દિવસે કાળી અડદની દાળ, સરસિયાનું તેલ, રાઈ, અજમો, સફેદ કપડાંનું દાન કરવાથી શનિદોષ શાંત થાય છે. 

વ્રત- શનિદોષ દૂર કરવા માટે અમાસના દિવસે શનિ વ્રત કરવું તે શુભ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની પૂજા, જાપ અને દાન કરી શકો છો. શનિદોષની અસર ઓછી કરવામાં આ વ્રત સહાયક સાબિત થાય છે, તથા તમામ કષ્ટ દૂર થાય છે. 

 શિવલિંગ પૂજા- ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કુંડળી દોષ દૂર થાય છે. શિવ મંદિરે જઈને શિવલિંગ પર જળાભિષેક કરો. ઉપરાંત પિંડદાન પણ કરી શકાય છે, જેથી પિતૃ પ્રસન્ન થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ