બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Asaduddin Owaisi's inflammatory statement before the inauguration of Ram Mandir

નિવેદન / 'નવયુવાનો તમારી તાકાતને જાળવી રાખજો, નહીં તો એવું ના થાય...', રામમંદિરના ઉદ્ઘાટન પહેલા અસદુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન

Priykant Shrimali

Last Updated: 10:10 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને કહ્યું, આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી અને તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે. યુવાનો આ જોઈને તમારા હૃદયને દુઃખ નથી થતું?

  • રામમંદિરના ઉદ્ઘાટન પહેલા અસદુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન
  • અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને કેન્દ્રની ગતિવિધિઓથી સાવધ રહેવા કહ્યું 
  • આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી અને તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે: ઔવેસી 
  • યુવાનો આ જોઈને તમારા હૃદયને દુઃખ નથી થતું? : અસદુદ્દીન ઓવૈસી

Ayodhya Ram Mandir : રામમંદિરના ઉદ્ઘાટન પહેલા અસદુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને કેન્દ્રની ગતિવિધિઓથી સાવધ રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, મસ્જિદો પર કબજો રાખવાની જરૂર છે. હૈદરાબાદના ભવાનીનગરમાં એક જનસભાને સંબોધતા ઓવૈસીએ કહ્યું, યુવાઓ, મસ્જિદોને આબાદ રાખો. આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી અને તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે. યુવાનો આ જોઈને તમારા હૃદયને દુઃખ નથી થતું? જ્યાં આપણે 500 વર્ષથી નમાઝ અદા કરી હતી તે જગ્યા આજે આપણા હાથમાં નથી.

શું કહ્યું અસદુદ્દીન ઓવૈસીએ ? 
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'યુવાનો, શું તમે નથી જોતા કે આવી 3-4 વધુ મસ્જિદો છે, તેમાંથી દિલ્હીની ગોલ્ડન મસ્જિદ છે.' તેમણે કહ્યું કે, શક્તિઓ તમારા હૃદયમાંથી ઈતિહાસ દૂર કરવા માંગે છે. વર્ષોની મહેનત બાદ આજે અમે અમારું પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. તમારે આના પર ધ્યાન આપવું પડશે અને તમારી તાકાત જાળવી રાખવી પડશે. ઓવૈસીએ કહ્યું, યુવાઓ, મસ્જિદોને આબાદ રાખો. એવું ન બને કે આપણી પાસેથી મસ્જિદો છીનવાઈ જાય. હું આશા રાખું છું કે, આજના યુવાનો પોતાના પરિવાર, મહોલ્લા અને પરિવારને કેવી રીતે બચાવી શકાય તે વિશે ચોક્કસપણે વિચારશે. યાદ રાખો કે એકતા એ શક્તિ છે અને એકતા એ આશીર્વાદ છે. 

વધુ વાંચો: અયોધ્યામાં ત્રણમાંથી અરુણ યોગીરાજની રામલલાની મૂર્તિ જ કેમ પસંદ કરાઇ? શું છે હનુમાન દાદા સાથેનું કનેક્શન?

BJPના અમિત માલવિયાએ શું કહ્યું ? 
આ તરફ હવે BJPના આઈટી સેલના વડા અમિત માલવીયાનું મોટું નિવેદન આપ્યું છે. અમિત માલવિયાએ અસદુદ્દીન ઓવૈસીના નિવેદનને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, હૈદરાબાદના સાંસદ તે કરી રહ્યા છે જેમાં તેઓ શ્રેષ્ઠ છે. રામ મંદિરના પવિત્રીકરણને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. ઓવૈસીએ પોતાના ભાષણની વીડિયો ક્લિપ સોશિયલ નેટવર્કિંગ સાઈટ X પર પોસ્ટ કરી છે. તેના જવાબમાં માલવિયાએ લખ્યું, '2020માં સચિવાલય બનાવવા માટે હૈદરાબાદમાં 2 મસ્જિદ (મસ્જિદ-એ-મોહમ્મદી અને મસ્જિદ-એ-હાશ્મી) તોડી પાડવામાં આવી હતી. ઓવૈસી આ શહેરમાંથી લોકસભાના સભ્ય છે અને તેમણે આ અંગે કશું કહ્યું નથી. છેવટે, ત્યારે તમને મસ્જિદો યાદ ન હતી?

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir અસદુદ્દીન ઓવૈસી અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન ભડકાઉ નિવેદન મસ્જિદ રામમંદિર Ayodhya ram mandir
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ