બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Why was Arun Yogiraj's Ramlala statue chosen out of three in Ayodhya? What is Hanuman's connection with Dada?
Last Updated: 08:21 AM, 2 January 2024
ADVERTISEMENT
અયોધ્યામાં નિર્માણ થયેલ રામ મંદિર માટે રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે. રામ મંદિર માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી રહી હતી. જેમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. મંદિર માટે કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલ પ્રતિમા પસંદ કરવામાં આવી છે.
"ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು"
— Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q
ADVERTISEMENT
'જ્યાં રામ ત્યાં હનુમાન... '
અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી. 'જ્યાં રામ ત્યાં હનુમાન... ' કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કરોડો હિન્દુઓને અયોધ્યા રામ મંદિર વિશે મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું કે, 'ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા કોતરેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.'
વાંચવા જેવુ: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં નહીં હોય સીતા માતાની પ્રતિમા, માત્ર બિરાજશે રામલલ્લા, કારણ ચોંકાવનારું
'રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ વધુ એક ઉદાહરણ'
આ વિશે માહિતી આપતા આગળ એમને કહ્યું કે, 'રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ વધુ એક ઉદાહરણ છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ, કર્ણાટક રામલલા માટે એક મહત્વપૂર્ણ સેવા છે.' તો નીજી તરફ યેદિયુરપ્પાએ કહ્યું કે 'કર્ણાટકનો ભગવાન રામ સાથે ઊંડો સંબંધ છે કારણ કે કિષ્કિંધા આ રાજ્યમાં આવેલું છે. તે કિષ્કિંધા છે જ્યાં રામના મહાન ભક્ત હનુમાનનો જન્મ થયો હતો.'
“ಶ್ರೀರಾಮ-ಹನುಮರ ಬಾಂಧವ್ಯಕ್ಕೆ ಕರುನಾಡ ನಂಟಿದೆ, ಇದೀಗ ರಾಮನೂರಿನ ಗುಡಿಯನು
— Vijayendra Yediyurappa (@BYVijayendra) January 1, 2024
ಮೈಸೂರಿನ ಬಾಲರಾಮನು ಬೆಳಗುವನು”
ಮೈಸೂರಿನ ಅಪ್ರತಿಮ ಶಿಲ್ಪ ಕಲಾ ಪ್ರತಿಭೆ ಅರುಣ್ ಯೋಗಿರಾಜ್ ಅವರ ಭಕ್ತಿ ಕೌಶಲ್ಯದ ಕೆತ್ತನೆಯಿಂದ ಪಡಿಮೂಡಿದ ರಾಮಲಲಾ ಮೂರ್ತಿಯು ಜನವರಿ 22 ರಂದು ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ನೆರವೇರುತ್ತಿರುವುದು ಮೈಸೂರಿನ ಹಿರಿಮೆ,… pic.twitter.com/y5qxaXbmDf
યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક કરશે. આ એક એવો પ્રસંગ હશે જે સમગ્ર દેશ માટે ખાસ હશે. કર્ણાટક માટે આ ખૂબ જ ખાસ છે કારણ કે મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિને અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરમાં અભિષેક માટે પસંદ કરવામાં આવી છે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિવાદ / કોણ છે IAS સ્મિતા સભરવાલ?, સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ટ્રોલ, જાણો મામલો
Nidhi Panchal
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.