બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / As soon as the election dates are announced, the code of conduct will be implemented in Gujarat

ગુજરાત ચૂંટણી / ચૂંટણીની તારીખો જાહેર થતા જ ગુજરાતમાં આચારસંહિતા લાગુ, તાત્કાલિક ધોરણે તંત્રએ હાથ ધરી આ કામગીરી

Priyakant

Last Updated: 04:36 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ, સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની પણ કામગીરી શરૂ

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
  • રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ
  • સરકાર દ્વારા વિવિધ પોસ્ટરો હટાવવાની પણ કામગીરી શરૂ
  • પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો 

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં કૉર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો છે. તો બીજી તરફ શહેરમાં સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની પણ કામગીરી શરૂ થઇ ગઇ છે. 

વિધાનસભાની ચુંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ થઈ જતાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનરો હટાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિત વડોદરામાં પણ કોર્પોરેશને લગાવેલા રાજકીય પક્ષોના પોસ્ટરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. રાજકોટમાં પણ રાજનેતાઓના પોસ્ટર અને બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરાઇ હતી.

પંચમહાલ જિલ્લામાં બેનર દૂર કરવાની કામગીરી શરૂ

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા આચારસંહિતા લાગુ  થઈ ગઈ છે. જેને લઈ પંચમહાલ જિલ્લામાં બેનર દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ગોધરા પાલિકા દ્વારા રાજકીય પક્ષોના બેનર્સ હટાવાયા હતા. આ સાથે જાહેર યોજનાકીય નેતાઓના બેનરો પણ દૂર કરાયા છે. પાલિકા દ્વારા ગોધરા બસ સ્ટેન્ડ, ચર્ચ સર્કલ સહિતના વિસ્તારોમાં બેનરો હટાવાયા છે. 

ગાંધીનગરમાં તંત્ર એક્શન મોડમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ ગાંધીનગરના મનપા વિસ્તારમાં સરકારી જાહેરાતો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આચાર સંહિતા લાગુ થતા સરકારી જાહેરાતોના બેનરો ઉતરવાની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં સરકારી જાહેરાતોના બેનરો અને પોસ્ટરો હટાવાશે. 

નવસારીમાં આચાર સંહિતા અમલી બની 

રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નવસારી નગરપાલિકાની કચેરી બહાર દિવાળીની શુભેચ્છાનાં બેનરો હટાવાયા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા અમલી બનતા પાલિકાએ શહેરમાં ઠેર ઠેર લાગેલા રાજકીય પક્ષોના બેનર્સ દૂર કર્યા છે.  

ચૂંટણી જાહેર થતા રાજકોટ મનપા અલર્ટ 

ચૂંટણી જાહેર થયા બાદ રાજકોટ પાલિકા દ્વારા પણ આચારસંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેને લઈ એસ્ટેટ વિભાગે સરકારે લગાવેલા પોસ્ટરો હટાવ્યા છે. આ સાથે રાજનેતાઓના પોસ્ટર અને બેનરો ઉતારવાની કામગીરી કરી શહેરના 18 વોર્ડના મુખ્ય રસ્તાઓ પરના પોસ્ટરો હટાવાયા છે. 

વડોદરામાં પદાધિકારીઓએ ગાડીઓ કરાવી જમા

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેને લઈ વડોદરામાં પદાધિકારીઓએ ગાડીઓ જમા કરાવી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ ગાડીઓ જમા કરાવી છે. આ સાથે નોડલ અધિકારીઓ દ્વારા શહેરમાં લગાવેલ રાજકીય પક્ષોના હોર્ડીગ ઉતારાયા છે. 

અમદાવાદમાં તંત્ર આવ્યું હરકતમાં 

ચૂંટણીની જાહેરાત બાદ  આચાર સંહિતા લાગુ થતાં અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઈ કૉર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા પદાધિકારીઓની ગાડી જમાં કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ અપાયો છે. 

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ