બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As many as 18 girls from Hajipur of Patan won medals in sports including running

પાટણ / ગુજરાતનું ગોલ્ડન વિલેજ એટલે હાજીપુર..! 18 દીકરીઓએ દોડ લગાવી ગોલ્ડ મેડલની, રાજ્યથી લઈ ઇન્ટરનેશનલ કક્ષા સુધી નામ રોશન કર્યું

Dinesh

Last Updated: 06:05 PM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાજીપુર ગામની દીકરી નિરમા ઠાકોરે ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ઇન્દિરા મેરેથોન દોડમાં પ્રથમ સ્થાન મેળવી 2 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ મેળવ્યો છે

  • ગુજરાતનું ગોલ્ડન વિલેજ એટલે હાજીપુર
  • હાજીપુરની 18 જેટલી દીકરીઓ દોડ સહિતની રમતમાં મેડલ મેળવ્યા
  • ગામની દીકરીઓએ કુલ 344 જેટલા મેડલ હાંસલ કર્યા છે


આપે રમતગમત ક્ષેત્રે આગવું કાઠું કાઢનાર એકલ-દોકલ દીકરીઓની વાત તો અનેક સાંભળી હશે અને વાંચી હશે પરંતુ આપે એવું ક્યારેય સાંભળ્યું છે કે આખું ગામ સ્પોટ્સમેન અને ગોલ્ડ મેડાલિસ્ટ દીકરીઓને લઈ ચર્ચામાં હોય તો તમને એ ગામની દીકરીઓની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે દીકરીઓએ વિવિધ રમતોમાં સૌ ઉપરાંત ગોલ્ડ મેડલ જીતી આજે પોતાના હાજીપુર ગામને સમગ્ર રાજ્યમાં અને દેશમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.

ગોલ્ડન વિલેજ હાજીપુર
પાટણના સિદ્ધપુર રોડ ઉપર આવેલ હાજીપુર ગામ આમ તો ખેતીપ્રધાન ગામ છે પરંતુ આ ગામ આજે ગામની સ્પોટ્સમેન દીકરીઓથી ઓળખાઈ રહ્યું છે પુરુષ સમોવડી દીકરીઓ જોવી હોય તો હાજીપુર ગામની મુલાકાત જરૂર લેવી રહી હાજીપુર ગામમાં દીકરીઓ દિવસના પાંચ કલાક ગામની રુક્ષ્મણી વિદ્યાલયના મેદાનમાં દોડ સહિતની વિવિધ પ્રેક્ટિસ તેમજ કસરતો કરે છે હાજીપુર ગામની દીકરીઓ એથલેન્ટિકની રમતોમાં 344 જેટલા મેડલ મેળવી ગામ સાથે આજે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે, 344 મેડલમાં 102તો ગોલ્ડ મેડલ હાજીપુર ગામની દીકરીઓએ જીત્યા છે. નાના અમથા ગામમાં 102 ગોલ્ડ મેડલ દીકરીઓએ વિવિધ રમતોમાં જીતવાએ કોઈ નાની સરખી વાત નથી. રુક્ષ્મણી વિદ્યાલયના મેદાનમાં ગામની દીકરીઓ રમતગમત ક્ષેત્રની પ્રેક્ટિસ કકે છે કોચ રમેશ દેસાઈ હાજીપુર ગામની તમામ સમાજની દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે મફત કોચિંગ ક્લાસ ચલાવી રહ્યા છે દિવસના પાંચ કલાક જેટલી નેટ પ્રેક્ટિસ ગામની દીકરીઓ કરતી જોવા મળી રહી છે.

18 જેટલી દીકરીઓએ મેડલ મેળવ્યા
હાજીપુર ગામની દીકરી નિરમા ઠાકોરે તો ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ઇન્દિરા મેરેથોન દોડમાં પ્રથમ સ્થાન મેળવી 2 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ મેળવ્યો છે હાલ નિરમા ઠાકોર 16 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ મળી અત્યાર સુધીમાં કુલ 29 મેડલ પ્રાપ્ત કર્યા છે. હાલ નિરમા ઠાકોર નાસિક ખાતે ટ્રેનિંગ મેળવી રહી છે અત્યાર સુધી દોડમાં સારી મહેનત કરનાર દીકરીઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ નોતકી કરે છે જેથી ઘણી દીકરીઓને રોજગાર પણ મળી ગયો છે અહીંના કોચ દ્વારા ગામની દીકરીઓ રમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્યકક્ષાની તેમજ રાષ્ટ્રીય કક્ષાની ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

જેમાં સ્પોર્ટમેનની સાથે પોલીસ, આર્મી તેમજ ફોરેસ્ટ જેવી ભરતીઓમાં દીકરીઓ ફિઝિકલી પાસ થાય તેને લઇ પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે હાજીપુર ગામની દીકરીઓના ગળામાં મેડલોની હારમાળા મહિલા સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે આ ગામમાં અત્યાર સુધી 18 જેટલી દીકરીઓએ મેડલ મેળવવામાં સફળતા મેળવી છે તો નવ જેટલી દીકરીઓ પોલીસ ભરતીમાં પાસ થવા પામી છે મોટાભાગની મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી દીકરીઓ આજે પોતાના અથાગ પરિશ્રમથી એક સશક્ત મહિલા બનવાનું બિરુદ્ધ હાંસલ કર્યું છે

ગામના મેદાનમાં જ પ્રક્ટિસ કરે છે
ગામની દીકરીઓ જે મેદાન ઉપર પોતાની પ્રેક્ટિસ કરે છે તેજ મેદાન ઉપર ગામના યુવાનો પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે આ ગામમાં દીકરા-દીકરીઓને ભેદ જોવા નથી મળતો તડકો-ઠંડી કે છાયડો ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય હાજીપુર ગામની દીકરીઓ પોતાનું હાર્ડવર્ક કરવાનું ભૂલતી નથી અને સમયસર દોડ અને પ્રેક્ટિસ કરવા મેદાન ઉપર આવી જાય છે કોચ રમેશભાઈ દેસાઈ પણ દીકરીઓએ આગળ કેમ આવવું? કઈ રમતમાં શું ધ્યાન રાખવું કોમ્પિટિશનમાં કઈ બાબતનો ખ્યાલ રાખવો, રમતમાં ઉતરવાનું થાય ત્યારે કેવા પ્રકારની વિચારધારા રાખવી તેવા તમામ શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક પાશા રમતવીર દીકરીઓને શીખવાડવામા આવે છે.

રમેશભાઈ દેસાઈને પણ ખ્યાલ આવ્યો કે, હાજીપુર ગામની દીકરીઓમાં સ્પોર્ટ બાબતે ખાસ રુચી છે ત્યારથી રમેશભાઈ દેસાઈએ પણ આ દીકરીઓને આગળ લાવવામાં કમર કસી છે. ગામની દીકરીઓ આજે એક બાદ એક મેડલો જીતી સમગ્ર ગામને અનોખી ઓળખ અને સિદ્ધિ અપાવવાનું કામ કર્યું છે તો નિરમા ઠાકોર 29, કાજલ પરમાર 35, પટેલ ઈનલ 52,  પટેલ નિશા 49, ચૌહાણ હેતલ 47, કાજલ ગોસ્વામી 40, ગોસ્વામી ઉર્મિલા 40 મેડલ મેળવવામાં સફળ રહી છે. જેમાં ગોલ્ડ, બોર્ઝ તેમજ સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. ઘણી દીકરીઓ રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલે રમી છે જેમાં નિરમાં ઠાકોર ઇન્ટરનેશનલ મેરેથોનમાં યુથોપિયા,કેન્યા, ડેનમાર્ક અને ભારત સહિતના દેશોની 45 મહિલાઓમાં પ્રથમ સ્થાન મેળવી સમગ્ર દેશનું તેમજ હાજીપુરનું નામ રોશન કર્યું છે. એક નાના અમથા ગામની દીકરીઓ આજે રાજ્ય તેમજ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતોની તૈયારી કરતી હોય અને એ પણ મધ્યમ ઘરની દીકરીઓ એ બાબત અન્ય દીકરીઓ માટે પ્રેરણા પૂરી પાડનારી જરૂર કહી શકાય.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ