બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / Arvind Kejriwal remand verdict reserved in Delhi liquor scam case

મોટા સમાચાર / કેજરીવાલની હોળી-ધૂળેટી બગડી, કોર્ટે 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં

Dinesh

Last Updated: 08:56 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

delhi cm arvind kejriwal: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલના 6 દિવસના 28 માર્ચ સુધી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ ગુરૂવારે મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ હાથ ધરી હતી ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી, EDએ કેજરીવાલની ધરપકડના કારણોને સમજાવતા કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી. EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું કે આરોપી (કેજરીવાલ)ની ગુરુવારે રાત્રે 9.05 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. તેમને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યારે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે કોર્ટ સમક્ષ રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની  માંગ કરી હતી. જ્યારે કોર્ટે 6 દિવસના એટલે કે, 28 માર્ચ સુધીના રિમાન્ડ  મંજૂર કર્યા છે

કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીની જાહેરાત પછી તરત જ કેજરીવાલની ધરપકડ એ દર્શાવે છે કે પીએમ મોદી તેમનાથી ડરે છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડને લોકશાહીની હત્યા ગણાવી હતી. આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપ વિરુદ્ધ લડાઈ ચાલુ રાખશે, અમે તેમની વિરુદ્ધ રસ્તા પર ઉતરીશું. 

કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે
કોર્ટમાંથી 6 દિવસના ED રિમાન્ડ મળ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હું રાજીનામું નહીં આપીશ. હું સ્વસ્થ છું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ.

જાણો શું કહ્યું EDએ ? 
EDએ કહ્યું કે, રોકડ બે વખત ટ્રાન્સફર કરવામાં આવી હતી. દારૂ કૌભાંડનો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. નાયર ખરેખર કેજરીવાલના ઘરની નજીક રહેતો હતો. તેઓ કેજરીવાલની નજીક હતા. તે ખરેખર વચેટિયા તરીકે કામ કરતો હતો. કેજરીવાલે દક્ષિણ લોબી પાસેથી લાંચ માંગી હતી. અમારી પાસે તેમની સામે લાંચ માંગવાના મજબૂત પુરાવા છે. EDએ કોર્ટને જણાવ્યું કે, દારૂ કૌભાંડની આરોપી કવિતાનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. નોંધાયેલા નિવેદનો અનુસાર કેજરીવાલ કવિતાને મળ્યા અને તેમને કહ્યું કે, તેઓએ દિલ્હીની દારૂની નીતિ પર સાથે મળીને કામ કરવું જોઈએ.

600 કરોડનો મોટો ખુલાસો 
EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, કેજરીવાલે લાભ આપવાના બદલામાં સાઉથ ગ્રુપ પાસેથી લાંચ માંગી હતી. એએસજીએ પોતાની દલીલને મજબૂત કરવા માટે કેટલાક નિવેદનો પણ ટાંક્યા. ASGએ કહ્યું કે લાંચના બદલામાં સાઉથ ગ્રુપને દિલ્હીમાં દારૂના ધંધા પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું. ASGએ કહ્યું, 'હું અપરાધની પ્રક્રિયામાં તેમની ભૂમિકા સમજાવીશ. આ ગુનામાં માત્ર લાંચ તરીકે મળેલા 100 કરોડ રૂપિયા જ નહીં, પરંતુ લાંચ આપનારાઓને મળેલા લાભો પણ સામેલ છે. જે 600 કરોડથી વધુ હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે,તમામ વિક્રેતાઓને અમુક અંશે રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી. એએસજીએ કોર્ટ સમક્ષ કેટલીક ચેટ પણ રજૂ કરી હતી.

વાંચવા જેવું:  'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ

EDના કેજરીવાલને અત્યાર સુધીમાં 10 સમન્સ 
પ્રથમ સમન્સ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા 2 નવેમ્બર 2023 ના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા અને સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા હતા. તે પછી, તપાસ એજન્સીએ કેજરીવાલને ક્રમશઃ 21 ડિસેમ્બર 2023, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચ, 21 માર્ચે સમન્સ મોકલ્યા હતા. પરંતુ સીએમ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. આ દરમિયાન કેજરીવાલ હાઈકોર્ટમાં પહોંચ્યા અને વચગાળાની રાહત આપવા માટે અરજી કરી. ગુરુવારે, HC એ ED પાસેથી પુરાવા માંગ્યા અને પછી વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો. હાઈકોર્ટના નિર્ણયના થોડા સમય પછી, 10 ED અધિકારીઓની એક ટીમ 10મી સમન્સ સાથે કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. સાંજે 7 વાગ્યાથી અહીં સર્ચ કર્યું. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે ED હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ