ખુશખબર /
અરવલ્લીના ખેડૂતો માટે સિંચાઇના પાણીને લઇને આવ્યાં સૌથી મોટા સમાચાર
Team VTV09:42 AM, 12 Feb 21
| Updated: 09:48 AM, 12 Feb 21
અરવલ્લીના ખેડૂતો માટે મેશ્વો જળાશયમાંથી સિંચાઇ માટે ચોથા તબક્કાનું પાણી છોડાયું.
અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર
મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડાયું
મેશ્વોની મુખ્ય કેનાલમાં 50 કયુસેક પાણી છોડાયું
અરવલ્લીના ખેડૂતો માટે સિંચાઇના પાણીને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. જેમાં મેશ્વો જળાશયમાંથી સિંચાઇ માટે ચોથા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર મેશ્વોની મુખ્ય કેનાલમાં 50 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. આમ અરવલ્લીના ખેડૂતો માટે ચોથા તબક્કાનું પાણી સતત 20 દિવસ ચાલુ રહેશે.
ખેડૂતો માટે મેશ્વો જળાશયમાંથી સિંચાઇ માટે ચોથા તબક્કાનું પાણી છોડવામાં આવતાં કાંઠા વિસ્તારની 1 હજાર 500 હેકટર જમીનને પિયતનો લાભ મળશે.
આમ અરવલ્લીના ખેડૂતોને પરોક્ષ રીતે 10 હજાર હેકટર જમીનને લાભ મળશે. અરવલ્લીમાં 68 હજાર હેકટર જેટલી જમીનમાં ઘઉંનું વાવેતરને લાભ મળશે. આમ કુવા, બોર રિચાર્જ દ્વારા પરોક્ષ રીતે ખેડૂતોને લાભ મળશે.
પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો થયા હતા પરેશાન
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને ટમેટાના પાકમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન બન્યા હતા. મોંઘા ભાવે બિયારણ લાવી સારા ઉત્પાદનની આશા રાખી બેઠેલા ખેડૂતોને બજારમાં ભાવ ન મળતા ટમેટા રસ્તા ઉપર ફેંકી દેવા મજબુર થયા હતા. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ 400 હેક્ટર જમીનમાં ટમેટાના પાકનું વાવેતર કર્યું હતું.
બજારમાં ખેડૂતોને પ્રતિ કિલો પાછળ માત્ર 4 થી 5 રૂપિયાનો ભાવ મળતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળતો નથી. જેની સામે બજારમાં ભાવ માત્ર 20 કિલોના 80 થી 100 રૂપિયા મળી રહ્યા હતા. બીજી તરફ હોલસેલ બજારના વેપારીઓ આ ભાવ ઘટાડો ટમેટાનું મબલખ ઉત્પાદનને કારણે થયો હોવાનું જણાવી રહયા છે.