બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / 'Arun Yogiraj used to wake up at night and...': Acharya who saw idol development

રામલલાનું રહસ્ય / 'રામજી બોલાવી રહ્યાં છે', અડધી રાતે ઉઠીને મૂર્તિ બનાવવા હતા અરુણ યોગીરાજ

Hiralal

Last Updated: 05:45 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા મંદિરમાં બિરાજમાન રામલલાની મૂર્તિ બનાવનાર કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજનું વધુ એક રહસ્ય ખુલ્યું છે.

  • રામલલાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજનું બીજુ રહસ્ય 
  • આચાર્ય સમુદ્ર શાસ્ત્રી યોગીરાજ બોલ્યાં
  • અરુણ યોગીરાજ અડધી રાતે ઉઠીને મૂર્તિ બનાવતા હતા 
  • રામજી મૂર્તિ જોવા કપિરાજ આવતા હતા 

રામલલાની મૂર્તિ જોવા એક કપિરાજ દરરોજ આવતા હતા તેવું રહસ્ય ખોલ્યાં બાદ હવે મૂર્તિકાર અરુણ યોગીરાજનું બીજું રહસ્ય સામે આવ્યું છે. રામલલાની મૂર્તિ બનાવવા માટે તેમણે આકાશપાતળ એક કરી નાખ્યા હતા એવું કહેવું ખોટું નથી. મૂર્તિના નિર્માણ સમયે સંસ્કૃત અને સંગીતના જાણકાર આચાર્ય સમુદ્ર શાસ્ત્રી યોગીરાજની સાથે હતા. તેમણે કહ્યું કે યોગીરાજ અડધી રાત્રે ઘણી વખત ઉઠીને કામ કરવા લાગી જતા હતા. શરૂઆતમાં સત્યનારાયણ પાંડેની મૂર્તિ માટે પસંદગી કરવામાં આવી હતી. પાછળથી જેજે ભટ્ટનું નામ આવ્યું, પરંતુ અંતે યોગીરાજના નામ પર મહોર મારવામાં આવી.

અરુણ યોગીરાજ રાતના વારેવારે ઉઠીને મૂર્તિ બનાવવા લાગી જતા 
શાસ્ત્રીએ કહ્યું કે ટ્રસ્ટની સૂચના સ્પષ્ટ હતી કે રામ લલ્લાની મૂર્તિને બાળ સ્વરુપમાં તૈયાર કરવી પડશે, જેની ઊંચાઈ 51 ઇંચ હશે. વાળ અને ફીચર્સ પર ખાસ ધ્યાન આપવું પડે છે. તેઓ કહે છે કે, અરુણ યોગીરાજ છેલ્લા સાત મહિનામાં રાત્રે વારંવાર ઉઠતા હતા અને રામજી બોલાવી રહ્યાં છે તેવું કહીને મૂર્તિ બનાવવા લાગી જતા હતા. 
યોગીરાજે થોડું મોડું મૂર્તિ બનાવવાનું શરુ કર્યું હતું. સાતથી આઠ મહિનામાં મૂર્તિ તૈયાર કરી નાખી હતી. 

રામલલાની મૂર્તિ જોવા વાનર આવતા 
અરુણ યોગીરાજે એવો ખુલાસો કર્યો છે કે રામલલાની મૂર્તિ બનતી હતી ત્યારે તેને જોવા માટે દરરોજ એક વાનર આવતો. અરુણ કહે છે કે ભગવાન શ્રી રામે જે પણ આદેશ આપ્યો તે પ્રમાણે તેણે મૂર્તિ બનાવી. શિલ્પકારે જણાવ્યું કે રામલલાની પ્રતિમા તૈયાર કરવામાં તેમને 7 મહિનાનો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન, તેઓ દુનિયાથી અલગ પડી ગયા હતા. તેમણે કહ્યું કે મૂર્તિ બનાવતી વખતે એક વાંદરો રોજ તેના ઘરે આવતો હતો અને મૂર્તિ જોઈને પાછો જતો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ