બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / artificial sweetener aspartame used in soft drinks possibly cause cancer who warning

તમારા કામનું / શુગર-ફ્રી ના નામે ખવાતી આ વસ્તુઓ તમને બનાવી શકે છે કેન્સરના દર્દી, ખુદ ડૉક્ટરે ગણાવ્યા ખતરા

Manisha Jogi

Last Updated: 11:10 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કિન હેલ્ધી રાખવા માટે શુગરની જગ્યાએ ઓપ્શન પસંદ કરવામાં આવી રહ્યા છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, આર્ટિફિશિયલ સ્વીટનર બિનઆરોગ્યપ્રદ છે અને મીઠુ ઝેર છે.

  • આજના સમયમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ટ્રેંડ વધી રહ્યો છે
  • આર્ટિફિશિયલ સ્વીટનરમાં એસ્પાર્ટેમ રહેલું છે
  • આર્ટિફિશિયલ સ્વીટનર બિનઆરોગ્યપ્રદ છે અને મીઠુ ઝેર છે

આજના સમયમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ટ્રેંડ વધી રહ્યો છે. ડાયાબિટીસના વિકલ્પ તરીકે નહીં, પરંતુ વજન ઓછુ કરવા માટે લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરી રહ્યા છે. સ્કિન હેલ્ધી રાખવા માટે શુગરની જગ્યાએ ઓપ્શન પસંદ કરવામાં આવી રહ્યા છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, આર્ટિફિશિયલ સ્વીટનર બિનઆરોગ્યપ્રદ છે અને મીઠુ ઝેર છે. 

તાજેતરમાં થયેલ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, આર્ટિફિશિયલ સ્વીટનરમાં એસ્પાર્ટેમ રહેલું છે. WHO એસ્પાર્ટેમને કેન્સરકારી ઘોષિત કરવા માટે તૈયાર છે. એસ્પાર્ટેમ સૌથી ઉપયોગ કરવામાં આવતુ સ્વીટનર્સમાંથી એક છે. જેમાં રેગ્યુલર શુગરની જેમ જ કેલરી હોય છે. જે રેગ્યુલર શુગરની સરખામણીએ 200 ગણુ વધુ ગળ્યુ હોય છે, જેનો ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. 

શું શુગર ફ્રી ગોળીઓમાં એસ્પાર્ટેમ હોય છે?
ભોજનમાં કેલરી મિશ્ર ના થાય તે માટે એસ્પાર્ટેમનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં આ જાહેર કરવામાં આવ્યું હતું, જેથી શુગર વધે નહીં અને તેમની ક્રેવિંગ શાંત થઈ શકે છે. ભારતમાં શુગર ફ્રી ગોલ્ડ, ઈક્વલ તથા અનેક આર્ટિફિશિયલ સ્વીટનરમાં એસ્પાર્ટેમનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો કોક ઝીરો અને પેપ્સી મેક્સ જેવા પીણામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ સ્વીટનરથી બનેલ ચોકલેટ અથવા મિઠાઈનું વધુ  માત્રામાં સેવન કરવાથી શરીરમાં વધુ કેલરી જશે. જેના કારણે વજન વધી શકે છે અને તે હાનિકારક હોઈ શકે છે. 

ડાયાબિટીસ અને સ્વસ્થ લોકો માટે એસ્પાર્ટેમ હાનિકારક કેવી રીતે હોઈ શકે છે?
ડાયાબિટીસ અને સ્વસ્થ લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ એટલા માટે કરે છે કારણ કે તેઓ માને છે કે, તેમાં ઓછી કેલરી હોય છે. આર્ટિફિશિયલ સ્વીટનરમાં ફેટ તથા અનહેલ્ધી ક્મપાઉન્ડ્સ હોઈ શકે છે, જેના કારણે વજન વધી શકે છે. કેટલીક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, તેના કારણે આંતરડા સાથે જોડાયેલ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. વધુ ગળ્યા હોવાને કારણે બ્રેઈન પર શુગરની જેમ જ અસર થાય છે. જેના કારણે લોકોને ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે. જેના કારણે ભૂખ વધે છે અને મેટાબોલિક ડિસઓર્ડર થાય છે. 

WHOએ એસ્પાર્ટેમને કેન્સરના સંભવિત જોખમી પરિબળ તરીકે વર્ગીકૃત કર્યું છે. જેના પર વધુ રિસર્ચની જરૂર છે. WHO જણાવે છે કે, કોઈ વ્યક્તિ શરીરના વજનના પ્રતિ કિલોગ્રામે દૈનિક 40 મિલીગ્રામ જેટલું સેવન કરે તો તે સુરક્ષિત છે. સામાન્ય રીતે બ્રાન્ડના એક પાઉચમાં 37 મિલીગ્રામ એસ્પાર્ટેમ હોય છે. કોલ્ડ ડ્રિંકના એક કેનમાં 200-300 મિલીગ્રામ એસ્પાર્ટેમ હોય છે. જે લોકો આર્ટિફિશિયલ સ્વીટરનો ઓછો ઉપયોગ કરે છે, અથવા માત્ર ક્યારેક જ ઉપયોગ કરે છે, તો તે ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત છે. 

આર્ટિફિશિયલ સ્વીટનર શું છે?
આર્ટિફિશિયલ સ્વીટનર શુગરનો એક વિકલ્પ છે, જે પ્રાકૃતિક અને કેટલાક કેમિકલ્સને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. અનેક ડાયાબિટીસના દર્દીઓ શુગરની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે. આર્ટિફિશિયલ સ્વીટનરની સાબુદાણા જેટલી એક ગોળી ચામાં 1-2 ચમચી જેટલી મિઠાશ ભેળવી શકે છે. આર્ટિફિશિયલ સ્વીટનરમાં ઝીરો કેલરી હોય છે. આ કારણોસર દાવો કરવામાં આવે છે કે, તેનાથી વજન વધતું નથી, પરંતુ આ દાવો સંપૂર્ણપણે સત્ય નથી. 

WHOનું નિવેદન

  • WHOના ન્યૂટ્રિશન અને ફૂડ સિક્યોરિટીના ડાયરેક્ટર ફ્રાંસેસ્કો બ્રેંકાએ એસ્પાર્ટેમ રિવ્યૂ સ્ટડીને પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરીને જણાવ્યું થે કે, ‘અમે કંપનીઓને બજારમાંથી પ્રોડક્ટ પરત ખેંચવાની સલાહ નથી આપી રહ્યા અને ગ્રાહકોને તેનું સેવન બંધ કરવાની સલાહ નથી આપતા. અમે માત્ર તેનો ઉપયોગ ઓછો કરવાની સલાહ આપી રહ્યા છે.’
  • સ્ટડી અને રિવ્યી પછી એસ્પાર્ટેમને ગૃપ 2બી ફૂડ્સ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે, જે વિશેષરૂપે હેપેટોસેલ્યુલર કાર્સિનોમાં અને લિવર કેન્સર સંબંધિત કેટેગરી છે. ગૃપ 2બી તકેટેગરીમાં ચા અને કોફીમાં મળતા એલોવેરા અને કેફિક એસિડનો અર્ક પણ શામેલ છે.
  • એસ્પાર્ટેમના જોખમને સમજવા માટે વૈજ્ઞાનિકોએ જાનવરો પર રિસર્ચ કર્યું હતું, જ્યાં કેન્સરની બિમારીના પુરાવા પણ મળ્યા હતા. 
  • અમેરિકા અને 10 યૂરોપીય દેશોમાં કરેલ ત્રણ સ્ટડી પરથી આ પુરાવા મળ્યા છે. 

કઈ વસ્તુઓમાં એસ્પાર્ટેમ હોય છે?
એસ્પાર્ટેમ એક આર્ટિફિશિયલ કેમિકલ સ્વીટનર છે, જેનો ઉપયોગ વર્ષ 1980ના દાયકા પછી વિભિન્ન ખાદ્ય તથા પીણામાં ઉપયોગ કરવામાં આવે છે. ડાયટ ડ્રિંક્સ, ચ્યુઈંગ ગમ, જેલેટિન, આઈસ્ક્રીમ, દહીં, ડેરી પ્રોડક્ટ, નાશ્તો અનાજ, ટૂથપેસ્ટમાં એસ્પાર્ટેમ હોય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ