બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Arshdeep Singh T20 World Cup 2022: Arshdeep is wreaking havoc in the World Cup, credit for success given to this person

ક્રિકેટ / કેચ છોડવા પર ખાલિસ્તાન સાથે સરખામણી થનાર આ બોલર હાલ બની ગયો ટીમ ઈન્ડિયાનો કરોડરજ્જુ, વર્લ્ડ કપમાં મચાવી રહ્યો છે ધમાલ

Megha

Last Updated: 03:21 PM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર T20 વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે, ટી-20 વર્લ્ડ કપનામાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ટીમ ઈન્ડિયાનો બોલર બીજા સ્થાન પર, અત્યાર સુધીમાં કુલ 9 વિકેટ ઝડપી.

  • ટી-20 વર્લ્ડ કપનામાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ટીમ ઈન્ડિયાનો બોલર બીજા સ્થાન પર
  • ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર T20 વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં
  • અત્યાર સુધીમાં 9 વિકેટ લીધી

અર્શદીપ સિંહે ટી-20 વર્લ્ડ કપના સુપર 12 સ્ટેજમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં તે બીજા સ્થાન પર આવી ગયા છે. જો કે હજુ પણ પહેલા નંબર પર એનરીક નોર્સિયા છે જેમને ગુરુવારે પાકિસ્તાન સામેની મેચમાં 4 વિકેટ ઝડપી હતી. જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના આ ફાસ્ટ બોલરે 4 મેચમાં કુલ 10 વિકેટ ઝડપી છે અને બીજા ક્રમે રહેલા અર્શદીપ સિંહ અત્યાર સુધીમાં 9 વિકેટ લીધી છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર T20 વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે એમ દેખાઈ રહ્યું છે. અર્શદીપ શરૂઆતી ઓવરોમાં વિકેટ લેતા અને વિરોધી ટીમોને ડેથ ઓવરોમાં લક્ષ્ય સુધી પહોંચતા પણ રોકી રહ્યો છે.

T20 વર્લ્ડ કપમાં અર્શદીપ સિંહે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે નવા બોલથી વિકેટ લીધી હતી પણ બુધવારે  બાંગ્લાદેશ સામે આમ નહતો કરી શક્યો. એ છતાં પણ અર્શદીપએ મેચમાં તેની કંસીસ્ટેંસી બનાવી રાખી હતી. જો કે એ મેચ ભારત 5 રને જીતી ગઈ હતી. એ પછી અર્શદીપે જણાવ્યું હતું કે, , "મારું ધ્યાન હંમેશા કંસીસ્ટેંસી પર રહે છે . તમે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા નબળા બોલ નથી ફેંકી શકતા. હું નવા બોલ અને જૂના બોલથી બોલિંગ કરવામાં સારા બનવા માંગુ છું, હું વિકેટ લેવા માંગુ છું અને રનને કંટ્રોલ કરવા માંગુ છું.' 

અર્શદીપે બુમરાહની ખામી પૂરી કરી 
હાલના ટી 20 વર્લ્ડ કપ પહેલા જ જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની બહાર થઈ ગયો હતો અને તેને કારણે જ પાવરપ્લે અને ડેથ ઓવરમાં બોલિંગ ભારત માટે મોટી સમસ્યા સાબિત થઈ શકતી હતી પણ અર્શદીપે ટીમ મેનેજમેન્ટની આ સમસ્યાનો સંપૂર્ણ અંત લાવી દીધો.

પારસ મહામ્બ્રેએ અર્શદીપને સારો બોલર બનાવ્યો
જણાવી દઈએ કે કે તેને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેને મેગા ઈવેન્ટ પહેલા તેના રન-અપને સુધારવામાં મદદ કરવા માટે ક્રેડિટ આપતા કહ્યું હતું કે. "જો હું સીધો આવીશ, તો મારી લાઇન સાથે વધુ સુસંગતતા મળશે તમે ઓસ્ટ્રેલિયન વિકેટો પર ખરાબ લાઇન સાથે નથી રહી શકતા અને તેથી હું સીધી લાઇનમાં આવવાનો પ્રયાસ કરું છું, હું વધુ સારું કરવાની ઉમ્મીદ કરી રહ્યો છું.' 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ