બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Arjun Modhwadia, Ambarish Der, Molubhai Kandoria joined BJP

મહામંથન / કોંગ્રેસ જેટલા માન-પાન ભાજપમાં જળવાશે? મહામંથનમાં ભાજપ નેતા અર્જુન મોઢવાડિયા Exclusive

Dinesh

Last Updated: 09:51 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: અર્જુન મોઢવાડિયા વાયબ્રન્ટ સમિટને તાયફો ગણાવતા હતા તે હવે એવુ કહે કે દરેક રાજ્ય આ પ્રકારની સમિટ યોજે છે અને ગુજરાત એક મોડલ સ્ટેટ છે

આ રાજકારણ છે અહીં કંઈપણ થઈ શકે છે. દાયકાઓ સુધી જેઓ કોંગ્રેસમાં રહ્યા તે હવે કોંગ્રેસને રામ-રામ કહી ચુક્યા છે અને એ પણ પાછા રામના નામે જ. અર્જુન મોઢવાડિયા, અંબરીષ ડેર, મૂળુભાઈ કંડોરિયા જેવા પીઢ કોંગ્રેસીઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા. કોંગ્રેસીઓ ભાજપમાં ગયા તેના કરતા ભાજપમાં જોડાયા પછી જે આકરા પ્રહાર કરતા નેતાઓના સૂર નરમ પડ્યા તે સાંભળવા કરતા અનુભવવાના વધારે હતા. જે અર્જુન મોઢવાડિયા વાયબ્રન્ટ સમિટને તાયફો ગણાવતા હતા તે હવે એવુ કહે કે દરેક રાજ્ય આ પ્રકારની સમિટ યોજે છે અને ગુજરાત એક મોડલ સ્ટેટ છે. અગાઉ જ્યારે કોઈ કોંગ્રેસી પક્ષ છોડે ત્યારે તેને તપાસ એજન્સીઓનો ડર બતાવ્યો હોવાનો દાવો કરનાર મોઢવાડિયા હવે એવુ કહે છે કે કોઈ જ તપાસ એજન્સીઓનો ડર નથી બતાવાયો અને કાયદાની દ્રષ્ટિએ ગુનો બનતો હોય તો કાર્યવાહી થવી જ જોઈએ. આવા તો કદાચ હવે અનેક નિવેદનો આગામી સમયમાં આવતા રહેશે પણ આ તમામ દ્રશ્યો અને સંવાદ જોઈ-અનુભવીને એક જ સવાલ થાય કે વ્યક્તિએ પક્ષ બદલ્યો પણ વિચારધારાનું શું. 

વિચારધારની વાતનું પરિવર્તન
અર્જુન મોઢવાડિયા, અંબરીષ ડેર, મૂળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં જોડાયા ત્યારે સવાલ એ છે કે પક્ષ તો બદલ્યો પણ વિચારધારાનું શું? જે ભાજપ ઉપર પ્રહાર કરતા હતા આજે તેના ગુણગાન ગાય છે. અગાઉના અને અત્યારના નિવેદનમાં પણ 360 ડિગ્રીનું પરિવર્તન જોવા મળી રહ્યું છે

વાંચવા જેવું:  'તમે અમારી ફરિયાદ કરી પથારી ફેરવી, હવે નહીં ચાલે પૈસા આપો', આયુષ્માન કાર્ડમાં વહીવટદારોનો ખેલ

અર્જુન મોઢવાડિયાએ શુ કહ્યું ? 
તેમણે કહ્યું કે, એક નહીં હજારો કાર્યકરો કોંગ્રેસ છોડવા માગે છે તેમજ હું કાર્યકર બનીને કામ કરીશ. મેં સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો મને ડરાવવા, ધમકાવવામાં આવ્યો નથી. ED-CBIની રેડ પાડીને ડરાવવાની વાત સાવ ખોટી છે. કાયદાની દ્રષ્ટિએ ગુનો બને તો કાર્યવાહી થાય તેમજ જ્યારે હું વિરોધ કરતો હતો ત્યારે મારી ભૂમિકા જુદી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ છેવાડાના વ્યક્તિ માટે કામ કરી રહ્યા છે. આજે ગુજરાત એક મોડલ સ્ટેટ બન્યું છે. હવે દરેક રાજ્ય વાયબ્રન્ટ સમિટ કરી રહ્યું છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ