બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Allegation of demanding money from Ayushman Card patient in Dharpur Hospital

પાટણ / 'તમે અમારી ફરિયાદ કરી પથારી ફેરવી, હવે નહીં ચાલે પૈસા આપો', આયુષ્માન કાર્ડમાં વહીવટદારોનો ખેલ

Dinesh

Last Updated: 07:39 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

patan news: ધારપુર હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના દર્દી પાસેથી રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરાયો છે, ડૉ.પુલકિત મોદી અને ડૉ.મેહુલ ખત્રીના કોઇ વહીવટદારે રૂપિયા માગ્યા હતાં

પાટણની ધારપુર હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના દર્દી પાસેથી રૂપિયા લેવાના આક્ષેપનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. આયુષ્માન કાર્ડ હોવા છતાં 21 હજાર રૂપિયા માગ્યાનો આક્ષેપ કરાયો છે. આયુષ્માન કાર્ડમાં સારવાર બાદ દર્દીના પરિવારને ફોન જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

 

એજન્ટે રૂપિયા માગ્યાનો દાવો
અત્રે જણાવીએ કે, દર્દીના પરિવાર પાસે એજન્ટે રૂપિયા માગ્યાનો દાવો કરાઈ રહ્યો છે. આક્ષેપ છે કે, ડૉ.પુલકિત મોદી અને ડૉ.મેહુલ ખત્રીના કોઇ વહીવટદારે રૂપિયા માગ્યા હતાં તેમજ રૂપિયા માટે એક માણસને મોકલ્યો હતો. તપાસના આદેશ બાદ એજન્ટ દર્દીના પરિવાર પર ભડક્યો હતો. ત્યારે એજન્ટ અને દર્દીના પરિવાર સાથેની વાતચીતનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આયુષ્માન કાર્ડમાં રૂપિયા માંગતો એજન્ટ કહે છે કે, ડૉક્ટર પણ મને પૂછીને નિર્ણય લે છે. મારે ઉપર સુધી જવાબ આપવાના હોય છે. 

જુઓ વીડિયો, શું કહે છે એજન્ટ ?

ડૉ.પારૂલ શર્મા શું કહ્યું ?
ડૉ.પારૂલ શર્માએ તમામ બાબતને લઇને જણાવ્યું કે, રૂપિયાના વહીવટને લઇને 5 લોકોની કમિટી તપાસ કરી રહી છે. તપાસ બાદ એક સપ્તાહ સુધીમાં રિપોર્ટ આવશે. ડોક્ટર પારૂલે વધુમાં કહ્યું કે, આરોપોને લઇને તપાસ કરી રહ્યાં છીએ, આ પ્રકારે બીજી વખત ઘટના ન બને તેવી કાર્યવાહી કરીશું. રેડક્રોસ મારફતે ઇમ્પ્લાન્ટ સપ્લાય થાય છે, એટલે રૂપિયા માગનારો વ્યક્તિ રેડક્રોસનો હોય શકે છે

વાંચવા જેવું: ગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક વહીવટી પહેલ, વર્ષ 2024-25ની ગ્રાન્ટ આ તારીખથી રીલીઝ થશે

સળગતા સવાલ
PM-JAY કાર્ડ હોવા છતાં વસૂલી કરાઇ?
શું ધારપુર મેડિકલમાં ડૉક્ટરના કોઇ વહીવટદારો છે?
આયુષ્માન કાર્ડ હોવા છતાં ઇમ્પલાન્ટના રુપિયા અલગથી થાય?
સારવાર સિવાયનો ખર્ચ લેવાનો હોય તો વહીવટદારની શું જરૂર?
દર્દીના પરિવારને એજન્ટનો સંપર્ક કેમ કરાવાયો?
તપાસ કમિટીના રિપોર્ટ બાદ શું એકશન લેવાશે?
દર્દીના પરિવારે ફોન પર માહિતી આપ્યા બાદ ધમકાવ્યા કેમ?
દર્દીના પરિવાર સાથે બળજબરી પૂર્વક કેમ લખાવાયું?.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ