બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The state government took a historic administrative initiative for development works

ગાંધીનગર / ગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક વહીવટી પહેલ, વર્ષ 2024-25ની ગ્રાન્ટ આ તારીખથી રીલીઝ થશે

Dinesh

Last Updated: 05:24 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, વર્ષ 2024-25ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ 960 નવી બાબત પૈકી 643 એટલે કે 66.97% નવી બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે

ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું . જે વર્ષ 2024-25માં વધીને રૂ.3.32 લાખ કરોડ થયું છે. ગત વર્ષે તા.24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે આ વર્ષે તા.02 ફેબ્રુઆરી 2024ના રોજ નાણા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. 

વહીવટી પહેલ
સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં બજેટ સત્ર પૂર્ણ થવાથી વહીવટી મંજૂરીની પ્રક્રિયા એપ્રિલ-મે માસમાં પૂર્ણ થતી હોય છે. જેના બદલે આ વર્ષે માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાની હોઇ વિકાસના કામોને નવીન ગતિ મળી છે. વર્ષ 2024-25ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ 2506 ચાલુ બાબત પૈકી 2219 એટલે કે 88.54% ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે ઐતિહાસિક વહીવટી પહેલ છે.

વાંચવા જેવું: CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, નુકસાનના વળતરમાં બીજી વાર વધારો, જુઓ કેટલો
  
88.54% ચાલુ બાબતોની વહીવટી મંજૂરી અપાઈ

તેમણે કહ્યું હતું કે, વર્ષ 2024-25ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ 960 નવી બાબત પૈકી 643 એટલે કે 66.97% નવી બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે તથા બાકી બાબતોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. આગામી વર્ષ 2024-25ની ગ્રાન્ટ પણ તા.01 એપ્રિલ 2024ના રોજ રીલીઝ કરી દેવામાં આવશે. જેથી વિકાસ કામોને વધુ વેગ મળશે. આથી તમામ વિભાગો નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી જ ખર્ચ કરવા સક્ષમ બનશે. જેને પરિણામે નાણાકીય વ્યવસ્થાપન વધુ સુચારુ રૂપે થઇ શકશે તથા જનહીતના કાર્યો/યોજનાઓ સમયસર શરૂ કરી શકાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ