બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:08 PM, 2 November 2025
અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે, જેના કારણે આગામી 24 કલાકમાં વરસાદનું જોર ઘટી જશે. છેલ્લા બે દિવસથી દરિયા કાંઠાના વિસ્તારોમાં પવન અને છૂટાછવાયા વરસાદથી લોકો પરેશાન હતા, પરંતુ હવે હવામાન વિભાગે રાહતના સંકેત આપ્યા છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના અનુમાન મુજબ, અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ નબળી પડતાં આગામી એક દિવસમાં વરસાદનો પ્રભાવ ઘટશે. જોકે, દરિયા કાંઠાના વિસ્તારોમાં હજી પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સુરક્ષા કારણોસર તટવર્તી વિસ્તારોના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
આ દરમિયાન અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 23.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું. હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ રહેતાં સવાર અને સાંજના સમયે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મોટા સમાચાર, CM ભૂપેન્દ્ર પટેલનું મોટું એલાન
દ્વારકા, પોરબંદર, ભાવનગર, કચ્છ અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવી છે કે વરસાદ બાદ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે અને આગામી દિવસોમાં ઠંડીનું પ્રભાવ વધુ જણાશે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતન રહેવા અને કોઈ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.