ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Another well-known Bollywood face now in NCB custody, found cocaine

ડ્રગ્સ કેસ / વધુ એક જાણીતો બોલિવૂડનો ચહેરો હવે NCB ની ગિરફતમાં, મળી આવ્યું કોકેઈન

Published By: Nirav

Last Updated: 06:18 PM, 10 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી NCB એ બોલીવુડ જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ સૂરજ ગોડાંબેની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેની પાસેથી 11 ગ્રામ કોકેઈન મળી આવી હતી.

ADVERTISEMENT

  • NCB એ જાણીતા હેરસ્ટાઈલિસ્ટની કરી ધરપકડ 
  • મેક્અપ આર્ટિસ્ટ અને હર સ્ટાઇલિસ્ટ સૂરજ ગોડાંબેની ધરપકડ 
  • વરુણ શર્મા અને અરબાઝ ખાન જેવા કલાકારો સાથે કર્યું છે કામ 

નોંધનીય છે કે સૂરજ બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે, ખાસ તો અરબાઝ ખાન અને વરુણ શર્મા સાથે તેમણે ઘણું કામ કર્યું છે, જેને લઈને તપાસ એજન્સી હવે આ સ્ટાર્સની પણ પૂછપરછ કરે તેવી શક્યતા છે

NCB એ બે આરોપીઓની કરી હતી ધરપકડ 

NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળના દરોડામાં ઓશીવારાના મીરા ટાવર નજીક બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી એક રિક્ષા અને 56 હજાર રૂપિયા સહિત 16  પેકેટ મળી આવ્યા હતા. સૂરજે જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવી તેની ઓળખ લાલચંદ્ર યાદવ તરીકે થઈ છે જે નાઇજિરિયન સિન્ડિકેટ વતી કામ કરી રહ્યો હોવાની માહિતી છે. હાલમાં 16 ડિસેમ્બર સુધી બંનેને NCB કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.  

NCB એ આ કેસમાં અગાઉ પણ ઘણી બોલિવૂડ એક્ટ્રેસની પૂછપરછ કરી હતી અને તેની સિવાય આ તપાસ એજન્સીનો રેલો ટીવી સ્ટાર્સ સુધી પણ પહોંચ્યો હતો. જો એક આ મામલે મળેલી વધુ જાણકારી મુજબ NCB એ મુંબઇમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને અઢી કરોડ રૂપિયાની કબજે કરી હતી. 

જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ છે સૂરજ 

તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાંબે એક જાણીતા મેકઅપ કલાકાર અને હેરસ્ટાઇલિસ્ટ છે અને કેટલાક પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું છે. હવે ગોદામ્બેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે NCB એ મંગળવારે મુંબઇમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા પછી ડ્રગ સપ્લાયર રીગલ મહાકાલ સહિત બે લોકોની ધરપકડ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra NCB drugs case બોલિવૂડ drugs case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ